સુર્યપરા (તા. જામનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સુર્યપરા (તા. જામનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. જિલ્લા અને તાલુકા મથક જામનગરથી ૨ કિ.મી.નાં અંતરે આવેલાં સુર્યપરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સુર્યપરા
—  ગામ  —
સુર્યપરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 70°04′E / 22.47°N 70.07°E / 22.47; 70.07
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી

ગામની ભૌગોલીક અને સામાજીક ઓળખ

ફેરફાર કરો

સુર્યપરા ગામ બાડા ગામમાંથી વસેલુ નવું ગામ છે. ગામથી ઉગમણી દિશામાં આવેલ સૂરજદાદાના મંદિર પરથી ગામનું નામ સુર્યપરા રાખવામાં આવેલું છે. ૧૫ નવેમ્બર, ૧૯૫૭ના રોજ ગામનું તોરણ બંધાયું હતું. સુર્યપરા ગામની પશ્ચિમ દિશામાં હનુમાનજીનુ તથા શંકર ભગવાનનું ભવ્ય મંદિર આવેલાં છે. ગામની દક્ષિણ દિશામાં શાથવી નદીના કિનારા પર ખોડિયાર માતાનું મંદિર છે. ગામની મધ્યમાં આવેલાં રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મનહરલાલજી મહારાજ (ગીતા વિદ્યાલય)ના હસ્તે, તારીખ ૩૦ જુન, ૧૯૯૪ જેઠ સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૫૦ના રોજ થયો હતો. ગામમાં ગૌશાળા, સ્મશાન, ચબૂતરો અને બે સમાજ આવેલ છે. સુર્યપરા ગામ ૧૭ ચોરસ હેક્ટરમાં પથરાયેલ છે. બાડા ગામમાંથી ૨૦૦૧માં મહેસૂલી વિભાગ અલગ થવાથી ખેતીની તથા ખરાબાની મળીને આશરે ૭૦૦ ચોરસ હેક્ટર જમીન છે. નદી પર ૩ નાના ડેમ તથા ૧૦ જેટલા ખેત તલાવડાં છે. ૧૯૯૩-૯૪માં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂટણી યોજાયેલી. [][]

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. સમાચાર પત્ર[હંમેશ માટે મૃત કડી]
  2. કેટલીક માહિતી સ્થાનિક લોકો દ્વારા મળેલી અસંદર્ભ માહિતી છે.