રાયકા (તા. વડોદરા)
રાયકા (તા.વડોદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે. રાયકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં હાલમા હાઇસ્કુલ છે.
રાયકા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′26″N 73°10′52″E / 22.30731°N 73.181098°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | વડોદરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી |
ઇતિહાસ
ફેરફાર કરોબિન-સલામી રજવાડું રાયકા એ ત્રણ "દોરકા રજવાડાં" (રેવા કાંઠા એજન્સી સંસ્થાન હેઠળનાં પાંડુ મેહવાસનાં ભાગરૂપ) માંનું મોટું રજવાડું હતું, અન્ય બે માં એક દોરકા સ્વયં અને બીજું અનગઢ હતું. ૩ ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતું આ રજવાડું રજપૂત મુખી દ્વારા શાસિત હતું અને સન. ૧૯૦૧માં તેની વસતી ૪૭૪ હતી. તેની વાર્ષિક મહેસુલી આવક ૩,૬૦૯ રૂ. (૧૯૦૩-૪; લગભગ બધી જ જમીનની આવક હતી) હતી જેમાંથી ૪૪૩ રૂ. વડોદરા રાજ્યના ગાયકવાડને નજરાણારૂપે અપાતી હતી.
સ્રોત અને બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |