હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન, જે અગાઉ હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન તરીકે ઓળખાતું હતું, તે એક ભારતીય ક્રાંતિકારી સંગઠન હતું જેની સ્થાપના રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, શચીન્દ્રનાથ બક્ષી, શચીન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનનો પ્રકાશિત ઢંઢેરો અને લેખિત બંધારણ ધ રિવોલ્યુશનરીને ૧૯૨૫ના કાકોરી ષડ્યંત્ર કેસમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
ઉદ્ગમ
ફેરફાર કરોપૃષ્ઠભૂમિ
ફેરફાર કરો૧૯૧૯ની અસહકાર ચળવળને કારણે બ્રિટિશ રાજ સામે ભારતીય વસ્તી મોટા પાયે એકજૂથ થઈ હતી. આ અહિંસક પ્રતિકાર એ ચળવળનો મુખ્ય હેતુ હોવા છતાં સમગ્ર આંદોલન ટૂંક સમયમાં હિંસક બની ગયું હતું. ચૌરી ચૌરાની ઘટના પછી, મહાત્મા ગાંધીએ હિંસા વધતી અટકાવવા આંદોલનને સ્થગિત કરી દીધું હતું. આનાથી રાષ્ટ્રવાદીઓનો એક વર્ગ ભ્રમિત થયો, જેમને લાગ્યું કે આંદોલન અટકાવી દેવું ગેરવાજબી છે. આંદોલન સમેટી લેવાથી સર્જાયેલ રાજકીય શૂન્યાવકાશ બ્રિટિશ રાજને ઉથલાવી દેવા માંગતા લોકોને વધુ કટ્ટરપંથી ક્રાંતિકારી ચળવળોની રચના તરફ દોરી ગયું.[૧]
ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો વિરોધ
ફેરફાર કરોફેબ્રુઆરી ૧૯૨૧માં ચૌરી ચૌરામાં કેટલાક આંદોલનકારી ખેડૂતોને પોલીસે મારી નાખ્યા હતા. પરિણામે ચૌરી ચૌરાના પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કર્યો હતો અને ૨૨ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
આ ઘટના પાછળની હકીકતો જાણ્યા વિના જ મહાત્મા ગાંધીએ કોંગ્રેસની કારોબારી સમિતિના કોઈ પણ સભ્યની સલાહ લીધા વિના અસહકાર ચળવળને તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. રામ પ્રસાદ બિસ્મિલ અને તેમના જૂથના યુવાનોએ ૧૯૨૨ની ગયા કોંગ્રેસમાં ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ગાંધીજીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉદારમતવાદી અને વિદ્રોહી એમ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૩માં, ઉદારવાદી જૂથે મોતી લાલ નેહરુ અને ચિતરંજનદાસના સંયુક્ત નેતૃત્વ હેઠળ નવી સ્વરાજ પાર્ટીની રચના કરી અને યુવા જૂથે બિસ્મિલના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી પક્ષની રચના કરી.
પીળા પાના પર બંધારણ
ફેરફાર કરોલાલા હરદયાળ સંમતિથી બિસ્મિલ અલ્હાબાદ ગયા હતા જ્યાં તેમણે ૧૯૨૩માં સચીન્દ્રનાથ સાન્યાલ અને બંગાળના અન્ય એક ક્રાંતિકારી ડૉ. જદુગોપાલ મુખર્જીની મદદથી પક્ષના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.[૨][વધુ સંદર્ભ જરૂરી] સંગઠનનું મૂળભૂત નામ અને હેતુઓ યલો પેપર પર ટાઇપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૩ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ સાન્યાલની અધ્યક્ષતામાં યુનાઇટેડ પ્રોવિન્સ (સંયુક્ત પ્રાંત)ના કાનપોર ખાતે બંધારણીય સમિતિની બેઠક યોજાઇ હતી.
જવાબદારી વહેંચણી
ફેરફાર કરોઆ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પક્ષનું નામ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA) હશે. બિસ્મિલને શાહજહાંપુર માટે જિલ્લા સંગઠક અને શસ્ત્ર વિભાગના વડા તેમજ સંયુક્ત પ્રાંત (આગ્રા અને અવધ)ના પ્રાંતીય સંગઠક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. શચીન્દ્રનાથ સન્યાલ રાષ્ટ્રીય આયોજક બન્યા અને અન્ય વરિષ્ઠ સભ્ય, જોગેશચંદ્ર ચેટર્જી, અનુશીલન સમિતિના સંયોજક હતા. કાનપોરમાં મીટિંગમાં હાજરી આપ્યા પછી, સાન્યાલ અને ચેટર્જી બંને સંયુક્ત પ્રાંત છોડીને સંસ્થાના વધુ વિસ્તરણ માટે બંગાળ ગયા.[સંદર્ભ આપો]
એચઆરએએ આગ્રા, અલ્હાબાદ, બનારસ, કાનપુર, લખનઉ, સહારનપુર અને શાહજહાંપુરમાં શાખાઓ સ્થાપિત કરી હતી. તેમણે કલકત્તામાં દક્ષિણેશ્વર અને શોવાબજાર ખાતે તથા ઝારખંડના દેવઘર (તત્કાલીન બિહાર પ્રાંત)માં પણ બોમ્બ બનાવ્યા હતા. પોલીસે ૧૯૨૫માં કલકત્તા ખાતેનું અને ૧૯૨૭માં દેવઘર ખાતેનું બૉમ્બગોળાનું કારાખાનું ઝડપી કાઢ્યું હતું.[૧]
પત્રિકાનું પ્રકાશન
ફેરફાર કરોસાન્યાલે એચઆરએ માટે ધ રિવોલ્યુશનરી શીર્ષક ધરાવતો એક ઢંઢેરો લખ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોની આસપાસ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.[૩] તેમણે બ્રિટીશ વસાહતી શાસનને ઉથલાવી નાખવાની દરખાસ્ત કરી હતી અને તેના સ્થાને તેને "ફેડરલ રિપબ્લિક ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા" તરીકે ઓળખાવવાની દરખાસ્ત કરી. આ ઉપરાંત, તેમણે સાર્વત્રિક મતાધિકાર અને "માણસ દ્વારા માણસનું કોઈ પણ પ્રકારનું શોષણ શક્ય બનાવતી તમામ વ્યવસ્થાઓ" નાબૂદ કરવાના સમાજવાદીલક્ષી ધ્યેયની માંગ કરી હતી.[૧]
ગાંધીજીની નીતિઓની ટીકા કરવામાં આવી અને યુવાનોને સંગઠનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું. પોલીસ આ પ્રકારની ભાષાનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંગાળમાં તેમના નેતાની શોધ આદરી. પત્રિકાઓના જથ્થાબંધ વિતરણ દરમિયાન સાન્યાલની પશ્ચિમ બંગાળના બાંકુરામાં ધરપકડ કરવામાં આવી હતી. સાન્યાલની ધરપકડ પહેલા જોગેશચંદ્ર ચેટર્જીને પણ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પરથી પોલીસે પકડી પાડ્યા હતા.
પ્રારંભિક પ્રવૃત્તિઓ
ફેરફાર કરો૧૯૨૨-૨૩માં દ્વારિકાપુર અને બિચપુરી ખાતે ગામના અધિકારીઓના ઘરોની લૂંટ જેવા વિક્ષેપ અને ભંડોળ મેળવવાના ઘણા પ્રારંભિક પ્રયાસો થયા હતા, પરંતુ કાકોરી ટ્રેનની લૂંટ એ સંગઠનના પ્રારંભિક પ્રયાસોમાં સૌથી અગ્રણી હતી. કાકોરીની ઘટના ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બની હતી, જ્યારે એચઆરએના સભ્યોએ લખનઉથી લગભગ ૧૦ માઇલ (૧૬ કિમી) દૂર એક ટ્રેનમાંથી સરકારી નાણાં લૂંટી લીધા હતા અને આ પ્રક્રિયામાં આકસ્મિક રીતે એક મુસાફરનું મૃત્યુ થયું હતું. એચઆરએના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તે ઘટનામાં તેમની સંડોવણી માટે અને તે પહેલાના અન્ય ક્રાંતિકારી ઘટનાક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર નેતાઓ, અશફાકુલ્લા ખાન, રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ અને રાજેન્દ્ર લાહિડીને ડિસેમ્બર ૧૯૨૭માં ફાંસી આપવામાં આવી હતી અને બાકીના ૧૬ નેતાઓને લાંબી મુદત માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. મુકદ્દમાની સુનાવણી દરમિયાન સંગઠન સહભાગીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા અને અવજ્ઞાના અન્ય પ્રકારો પ્રદર્શિત કર્યા હતા. અદાલતના ફેંસલા બાદ સંગઠનના નેતૃત્વને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું અને તેની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. સંગઠન સાથે સંકળાયેલા ઘણા લોકો જેઓ ટ્રાયલથી બચી ગયા હતા તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અથવા વિવિધ કારણોસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ચંદ્રશેખર આઝાદ એક માત્ર મુખ્ય નેતા હતા જેઓ ધરપકડથી બચવામાં સફળ રહ્યા હતા.[૪]
મુખ્ય પ્રવૃત્તિઓ
ફેરફાર કરો૧૯૨૮માં, બ્રિટિશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જહોન સાયમનની અધ્યક્ષતામાં સાયમન કમિશન સ્થાપના કરી. કમિશનમાં એક પણ ભારતીયને સભ્ય તરીકે સામેલ કરવામાં ન આવ્યા હોવાથી કેટલાક ભારતીય કાર્યકર્તા જૂથોએ કમિશનનો વિરોધ કર્યો હતો.[૫]
૧૯૨૮માં સંસ્થાનવાદ-વિરોધી ભાવનામાં થયેલા વધારાને પ્રતિભાવ આપતા એચઆરએ (HRA) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું, જેમાં નામનું પરિવર્તન કદાચ મોટા ભાગે ભગતસિંહના પ્રભાવને કારણે થયું હતું.[૬] કાકોરી લૂંટ અને ત્યાર બાદના ખટલાની ઘટના બની તે અરસામાં બંગાળ, બિહાર અને પંજાબ જેવાં સ્થળોએ વિવિધ ક્રાન્તિકારી જૂથોનો ઉદય થયો હતો. આ જૂથો અને HRAની બેઠક ૮-૯ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે થઈ અને તેમાંથી એચએસઆરએ (HSRA)નો ઉદ્ભવ થયો.[lower-alpha ૧] અગાઉના એચઆરએ (HRA) ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવેલા સમાજવાદી ઝુકાવો ધીમે ધીમે માર્ક્સવાદ તરફ વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એચએસઆરએ (HSRA) એ એક એવી ક્રાંતિની વાત કરી હતી જેમાં "શ્રમજીવીઓની સરમુખત્યારશાહી" સ્થાપિત કરવા અને "પરજીવીઓના દેશનિકાલ" માટે જનતા દ્વારા સંઘર્ષ સાથે સંકળાયેલી ક્રાંતિની વાત કરી હતી. ઢંઢેરામાં નવું સંગઠન પોતાની જાતને આ ક્રાંતિમાં જનતના અવાજ તરીકે મોખરે હોવાનું અને જનતાના સશસ્ત્ર વર્ગ તરીકે કાર્યરત થવાનું જોઈ રહ્યા હતા. તેના આદર્શો તે સમયે અન્યત્ર અન્ય ચળવળોમાં દેખાતા હતા, જેમાં કામદારો દ્વારા સામ્યવાદી પ્રેરિત ઔદ્યોગિક કાર્યવાહી અને ગ્રામીણ ખેડૂત ચળવળનો સમાવેશ થાય છે. [૧] ભગતસિંહની વિનંતી પર, નવા નામના HSRA એ સાયમન કમિશનના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાનો અને ધનિક લોકોને લૂંટવાનું બંધ કરવાનો સંકલ્પ કર્યો, બાદમાં એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો હતો કે કાકોરી કાવતરાખોરોને આવા લોકો દ્વારા આપવામાં આવેલા પુરાવાઓથી સૌથી વધુ નુકસાન થયું હતું. [૫] એચઆરએનું એચએસઆરએમાં રૂપાંતર થઈ રહ્યું હતું તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી સંસ્થા કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલના સહયોગથી કામ કરશે.
એચએસઆરએ (HSRA) નો ફિલોસોફી ઓફ ધ બોમ્બ શીર્ષક ધરાવતો ઢંઢેરો ભગવતી ચરણ વોહરા દ્વારા લખવામાં આવ્યો હતો.[૭]
જ્હોન પી. સોન્ડર્સની હત્યા
ફેરફાર કરો૩૦ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જ્યારે સાયમન કમિશને લાહોરની મુલાકાત લીધી ત્યારે લાલા લજપત રાયે કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો હિંસાથી જવાબ આપાતાં પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે તેમના માણસોને વિરોધીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો. લજપતરાયને માર મારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સભાને સંબોધિત કરી હતી. ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ કદાચ આંશિક રીતે તેમની ઇજાઓને કારણે તેમનું અવસાન થયું, જોકે આ અનિશ્ચિત છે. ઈતિહાસકાર નીતિ નાયર કહે છે કે "તેમના મૃત્યુનું કારણ શારીરિક નહીં તો માનસિક આઘાતને કારણે છે."[૫] જ્યારે લાલા લજપતરાયના મૃત્યુનો મામલો બ્રિટિશ સંસદમાં ઉઠાવવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈપણ કારણભૂત ભૂમિકાને નકારી કાઢી.[૮] ભગતસિંહે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,[૮] અને અન્ય ક્રાંતિકારીઓ, શિવરામ રાજગુરુ, જય ગોપાલ, સુખદેવ થાપર અને ચંદ્ર શેખર આઝાદ સાથે સ્કોટને મારવાના કાવતરામાં જોડાયા.[૧] જો કે, ખોટી ઓળખના કિસ્સામાં, ભગતસિંહને મદદનીશ પોલીસ અધિક્ષક જ્હોન પી. સોન્ડર્સ પર ગોળી મારવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ લાહોરમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુ અને ભગતસિંઘ દ્વારા પોલીસ અધિક્ષક સોન્ડર્સને ગોળી મારી દેવામાં આવી હતી.[૯] તેઓનો પીછો કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ચનન સિંહનું આઝાદના કવરિંગ ફાયરથી મોત થયું હતું.[૧૦]
ખોટી ઓળખનો આ કેસ સિંઘ અને તેના HSRAના સાથી-સભ્યોને એવો દાવો કરતા રોકી શક્યો નહીં કે બદલો લેવામાં આવ્યો હતો.[૧] બીજા દિવસે HSRA એ લાહોરમાં પોસ્ટરો લગાવીને હત્યાની કબૂલાત કરી જેમાં લખ્યું હતું:
જે.પી. સોન્ડર્સ મૃત્યુ પામ્યા છે; લાલા લજપત રાયનો બદલો લેવામાં આવ્યો છે. ... આ માણસ સ્વરૂપે હિંદમાંની બ્રિટિશ સત્તાના એક એજન્ટનું મૃત્યુ થયું છે. ... માનવીના રક્તપાત માટે દિલગીર છું, પરંતુ ક્રાંતિની વેદી પર વ્યક્તિઓનું બલિદાન અનિવાર્ય છે. ... [૧૧]
HSRA દ્વારા આગામી મોટી કાર્યવાહી ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્હીમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકાની હતી. આ એક ઉશ્કેરણીજનક પ્રચાર કવાયત હતી, જેનો હેતુ HSRA ના ઉદ્દેશો પર પ્રકાશ પાડવાનો હતો અને જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ ખરડા (ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ)ની રજૂઆત સામે વિરોધ તરીકે સમયસર કરવામાં આવ્યો હતો, જે બંનેનો મુસદ્દો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ટ્રેડ યુનિયનવાદની અસરોનો સામનો કરવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યો હતો.[૧] [૧૨]
ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે તેમની કાર્યવાહીના પ્રચારવાદી સ્વભાવને ઉજાગર કરવા માટે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખતા ખાલી ટ્રેઝરી બેન્ચ પર બોમ્બ ફેંક્યા હતા. તેઓએ બચવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને ઈન્કલાબ ઝિંદાબાદ (ક્રાંતિ દીર્ઘજીવંત રહે), વંદે માતરમ (માતૃભૂમિની જય) અને સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવતા લગાવતા ધરપકડ વહોરી હતી. બોમ્બ ધડાકા માટેના તેમના તર્કને "ટુ મેક ધ ડીફ હિયર" (બહેરાને સંભળાવવા માટે) શીર્ષક હેઠળની પત્રિકામાં સમજાવવામાં આવ્યો હતો (એડવર્ડ વેઇલન્ટના શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા). આ પત્રિકા એસેમ્બલીમાં પણ ફેંકવામાં આવી હતી અને બીજા દિવસે હિન્દુસ્તાન ટાઇમ્સ પુન: રજૂ કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૧૯૨૯ના રોજ, પોલીસે લાહોર HSRAની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને કિશોરી લાલ, સુખદેવ અને જય ગોપાલની ધરપકડ કરી. એસેમ્બલી બોમ્બ કેસ અને સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી ચાલી અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમની પ્રવૃત્તિઓ બદલ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી.[૧][૧૨]
પછીની પ્રવૃત્તિઓ
ફેરફાર કરોડિસેમ્બર ૧૯૨૯માં, HSRAએ લોર્ડ ઇરવિનની ખાસ ટ્રેન પર બોમ્બમારો કર્યો હતો. વાઇસરોય કોઈ પણ જાતની ઈજા વિના બચી ગયા. બાદમાં, HSRAના લાહોર જૂથે અલગ થઈને હંસ રાજ વોહરાના નેતૃત્વ હેઠળ આતિશી ચક્ર (ધ રિંગ ઓફ ફાયર) પાર્ટીની રચના કરી હતી. તેઓએ જૂન ૧૯૨૯માં પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા. લાહોર કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ભગતસિંહ અને તેમના સાથીઓ ૨૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ લાલ સ્કાર્ફ પહેરીને કોર્ટમાં હાજર થયા હતા.
મેજિસ્ટ્રેટે તેમની ખુરશી સંભાળતાની સાથે જ તેઓએ "લોંગ લિવ સોશ્યાલિસ્ટ રિવોલ્યુશન ", "લોંગ લાઈવ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ", "લોંગ લિવ પીપલ" " લેનિન્સ નેમ વિલ નેવર ડાઇ", અને " "ડાઉન વિથ સામ્રાજ્યવાદ" ના નારા લગાવ્યા.[૧૩] [૧૪] ૧ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, રાવલપિંડી જૂથે કંટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સની ઓફિસમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ સમયગાળા દરમિયાન HSRA ના અગ્રણી સભ્યોમાં ચંદ્ર શેખર આઝાદ, યશપાલ, ભગવતી ચરણ વોહરા અને કૈલાશપતિનો સમાવેશ થાય છે. જુલાઈ ૧૯૨૯માં, એચએસઆરએ (HSRA) એ નવી દિલ્હીના ગડોડિયા સ્ટોર્સને લૂંટી લીધા અને ૧૪,૦૦૦ રૂપિયા લઈ ગયા. આ નાણાંનો ઉપયોગ પાછળથી બોમ્બ ફેક્ટરીને ભંડોળ આપવા માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૧૯૨૯માં પંજાબના ગવર્નરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ હતી.[૧૫]
પતન
ફેરફાર કરો૧૯૩૦ સુધીમાં HSRAના મોટાભાગના મુખ્ય નેતાઓ કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા જેલમાં હતા. કૈલાશપતિની ઓક્ટોબર ૧૯૨૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સાક્ષી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ, આલ્ફ્રેડ પાર્કની એક પ્રખ્યાત ઘટનામાં અલ્હાબાદ પોલીસ સાથે ગોળીબાર દરમિયાન ચંદ્ર શેખર આઝાદે પોતાને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આઝાદના મૃત્યુ પછી, ક્રાંતિકારીઓને એક કરવા માટે કોઈ કેન્દ્રીય નેતા રહ્યા ન હતા અને પ્રાદેશિક મતભેદો વધ્યા હતા. સંગઠન વિવિધ પ્રાદેશિક જૂથોમાં વિભાજિત થયું અને તેઓએ કોઈપણ કેન્દ્રીય સંકલન વિના બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ ધડાકા અને હુમલા કર્યા. ડિસેમ્બર ૧૯૩૦માં, મેરઠમાં એક બેઠકમાં HSRA ને પુનર્જીવિત કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, ૧૯૩૧માં યશપાલ અને દરિયાઓ સિંઘની ધરપકડ સાથે આ પ્રયાસ નિષ્ફળ ગયો.[૧૫] આનાથી HSRA એક સંયુક્ત સંગઠન તરીકે અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું, જોકે વિવિધ પ્રાદેશિક જૂથોએ ૧૯૩૫ સુધી તેમનો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
ટીકા
ફેરફાર કરોસંગઠનની પદ્ધતિઓ ગાંધીજીના અહિંસક પ્રતિકાર ચળવળથી વિપરીત હતી. મહાત્મા ગાંધી દ્વારા ક્રાંતિકારીઓ અને તેમની પદ્ધતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. લોર્ડ ઇરવીનની ટ્રેન પરના હુમલાનો જવાબ આપતા ગાંધીએ એચએસઆરએની કઠોર ટીકા કરી હતી, જેનું શીર્ષક હતું "ધ કલ્ટ ઓફ ધ બોમ્બ". (યંગ ઇન્ડિયા, ૨ જાન્યુઆરી, ૧૯૨૯) તેમાં, તેમણે જાહેર કર્યું હતું કે બોમ્બ ફેંકવું એ "ઉશ્કેરાયેલા પ્રવાહીમાં સપાટી પર આવતા ફીણ" સિવાય બીજું કશું જ નથી. તેમણે એચએસઆરએ અને તેની ક્રિયાઓને "ડરપોક" અને "કાયરતાપૂર્ણ" તરીકે વખોડી કાઢી. ગાંધીજીના જણાવ્યા અનુસાર, એચએસઆરએના હિંસક સંઘર્ષમાં તેના જોખમો હતા. હિંસા વધુ બદલો અને દુઃખ તરફ દોરી જશે. ઉપરાંત, તે "વિદેશી શાસક સાથે કરવામાં આવતી હિંસા" થી "આપણા પોતાના લોકો પ્રત્યેની હિંસા" સુધી "એક સરળ કુદરતી પગલા"માં ફેરવાઈ જશે.[૧૬] એચએસઆરએ (HSRA) એ તેના પોતાના ઢંઢેરા "ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ", દ્વારા આ ટીકાનો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે ગાંધીજીની અહિંસક પદ્ધતિઓના પૂરક તરીકે તેમની હિંસક પદ્ધતિઓનો બચાવ કર્યો હતો.[૧૭]
અગ્રણી સભ્યો
ફેરફાર કરોનામ | સંડોવણી | પરિણામ |
---|---|---|
ચંદ્રશેખર આઝાદ | કાકોરી ષડયંત્ર, જ્હોન પી. સોન્ડર્સની હત્યા (૧૯૨૭) | કાકોરી ષડયંત્ર કેસમાં ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભમાં રહીને તેમણે એચ.એસ.આર.એ.નું પુનઃ આયોજન કર્યું હતું અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ અલાહાબાદ ખાતે પોલીસ સાથેના ગોળીબારમાં બહાદુરીપૂર્વક પોતાની જાતને ઠાર મારી દીધી હતી (તેમના વચન મુજબ બ્રિટિશ પોલીસ તેમને જીવતા પકડી શકી ન હતી. આથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાય છે)[૧૮] |
શચીન્દ્રનાથ બક્ષી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; ૧૯૩૬ માં છૂટી થઈ અને કોંગ્રેસમાં સક્રિય થઈ, પરંતુ સ્વતંત્રતા પછી પાર્ટી છોડી દીધી. તેઓ જનસંઘ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા[૧૯] |
સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.[૧૮] |
રામપ્રસાદ બિસ્મિલ | મૈનપુરી ષડ્યંત્ર ૧૯૧૭ અને કાકોરી ષડ્યંત્ર[૨૦] | મૈનપુરી કેસમાં ફરાર; કાકોરી કેસમાં ફાંસીની સજા.[સંદર્ભ આપો] ગોરખપુર સેન્ટ્રલ જેલમાં 1926માં ફાંસી આપવામાં આવી હતી |
જોગેશચંદ્ર ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા; આઝાદી પછી સંસદ સભ્ય બન્યા. |
પ્રાણવેશ ચેટર્જી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા.[૧૮] |
વિષ્ણુશરણ દુબલીશ | કાકોરી ષડયંત્ર | કાકોરી ષડયંત્રમાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી નૈની જેલ કેસ પછી આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.[૧૮] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સંસદસભ્ય બન્યા. |
મન્મથનાથ ગુપ્ત | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા; પાછળથી તેઓ પત્રકાર/લેખક બન્યા; ૧૯૯૯ માં દીવાળીના દિવસે અવસાન થયું હતું. |
ગોવિંદચરણ કાર | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં આજીવન કેદની સજા. |
અશફાકુલ્લા ખાન | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.[૨૧] ૧૯૨૬માં ફૈઝાબાદ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |
પ્રેમકૃષ્ણ ખન્ના | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા .[૧૮] ૧૯૬૧ અને ૧૯૬૬માં શાહજહાંપુર[૨૨]થી સાંસદ બન્યા હતા. |
રામક્રિષ્ણા ખત્રી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.[૧૮] |
રાજેન્દ્ર લાહિરી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.[સંદર્ભ આપો] ૧૯૨૬ માં ગોંડા જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. |
બનવારી લાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં અનુમોદક બન્યા પછી પણ બે વર્ષની સજા ફટકારી હતી. |
મુકુન્દી લાલ | Mainpuri conspiracy (1917) and કાકોરી ષડયંત્ર[૨૩] | મૈનપુરીમાં સાત વર્ષની સખત કેદની સજા અને કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કેદની સજા; ઓક્ટોબર 1981માં અવસાન થયું.[૨૪] |
રામનાથ પાંડે | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા. |
ભૂપેન્દ્રનાથ સાન્યાલ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા..[૧૮] |
શચીન્દ્રનાથા સાન્યાલ | કાકોરી ષડયંત્ર | આંદામાન સેલ્યુલર જેલમાં આજીવન કેદની સજા; ૧૯૪૨ માં ભોવાલી ટીબી સેનેટોરિયમમાં ક્ષય રોગથી મૃત્યુ પામ્યા. |
ઠાકુર રોશન સિંહ | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં ફાંસીની સજા.[સંદર્ભ આપો] ૧૯૨૬ માં નૈની અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. |
રાજકુમાર સિંહા | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં દસ વર્ષની સખત કેદની સજા.[૧૮] |
રામદુલારે ત્રિવેદી | કાકોરી ષડયંત્ર | કાકોરી કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા. |
અજય ઘોષ | લાહોર ષડ્યંત્ર | ૧૯૨૮ માં લાહોર ષડયંત્ર કેસની સુનાવણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયા અને ૧૯૫૦માં સીપીઆઇના જનરલ સેક્રેટરી બન્યા. |
અંતિમ સમય અને વિસર્જન
ફેરફાર કરોભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદના મૃત્યુ પછી, અન્ય સહયોગી ઉધમ સિંહે લંડનથી HSRAનું સંચાલન કર્યું હતું. ૧૯૪૦માં જ્યારે ઉધમસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે HSRAનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિરાસત
ફેરફાર કરોફિરોઝપુરના તુરી બજારમાં સ્થિત બોમ્બ ફેક્ટરી અને છુપાવાની જગ્યાને પંજાબ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. [૨૫]
સંદર્ભ નોંધ
ફેરફાર કરો- ↑ બંગાળના ક્રાંતિકારી જૂથે ૧૯૨૮માં એચએસઆરએ (HSRA) સાથે પોતાની જાતને ઔપચારિક રીતે સાંકળી ન હતી, પરંતુ વિસ્ફોટકો અંગે સલાહ આપવા માટે [જતિન્દ્ર નાથ દાસ]]ને મોકલ્યા હતા. બંગાળ જૂથે અન્ય જૂથો દ્વારા સૂચવવામાં આવેલી ક્રાંતિના સામાજિક-આર્થિક પાસાઓને સ્વીકાર્યા ન હતા અને તેને માત્ર રાષ્ટ્રવાદની દૃષ્ટિએ જ જોવાનું પસંદ કર્યું હતું.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ Gupta (1997).
- ↑ Dr. Mehrotra N.C. Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan Page 109 & 146
- ↑ Balinisteanu, Tudor (2012). Violence, Narrative and Myth in Joyce and Yeats: Subjective Identity and Anarcho-Syndicalist Traditions. Palgrave Macmillan. પૃષ્ઠ 60. ISBN 978-0-23029-095-2.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Gupta (1996).
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Nair (2009).
- ↑ Sawhney (2012), p. 380
- ↑ Bowden & Davis (2009).
- ↑ ૮.૦ ૮.૧ Rana (2005a).
- ↑ Nayar (2000).
- ↑ Rana (2005b).
- ↑ Grewal (2007), p. 46
- ↑ ૧૨.૦ ૧૨.૧ Singh, Lala & Hooja (2007).
- ↑ Khan, Lal. "Bhagat Singh: Discovering the legacy". In Defence of Marxism (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-25.
- ↑ "How Russian Revolution Inspired Undivided India's Literary, Political Figures". me NewsClick. મેળવેલ 7 November 2018.
- ↑ ૧૫.૦ ૧૫.૧ Ralhan (1997).
- ↑ Gandhi (2007).
- ↑ Nayar1999.
- ↑ ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ ૧૮.૪ ૧૮.૫ ૧૮.૬ ૧૮.૭ Mahaur (1977), p. 30
- ↑ Mahaur (1977), p. 84
- ↑ Mahaur (1977).
- ↑ "NAUJAWAN BHARAT SABHA & HSRA" (PDF).
- ↑ Mahaur (1977), p. 89
- ↑ Mahaur (1977), p. 65
- ↑ Mahaur (1977), p. 64
- ↑ "Revolutionaries' hideout at Ferozepur declared protected, Punjab govt tells HC". The Times of India. મેળવેલ 2018-08-23.
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Amstutz, Andrew. "Review essay: Alternative histories of revolutionaries in modern South Asia: context, chronology, and archives." India Review 18.3 (2019): 324–342.
- Bowden, Brett; Davis, Michael. T (2009), Terror: From Tyrannicide to Terrorism, Australia: Univ. of Queensland Press, ISBN 0-7022-3599-7, https://books.google.com/books?id=dZjj87U6v9AC