આણંદપુર (ભાડલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આણંદપુર (ભાડલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ચોટીલાથી આશરે ૧૫ માઇલના અંતરે આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આણંદપુર
—  ગામ  —
આણંદપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E / 22.423611; 71.195
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચોટીલા
વસ્તી ૨,૪૨૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
 
અંતેશ્વર મહાદેવનું મંદિર

જૂના સમયમાં આ ગામ અણહિલવાડ પાટણના રાજાઓનું થાણું હતું અને અહીં આવેલું મંદિર સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું હોવાનું કહેવાય છે પરંતુ બારોટો તેને રાજા અનંત ચુડાસમા દ્વારા બંધાવેલ કહે છે. બારોટો અનુસાર તેની સ્થાપના ૧૦૬૮ (સવંત ૧૧૨૪)માં ચુડાસમા આનંદ અથવા અનંત દ્વારા થઇ હતી જેણે મોટું શિવ મંદિર બંધાવેલ છે. આ મંદિરને અનંતેશ્વર અને હવે અપભ્રંશ થઇને અંતેશ્વર મહાદેવનું મંદિર કહે છે. આણંદપુર ૧૨૬૪ (સવંત ૧૩૨૦)માં ઉજ્જડ બન્યું. ૧૬૦૮માં કાઠીઓ દ્વારા તેને ફરી વસાવવામાં આવ્યું.[] ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે મંદિરના ઓરડાઓ છુપાવવાનું સ્થાન બન્યા હતાં. તેઓ હવે બ્રહ્મચારી નિવાસ કહેવાય છે. કાઠીઓ દ્વારા ૧૮૫૭માં મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[]

આણંદપુર થાંગા પર્વતમાળામાં આવેલું છે, જેમાંના કેટલાંક પર્વતોની ઉંચાઇ હજાર ફીટ કરતાં વધુ છે. આ ટેકરીઓમાં શ્રાવણ વદમાં (જુલાઇ-ઓગસ્ટ)માં મેળો ભરાય છે. આણંદપુરની આજુ-બાજુના ઘોડાઓ પ્રખ્યાત છે. આણંદપુરના ખાચર કાઠીઓ ચોટીલા રાજવંશની શાખાના છે, જેમણે બ્રિટિશ શાસન દરમિયાન આ ગામ મેળવ્યું અને તે ચોટીલાનું અલગ ખંડણી ભરતું થાણું હતું.[]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૬૭-૩૬૮.
  2. "Anateshwar Mahadev - (Anandpur-Bhalada)". Tarnetar. મૂળ માંથી 2016-05-05 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૬.

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૬૭-૩૬૮.