અરોડા (તા. ઇડર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અરોડા (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. અરોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અરોડા
—  ગામ  —
અરોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E / 23.833333; 73
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો ઇડર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

અરોડા ગામની આજુબાજુ જાદર, લાલપુર, હરિપુરા, દાવડ વગેરે ગામો આવેલાં છે. ગામમાં તળાવ આવેલું છે, જે ગામને બે ભાગોમાં વિભાજીત કરે છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

ગામમાં અત્યંત પ્રાચીન એવું રામજી મંદિર આવેલું છે. તેમજ સ્વામિનારાયણ મંદિર, મહાદેવજીનું મંદિર તેમજ બળિયાદેવનું મંદિર પણ આવેલું છે. શીતળા માતાજીનું મંદિર તળાવની બાજુમાં આવેલું છે.