ઇખર
ઇખર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ તાલુકાનું ગામ છે. ઇખર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ગામમાં પાણીની ટાંકી, મસ્જીદ, રમતગમતનું મેદાન, કબ્રસ્તાન જેવી સવલતો ગામલોકોના સહકારથી ઊભી કરવામાં આવી છે.
ઇખર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°59′28″N 72°52′16″E / 21.991°N 72.871°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | આમોદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતતપેદાશો | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
ભૂગોળ
ફેરફાર કરોઆ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા પાલેજથી આમોદ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું વિકસતું ગામ છે. આ ગામની આસપાસ દાંદા, માતર, સરભોણ જેવાં ગામો આવેલાં છે.
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરોભારત દેશની એકદિવસીય તેમજ ટેસ્ટ ક્રિકેટના ઝડપી બોલર મુનાફ પટેલ આ ગામના વતની છે,[૧] જેઓએ માત્ર ગામમાં જ ક્રિકેટનાં વિવિધ પાસાંની તાલીમ લઇ ભારત દેશની અગ્રિમ હરોળના રમતવીર બન્યા હતા.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઇખરમાં ક્રિકેટ મેદાન". ૧૫ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "વર્લ્ડકપની ટીમનો હીરો આજે બન્યો ગુમનામ, મજૂરી કરીને ગુજારતો દિવસો". ૧૩ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |