બગવાડા (તા. પારડી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બગવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક ગામ છે. તાલુકામથક પારડીથી ૯ કિલોમીટર જેટલા અંતરે આવેલા બગવાડા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

બગવાડા
—  ગામ  —
બગવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°25′58″N 72°54′51″E / 20.432741°N 72.914141°E / 20.432741; 72.914141
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો પારડી તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી

આ ગામ રેલ્વે લાઈનને સમાંતર વસેલું છે. અહીં જૈનોનું એક સુંદર દેરાસર અને ધર્મશાળા આવેલી છે.

આ ગામમાં અંબા માતાજીનું પેશ્વાઇ જમાનાનું મંદિર તથા કિલ્લો આવેલ છે. જે અર્જુનગઢ ડુંગર ના નામે ઓળખાય છે, જ્યાં માં મહાલક્ષ્મી નું મંદિર આવેલ છે. [૧] તથા કોલક નદી ના કિનારા પાસે પુરાણ કાળનું શિવમંદિર પણ આવેલું છે. આ ઉપરાંત અહીં જૈન દેરાસર આવેલું છે જે નવપરગણાનું એકમ છે.

બગવાડા ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Bagwada". Department of Panchayati Raj-GUJARAT / VALSAD / PARDI. મેળવેલ ૧૯ જુલાઈ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
પારડી તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન