વણારસી
વણારસી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. વણારસી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ ચિખલી-વાંસદા રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪ ઉપર આવેલા મોટી વાલઝર ગામથી દક્ષિણ દિશામાં લિમઝર જતા માર્ગ પર આવેલું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ આશરે ૨૦૦૦ ઉપરાંતની વસ્તી ધરાવતા આ ગામમાં આજે પણ એસ.ટી. બસની સુવિધા નથી. વાંસદા શહેર સુધી જવા માટે આજે પણ લોકોએ પબ્લિક ટ્રાંસપોર્ટ નો ઉપયોગ કરવો પડે છે. ઉપસળ અને દુબળફળીયા વણારસીનાં પાડોશમાં આવેલાં ગામો છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામની વસ્તી લગભગ ૧૦૦ ટકા આદિવાસીઓની છે, અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી અને નાયકા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. આ ગામમાં એક ઘણુંજ વિશાળ રમત માટેનું મેદાન આવેલ છે જેનું નામ ઇન્દ્રધનુષ સ્ટેડિયમ છે. જેમાં દર વર્ષે દિવાળીના દિવસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે લગભગ આખા વાંસદા તાલુકામાંથી અને અન્ય આજુબાજુના તાલુકામાંથી રમતવીરો એમાં ભાગલેવા આવી પહોંચે છે.
વણારસી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી |
બોલી | કુકણા, ધોડીયા, નાયકા |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |