જાન્યુઆરી ૧૫
તારીખ
૧૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૫૫૯ – એલિઝાબેથ પ્રથમની લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં ઈંગ્લેન્ડના મહારાણી તરીકે તાજપોશી કરવામાં આવી.
- ૧૮૯૨ – જેમ્સ નાઇસ્મિથે બાસ્કેટબોલના નિયમો પ્રકાશિત કર્યા.
- ૨૦૦૧ – વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયાની શરૂઆત કરવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૧ – બાબાસાહેબ ભોસલે, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૭)
- ૧૯૨૯ – માર્ટિન લ્યૂથર કિંગ, અમેરિકન સામાજીક કાર્યકર અને ચળવળકાર (અ. ૧૯૬૮)
- ૧૯૩૪ – વી. એસ. રમાદેવી, ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, કર્ણાટકના ૧૩મા રાજ્યપાલ (અ. ૨૦૧૩)
- ૧૯૩૮ – ચુની ગોસ્વામી, ભારતીય ફૂટબોલર અને ક્રિકેટર (અ. ૨૦૨૦)
- ૧૯૫૬ – માયાવતી, ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના ૨૩મા મુખ્યમંત્રી
- ૧૯૮૮ – સ્ક્રિલ્લેક્સ, અમેરિકી સંગીતકાર, ગાયક અને ગીતકાર
અવસાન
ફેરફાર કરો- ૧૯૯૪ – હરિલાલ ઉપાધ્યાય, ભારતીય લેખક, કવિ અને જ્યોતિષી (જ. ૧૯૧૬)
- ૧૯૯૮ – ગુલઝારીલાલ નંદા, ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી, ભારતના વડા પ્રધાન (જ. ૧૮૯૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- ભારતીય સેના દિવસ
- વાસી ઉતરાણ : ગુજરાત રાજ્યનાં મહત્વનાં શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, આણંદ, નડીઆદ, અંકલેશ્વર વગેરે સ્થળોના લોકો ઉત્તરાયણ પછી આવતા આ દિવસને પતંગ ચગાવી વાસી ઉતરાણ તરીકે મનાવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |