બાલંભા (તા. જોડિયા)
બાલંભા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. બાલંભા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, અડદ, અજમો, ઈસબગુલ , જાર , મકાઈ , રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક (Bank of Baroda, Jamnagar District co operative Bank), સહકારી મંડળી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
બાલંભા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°44′13″N 70°25′33″E / 22.7368838°N 70.4258823°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | જામનગર | ||||||
તાલુકો | જોડિયા | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 5 metres (16 ft) | ||||||
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધની ડેરી, પશુ દવાખાનુ, પોલીસ સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ, સહકારી મંડળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર | ||||||
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||||
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી | ||||||
કોડ
|
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપ પછી ગામના લોકો મુખ્યત્વે બાલંભા જુના ગામ, શાંતિનગર અને બીણાધાર એમ ત્રણ જગ્યાએ વસવાટ કરે છે.
ભૂગોળ
ફેરફાર કરોબાલંભાથી તાલુકાનું મુખ્ય મથક જોડિયા ૨૦ કિમી અને જામનગર શહેર ૬૦ કિમીના અંતરે આવેલા છે. ગામથી ૧ કિમીના અંતરે આજી નદી ના ગડબાના વહેણ પર ડાઢિઆરી બંધ આવેલો છે. આ ઉપરાંત આજી નદીના કાંઠે બંધ બાંધવામા આવેલ છે. ત્યાં આવેલા શ્રી કાંબય માતાજીના મંદિરની બાજુમાંથી આજી નદીમાંથી કપુરીયો વોંકળો નીકળે છે, જે બાલંભા ગામની બાજુમાંથી પસાર થઇને દરિયામાં ભળી જાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોબાલંભામાં આંતરિક કિલ્લેબંધી અત્યંત મજબૂત છે. તારીખ-એ-સોરઠ માં એવું કહેવાયું છે કે ૧૭૧૪માં કચ્છ રજવાડાના રાવ દેશલજી પ્રથમના રણછોડજી દિવાન દ્વારા આ બાંધકામ કરાયું હતું. જોકે આ બાંધકામ મેરામણ ખવાસે કરાયું હોવાનું પ્રચલિત છે. કદાચ તે રાવ દ્વારા પ્રથમ ૧૭૧૪માં બંધાયું અને પછીથી ૧૭૮૪માં મેરામણ ખવાસ દ્વારા મજબૂત કરાયું હોઇ શકે છે.[૧]
રાજકોટમાંથી પસાર થતી આજી નદી બાલંભાથી ૬ માઇલના અંતરે કચ્છના નાના રણમાં ભળી જાય છે. બાલંભામાં બિના નામની ટેકરી આવેલી છે જ્યાં પાણીનાં ઝરો આવેલો છે, જેને નવઘણ કુઇ કહે છે. એવું કહેવામાં આવે છે જેસલનો બદલો લેવા કચ્છ જવા નીકળેલ જુનાગઢનો રા નવઘણ અહીં રોકાયો હતો અને તે અને તેના માણસો તરસ્યા હતા. તેણે તેની કુળદેવીની પૂજા કરી હતી અને અને કુળદેવીએ તેને ટેકરીમાં ભાલો મારવાનું જણાવ્યું હતું. રા નવઘણે તેમ કરતાં પાણી નીકળ્યું અને તેની અને તેની સેનાની તરસ છીપાઇ હતી.[૧]
૧૮૮૧માં આવેલા વાવાઝોડાં સમયે બાલંભા તેના કેન્દ્રમાં હતું અને ૪૫ ઇંચ વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો હતો અને હજારો ઘરોનો નાશ થયો હતો. એવું કહેવાય છે કે ગામમાં માત્ર ૪૦ ઘર જ બચ્યા હતા. મોટાભાગનું નુકશાન આવેલાં તોફાનને કારણે થયું હતું અને ઘણું ખરું પશુધન નાશ પામ્યું હતું.[૧]
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપના કારણે ગામના મોટા ભાગ ના ઘરોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૬-૩૭૭.
આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૬-૩૭૭. માંથી લખાણના અંશો ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |