પિનકોડ
પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર અથવા ટપાલ સૂચક સંખ્યા (સંક્ષેપ: PIN) એ એક પદ્ધતિ છે, જેના દ્વારા વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. આ વિશિષ્ટ સંખ્યા એ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે કે તમામ પ્રકારની ટપાલ વસ્તુઓ યોગ્ય ગંતવ્ય સુધી પહોંચે છે. ભારતમાં પિન કોડ ૬ અંકનો બનેલો છે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. PIN પદ્ધતિ ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ ના રોજ રજૂ કરવામાં આવી હતી.[૧]
પિન કોડનું માળખું
ફેરફાર કરોભારતમાં ૯-પિન ક્ષેત્રો છે. પિનકોડનો પ્રથમ અંક ભારત (દેશ) ના પ્રદેશને દર્શાવે છે. પ્રથમ ૨ અંકો એકસાથે આ પ્રદેશમાં હાજર પેટા-પ્રદેશો અથવા પોસ્ટલ વર્તુળોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ૩ અંક મળીને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે છેલ્લા ૩ અંકો ડિલિવરી પોસ્ટ ઓફિસનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડાકીય કોડ ભૌગોલિક વિસ્તાર અનુસાર ટપાલને ગોઠવવાનું ખૂબ જ સરળ બનાવે છે.
ભારતમાં ૯ પિન વિસ્તારો નીચે મુજબ છે:
ક્ર. સં. | પિન કોડ | વિસ્તારો |
---|---|---|
૧ | પિનકોડ ૧ | દિલ્હી, હરિયાણા , પંજાબ, હિમાચલ પ્રદેશ , જમ્મુ અને કાશ્મીર |
૨ | પિનકોડ ૨ | ઉત્તર પ્રદેશ , ઉત્તરાખંડ |
૩ | પિનકોડ ૩ | રાજસ્થાન, ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ |
૪ | પિનકોડ ૪ | છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા |
૫ | પિનકોડ ૫ | આંધ્ર પ્રદેશ, કર્ણાટક, યાનમ (પુડુચેરીનો જિલ્લો) |
૬ | પિનકોડ ૬ | કેરળ, તમિલનાડુ, પુડુચેરી (યાનમ જિલ્લા સિવાય), લક્ષદ્વીપ |
૭ | પિનકોડ ૭ | પશ્ચિમ બંગાળ, ઑડિશા, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ |
૮ | પિનકોડ ૮ | બિહાર, ઝારખંડ |
૯ | પિનકોડ ૯ | મિલિટરી પોસ્ટ ઓફિસ (APO) અને ફીલ્ડ પોસ્ટ ઓફિસ (FPO) |
ભારતમાં પિનકોડનું વિતરણ
ફેરફાર કરોક્ર. સં. | પિનના પ્રથમ ૨ અંકો | પોસ્ટ |
---|---|---|
૧ | ૧૧ | દિલ્હી |
૨ | ૧૨ અને ૧૩ | હરિયાણા |
૩ | ૧૪ થી ૧૬ | પંજાબ |
૪ | ૧૭ | હિમાચલ પ્રદેશ |
૫ | ૧૮ અને ૧૯ | જમ્મુ અને કાશ્મીર |
૬ | ૨૦ થી ૨૮ | ઉત્તર પ્રદેશ |
૭ | ૩૦ થી ૩૪ | રાજસ્થાન |
૮ | ૩૬ થી ૩૯ | ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી |
૯ | ૪૦ થી ૪૪ | મહારાષ્ટ્ર |
૧૦ | ૪૫ થી ૪૯ | મધ્ય પ્રદેશ |
૧૧ | ૫૦ થી ૫૩ | આંધ્ર પ્રદેશ |
૧૨ | ૫૬ થી ૫૯ | કર્ણાટક |
૧૩ | ૬૦ થી ૬૪ | તમિલનાડુ |
૧૪ | ૬૭ થી ૬૯ | કેરળ |
૧૫ | ૭૦ થી ૭૪ | પશ્ચિમ બંગાળ |
૧૬ | ૭૫ થી ૭૭ | ઑડિશા |
૧૭ | ૭૮ | આસામ |
૧૮ | ૭૯ | ઉત્તર-પૂર્વ ભારત |
૧૯ | ૮૦ થી ૮૫ | બિહાર અને ઝારખંડ |