લોદરા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
લોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. લોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, વરિયાળી, જીરૂ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પી.ટી.સી. અને બી.એડ. કોલેજ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
લોદરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગાંધીનગર |
તાલુકો | માણસા |
વસ્તી | ૭,૭૨૩[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
આ ગામમાં અગિયાર જેટલાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું બાલા હનુમાન મંદિર પ્રસિદ્ધ છે. નજીકમાં આર્યુવેદિક દવાખાનું અને કોલેજ આવેલાં છે.[૨] આ ઉપરાંત અહીંનું દુધેશ્વર તળાવ સરદાર સરોવરની યોજનાને કારણે નર્મદા નદીના પાણીથી ભરેલું રહે છે અને જોવાલાયક સ્થળ છે. ગામમાં અભિનંદનસ્વામી જૈન મંદિર આવેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Lodra Village Population, Caste - Mansa Gandhinagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-20.
- ↑ "માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી બાલા હનુમાન મંદિરના આજે શનિવારના રોજ દિવ્ય દર્શન | online gujarat news" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-30.
- ↑ "ખમણે લોદરા ગામને નવી ઓળખ આપી:'પભલીના ખમણ'થી સફરની શરૂઆત કરનાર 'હસમુખના ખમણ'ની રેસીપી હજુ ફેમીલીમાં જ અકબંધ". દિવ્ય ભાસ્કર. 2022-04-01.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |