દેલવાડા (તા. ઉના)
દેલવાડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
દેલવાડા (તા. ઉના) | |||||||
— ગામ — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°46′32″N 71°02′09″E / 20.7756133°N 71.0357042°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | જુનાગઢ | ||||||
તાલુકો | ઉના | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
દેલવાડા તાલુકામથક ઉનાથી ૫ કિ.મી. અને દીવથી ૮ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામની નજીકમાં ગુપ્તપ્રયાગ મંદિર [૨], શ્યામકુંડ અને મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકીની ૬૭મી બેઠક જેવા વિશેષ દેવસ્થાનો આવેલાં છે.
ભૂગોળ
ફેરફાર કરોદેલવાડા મચ્છુન્દ્રી નદીના કાંઠે ઉનાથી ૫ કિમી અને દીવથી ૮ કિમીના અંતરે આવેલું છે. સમુદ્ર નજીક હોવાથી હવામાન અત્યંત ભેજવાળું રહે છે.
પરિવહન
ફેરફાર કરોદેલવાડામાં રેલ્વે સ્ટેશન આવેલું છે, જે વેરાવળ અને જુનાગઢ તેમજ અન્ય શહેરો સાથે જોડાયેલું છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "તાલુકા વિષે | ઉના તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો". girsomnathdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "મેઘકહેર:દેલવાડા નજીકનાં ગુપ્ત પ્રયાગ મંદિરમાં પાણી ઘુસ્યા". www.divyabhaskar.co.in. ૨૦૨૦. મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૨૩.
- ↑ "DVA/Delvada". India Rail Info.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |