અરણીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મગફળી, ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો, લસણ તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

અરણીયાળા
—  ગામ  —
અરણીયાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°25′02″N 70°13′44″E / 21.417116°N 70.228887°E / 21.417116; 70.228887
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, અરણીયાળા છે.

આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.

વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. "તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-22.