ફુલઝર (તા. વીંછીયા)
ફુલઝર (તા. વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ ફુલઝર છે જે પંચાળના ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. ફુલઝરના ઉચ્ચ પ્રદેશ માંથી સૌરાષ્ટ્રની મહત્વની નદી ઘેલાનું ઉદગમ સ્થાન છે. જ્યાંથી ઘેલા નદીની શરૂઆત થાય છે. ફુલઝર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઉપરાંતમાં ઉમેરતા ફુલઝરગામને એક મોટુ જંગલ મળેલુ છે જેનુ નામ ઉમટ વિડી છે. જેમાં જંગલીપ્રાણીઓ જેવાકે નિલગાય,શીયાળ,નાર,ઝરખ,હરણ,જંગલીભુંડ,જંગલીબીલાડી,તેમજ અનેક પ્રકારના પક્ષીઓ છે. આ ઉમટ જંગલમાં ઘણા પ્રકારના ઔષધીના વૃક્ષો આવેલા છે. ગામની વસ્તી અંદાજે સાડાત્રણેક હજારની છે. ગામમાં ગાય, ભેસ, ઘેટા, બકરા જેવા દુધાળા પશુઓનું પ્રમાણ ખુબજ વધારે છે જેથી ગામની અંદર સહકારી બે ડેરીઓ આવેલી છે. તેમજ બિન સહકારી ડેરી એક આવેલી છે.
ફુલઝર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | વીંછીયા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |