કુકડા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કુકડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. કુકડા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં મોટા ભાગની વસ્તી આદિવાસીઓની છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે.
કુકડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
બોલી | ગામીત,કુકણા, ધોડીયા |
કુકડા ગામ પાસેથી કોસખાડી નદી વહે છે. આ ગામ ભિનારથી પૂર્વ દિશામાં ૪ કિમીના અંતરે તેમ જ મોટી ભમતીથી ઉત્તર દિશામાં પ કિમીના અંતરે આવેલું છે. અહીંથી પાકા સડક માર્ગ દ્વારા ઉનાઇ, ભિનાર, તાલુકામથક વાંસદા, કુરેલિયા તેમ જ સરા ગામ પણ જઇ શકાય છે. અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |