હનવંતચોંઢ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

હનવંતચોંઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. હનવંતચોંઢ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

હનવંતચોંઢ
—  ગામ  —
હનવંતચોંઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના તેમજ અડદ, તુવર જેવા કઠોળના તથા ખરસાણી જેવા તેલીબિયાંના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

આ ગામ જિલ્લા મુખ્યમથક આહવાથી ૨૫ (પચ્ચીસ) કિલોમીટર અને વઘઇથી ૨૦ (વીસ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને કુલ સાત પાડામાં (ફળિયાંમાં) વહેંચાયેલું છે. આ ગામ પિંપરી થી કાલિબેલ થઈ વ્યારા જતા રાજ્ય ધોરી માર્ગ પર પિંપરી થી આશરે ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ ગામમાં કુલ ૨૭૦ જેટલાં આદિવાસી કુટુંબો વસવાટ કરે છે. આ ગામની ખેતીલાયક જમીનનો ૧૦-૧૨ ટકા વિસ્તાર પિયતની સગવડ ધરાવે છે.