જૂન ૨૮
તારીખ
૨૮ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૬ દિવસ બાકી રહે છે.
આ તારીખ, વર્ષની એકમાત્ર એવી તારીખ છે જેમાં મહિનો અને દિવસ બંન્ને અલગ અલગ પૂર્ણ સંખ્યા (Perfect number) હોય (૨૮ અને ૬). જૂન ૬ અન્ય એવી એકમાત્ર તારીખ છે જેમાં મહિનો અને દિવસ બંન્ને એકજ પૂર્ણ સંખ્યા હોય છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૮ – બોક્સર ડિક ટર્પિને બર્મિંગહામના વિલા પાર્કમાં વિન્સ હોકિન્સને હરાવીને આધુનિક યુગમાં પ્રથમ અશ્વેત બ્રિટિશ બોક્સિંગ ચેમ્પિયન બન્યો.
- ૧૯૮૭ - લશ્કરી ઇતિહાસમાં પહેલી વાર, ઇરાકી યુદ્ધ વિમાનોએ ઇરાનના સરદશ્ત શહેર પર બોમ્બમારો કર્યો ત્યારે રાસાયણિક હુમલા માટે નાગરિક વસ્તીને નિશાન બનાવવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૬૫૩ – મુહમ્મદ આઝમ શાહ, છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબનો મોટો પુત્ર અને મુઘલ સમ્રાટ (અ. ૧૭૦૭)
- ૧૭૧૨ – જિન-જાક રુસો, ૧૮મી સદીના યુરોપના એક સ્વિસ ચિંતક અને લેખક (અ. ૧૭૭૮)
- ૧૮૮૩ – શિવ પ્રસાદ ગુપ્ત, ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સ્થાપક (અ. ૧૯૪૪)
- ૧૯૨૧ – પી.વી. નરસિંહ રાવ, ભારતના નવમા વડાપ્રધાન (અ. ૨૦૦૪)
- ૧૯૪૦ – મુહમ્મદ યુનુસ, (Muhammad Yunus) બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી અને શૈક્ષણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા
અવસાન
ફેરફાર કરો- ૧૯૨૩ – જમશેદજી ફ્રામજી મદન, ભારતમાં ફિલ્મનિર્માણના પ્રણેતા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ફિલ્મના નિર્માતા (જ. ૧૮૫૭)
- ૧૯૬૭ – મહેંદી નવાઝ જંગ, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ (જ. ૧૮૯૪)
- ૧૯૯૯ – પદ્મપાણી આચાર્ય, ભારતીય ભૂમિસેનાના મહાવીર ચક્ર વિજેતા અધિકારી (જ. ૧૯૬૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર June 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.