જામ રાવલ લાખ (૧૪૮૦-૧૫૬૨), જાડેજા રાજપૂત શાસક હતા, જેમણે કચ્છ રાજ્ય પર ૧૫૨૪-૧૫૪૮ સુધી શાસન કર્યું હતું અને બાદમાં ૧૫૪૦ થી ૧૫૬૨ સુધી નવાનગર રાજ્યના સ્થાપક-શાસક હતા. [૧]

જામ રાવલની અશ્વારોહણ મૂર્તિ

કચ્છના શાસક ફેરફાર કરો

જામ રાવલ કચ્છની તેરા શાખાના પ્રમુખ જામ લાખોજીનો પુત્ર હતા, જે લાખીયાવીરાની મોટી શાખાથી નાની હતી, જેનો શાસક જામ હમીરજી હતો. એવું માનવામાં આવે છે કે જામ રાવલે તેના પિતા જામ લાખોજીની હત્યાનું કારણ હમીરજીને ગણાવ્યું હતું, કેમ કે તે હમીરજીની ઉશ્કેરણીથી તામચી દેડા દ્વારા લાખીયાવીરાના પ્રદેશની અંદર હત્યા કરાઈ હતી. [૨] જામ રાવલે બદલો લેવા લાખીયાવીરાના તેના પિતાના મોટા ભાઈ રાવ હમીરજીની વિશ્વાસઘાતથી હત્યા કરી અને કચ્છ પર ૧૫૨૪ થી ૧૫૪૮ સુધી બે દાયકાથી વધુ શાસન કર્યું. [૩]

ખેંગારજી પ્રથમ, જે હમીરજીનો પુત્ર હતો, હત્યાકાંડમાંથી ભાગી ગયો અને અમદાવાદમાં ઉછર્યા હતો . તેણે મહેમૂદ બેગડાની સેનામાં પ્રવેશ મેળવ્યો હતો અને તેનો વિશ્વાસપાત્ર બન્યો હતો. ૧૫૩૮માં સુલતાન બેગડા દ્વારા મોરબીની જાગીર ખેંગારજી પહેલાને અપાઈ, પછી મુઘલો અને બેગડાના સૈન્યની મદદથી, કચ્છની ગાદી પાછી મેળવવા માટે જામ રાવલ સામે યુદ્ધ કર્યું. ખેંગારજી પ્રથમ, લગભગ અગિયાર વર્ષના યુદ્ધ પછી, ૧૫૪૮માં તેમની પાસેથી આખું કચ્છ ફરીથી મેળવ્યું. [૩]

નવાનગરની સ્થાપના ફેરફાર કરો

જામ રાવલ કચ્છની બહાર છટકી ગયો, કહેવાય છે કે તેમને આશાપુરા માતાએ સ્વપ્નમાં સલાહ આપી અને પછી તેમણે નવાનગરની સ્થાપના કરી. [૨] તે સૌરાષ્ટ્રના હાલાર વિસ્તારમાં તેના રસાલા તેના પરિવાર અને તેમના વફાદાર સૈનિકો સાથે પહોંચ્યો. સંખ્યાબંધ સ્થાનિક આદિજાતિઓ અને પ્રજાતિઓ સાથેની અનેક લડાઇઓ પછી, દેદા પાસેથી જોડિયા અને આમરણ પરગણા, ચાવડાઓ પાસેથી ધ્રોલ, જેઠવા પાસેથી નાગનાથ બંદર, અને વાઘેલા પાસેથી ખંભાળિયાપર વિજય મેળવ્યો. તેણે સુરત પર પણ આક્રમણ કર્યું. આમ, તેમણે નવાનગર નવા રાજ્યની સ્થાપના કરી અને તેની રાજધાની જામનગરનો પાયો નાખ્યો, જે અગાઉ ઓગસ્ટ ૧૫૪૦માં બંદર શહેર 'નાગનાથ' તરીકે જાણીતું હતું [૪] અને નવાનગરના જામ સાહેંબનું બિરુદ મેળવ્યું. નવાનગર રજવાડું તેના પ્રદેશોને વિસ્તૃત કરવા માટે તેના પાડોશીઓ સાથે સ્થાપના થઇ ત્યારથી સતત યુદ્ધની સ્થિતિમાં હતું. [૫]

કુટુંબ ફેરફાર કરો

તેની અનેક પત્નીઓ હતી. પરંતુ તેના ચારેય પુત્રો તેમની મુખ્ય પત્ની મહારાણીના હતા, જે સોઢા રાજપૂત પરિવારની હતી.

મૃત્યુ ફેરફાર કરો

જામ રાવલનું ૧૫૬૨માં અવસાન થયું. તેમનો ત્રીજો પુત્ર જામ વિભોજી રાવલજી, તેમના મ્રત્યુ પચ્ચી નવાનગરની ગાદી પર આવ્યો. [૬]

જામ રાવલના વંશજો ફેરફાર કરો

પાછળથી તેમના વંશજોએ રાજકોટ, ગોંડલ અને ધ્રોલ રાજ્યની રચના કરી. [૩] [૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jamnagar". Jamnagar. મેળવેલ 18 June 2020.
  2. ૨.૦ ૨.૧ The Land of 'Ranji' and 'Duleep', by Charles A. Kincaid by Charles Augustus Kincaid. William Blackwood & Sons, Limited. 1931. પૃષ્ઠ 11–15.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ The Paramount Power and the Princely States of India, 1858-1881 - Page 287
  4. District Jamnagar, Government of Gujarat https://jamnagar.nic.in/
  5. Gazetteers: Rajkot District - Page 32
  6. "Raval Pin Code | Postal Code (Zip Code) of Raval, Jamnagar, Gujarat, India". www.indiatvnews.com. મેળવેલ 2020-09-18.
  7. Gujarat State Gazetteers: Panchmahals - Page 614 Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch. Hardholji helped Jam Raval conquer Halar and enabled him to found the Nawanagar..