ખાંભડા (તા. બરવાળા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખાંભડા (તા. બરવાળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે.[] ખાંભડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[] આ ગામ ખાસ માવાના પેંડાની બનાવટ માટે વિશ્વ વિખ્યાત છે.અને સ્વામિનારાયણ ભગવાને સારંગપુરનું 10મુ વચનામૃત પણ લખીને આ ગામને પાવન કરેલ છે.

ખાંભડા
—  ગામ  —
ખાંભડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°09′48″N 71°48′07″E / 22.163242°N 71.802049°E / 22.163242; 71.802049
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો બરવાળા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન,પેંડાની બનાવટ
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી,તલ,ચણા,જીરું
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

ગામની આશરે ૩૫% વસ્તી સુરત ખાતે રહે છે. જે મુખ્યત્વે હીરા ઉદ્યોગ, બાંધકામ, ટેક્સટાઇલ અને અન્ય ધંધાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.[સંદર્ભ આપો] આ ગામ ખાસ માવાના પેંડાની બનાવટ માટે વિશ્વ વિખ્યાત છે.અને સ્વામિનારાયણ ભગવાને સારંગપુરનું 10મુ વચનામૃત પણ લખીને આ ગામને પાવન કરેલ છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

ગામમાં પિપરેશ્વર મહાદેવ મંદિર,બીએપીએસ સ્વામીનારાયણ મંદિર,વડતાલ ના તાબા હેઠળનું સ્વામિનારાયણ મંદિર, ખોડિયાર મંદિર,પાતાલિયા હનુમાનજીનું મંદિર, અક્ષર પુરુષોત્તમ સરોવર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે.આ ઉપરાંત ઉતાવળી નદી પર મોટો બંધ બનાવવામાં આવેલ છે જેનું નામ યજ્ઞપુરુષ સરોવર છે.

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Villages & vachnamrut, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-07-02 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન