વેડચ (તા.જંબુસર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વેડચ (તા.જંબુસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે. વેડચ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વેડચ
—  ગામ  —
વેડચનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′N 72°48′E / 22.05°N 72.8°E / 22.05; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો જંબુસર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

વેડચ ગામની પૂર્વ દિશામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અને ઉત્તર દિશામાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની સરહદ આવેલી છે. આ ગામ મહીસાગર નદીના તટે આવેલું ગામ છે.

ગામની કુલ જમીન ૮૮૫૨ એકર ૯ ગૂંઠા છે. તેમાં ખેડવા લાયક જમીન ૨૮૨૪ એકર ૨૪ ગૂંઠા છે. ઢોર ચરણની જમીન ૩૫૧ એકર ૨૫ ગૂંઠા છે. મહિસાગરનું ભાઠું ૧૯૪૦ હેક્ટર અને આંટો ૩૬ એકર કહેવાય છે.

વેડચ ગામની સ્થાપના સંવત ૫૪૫માં થઈ હતી. જેના મૂળ વતનીઓ શીહોરા લાડ વાણીયા અને ગોહિલ રજપૂતો હતા. ત્યારબાદ સવંત ૧૩૨૫માં જાદવ અને રાઠોડ રજપૂતોનો વસવાટ થયેલો. વેડચ ગામ મોટી પાટી અને નાની પાટી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. ધર્મશાળાની દક્ષિણ તરફના ભાગને નાની પાટી અને ઉત્તર તરફના ભાગને મોટી પાટી કહેવામાં આવે છે. વેડચ ગામની મોટી પાટીની વસ્તી પાંચ ભાઈઓના વંશવેલાની છે. અનુક્રમે ભીમો, જામો, તલસી, જેતો અને સુલતાન એમ પાંચ ભાઈઓનો પરિવાર ગણાય છે. તેમનું ગોત્ર અત્રિ મુનિ છે. આ પાંચ ભાઈનો વડવો સંવત ૧૦૪૧ માં ચાંપાનેરથી ગેમલસંગ મુ. પાટોદ, તા. પાદરા મુકામે આવ્યા હતા. હાલમાં ત્યાં તેમનો કૂવો પણ છે. તેઓ પાટોદથી અનગઢ ગામે ગયા. તેમની ચોથી પેઢીએ જશવંત અને કાશીજી સારોલ મુકામે આવ્યા. તેમાં જશવંત સારોલ રહ્યા અને કાશીજી વેડચ મુકામે આવ્યા અને ત્યારબાદ દશમી પેઢીએ આ પાંચ ભાઈઓથી ગામની વસ્તીમાં વૃદ્ધિ થઈ.[સંદર્ભ આપો]

યાદવોની ૨૧ શાખા છે. ખેડીયા, ખેડ, ખુમાન, મહેરા, કાછેલ, ખાચર, અરૂખોરી, સાંધલા, જાડેજા, સરવૈયા, માડોચ, કાઢી, દેવગઢ, ગુડાસમા, અરુહંસલા, શંખેશ્વર, અહેરીયા, પઢિયાર, અરબ, અહકર અને ઊન છે. આમાં હરજી, ભીમજી, તેલજી, ચતુરજી અને મેઘજી એમ પાંચ ભાઈઓનો પરિવાર વધતાં વસ્તીની વૃદ્ધિ થઈ અને મેઘજીના ૬૦, આહજીના ૪૦૦, ચતુરજીના ૧૮, તેલજીના ૬૦ અને ભીમજીના ૨૦ ઘરોનો પરિવાર થયો. જેમાંથી વૃદ્ધિ થતાં આજના સંદર્ભમાં બમણા કે તેથી પણ વધુ ઘરોનો કુટુંબ કબીલો થઈ ગયો.[સંદર્ભ આપો]

આઝાદીની લડતના સમયનો ઇતિહાસ

ફેરફાર કરો

આ ગામ આઝાદી માટેની ચળવળ વખતે ઇ.સ. ૧૯૩૦માં માર્ચ ૨૧ના રોજ મહાત્મા ગાંધીજી પધારેલા અને આ ગામના આગેવાનોએ તથા પ્રજાજનોએ આઝાદીની લડતમાં ભાગ લઈ શૂરાતન દાખવેલું. મીઠાના સત્યાગ્રહ વખતે ચંદ્રશંકર ભટ્ટ, વાડીલાલ લલ્લુભાઈ મહેતા (અમદાવાદ) તથા ગામના આગેવાનોના સહયોગથી લોકો ભાઠામાં મીઠું લૂંટવા ગયેલા અને અંગ્રેજ સરકારના કાયદાનો ભંગ કરેલો. આ સત્યાગ્રહ વખતે ગામની કેટલીક વ્યક્તિઓએ જેલ પણ ભોગવેલી. તેમાં જીવાભાઈ રણછોડભાઈ જાદવ તથા શંકરભાઈ ઝીણાભાઈ જાદવે જેલ ાભોગવેલી. તેઓને સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન પણ મળતું હતું.

આ ગામની પ્રજા ઘણી જ લડાયક અને શૂરાતન વાળી હોવાથી તેમના પર જોર-જુલમ કરી કાબુમાં રાખવા ઈ.સ. ૧૯૩૬માં અંગ્રેજ સરકારે પોલિસ સ્ટેશનની સ્થાપના કરી. ત્યારબાદ તાલુકાના કેટલાક શૂરાઓએ વેડચ ગામનું પોલિસ સ્ટેશન લૂટ્યું હતું અને તેમાંથી બંદૂકો લઈને ભાગી ગયેલા. તેમાં મુખ્ય (૧) રાયસંગ ડાભઈબાવ્- બોજાદ્રા (૨) લલ્લુભાઈ બાદશાહ-ઉબેર (૩) મેઘજી-(મૂળ કાઠિયાવાડ ના પણ અણખી રહેતા હતા) (૪) વાઘેલા-(જાશપુર) હતા. તેમણે અંગ્રેજ પોલીસની નાકકટ્ટી કરી હતી. ત્યારબાદ સ્વરાજ્યની લડત વખતે ગાંધીજી અમદાવાદ આશ્રમમાંથી દાંડીયાત્રા માટે કેટલાક સત્યાગ્રહીઓની ટોળી સાથે પગપાળા નીકળેલા ત્યારે તેઓ ૨૧મી માર્ચે ૧૯૩૦માં વેડચ ગામમાં પધારેલા અને મોટા આંબાવાડિયામાં ગામલોકો સાથે બેઠક યોજેલી.