વેડછી
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
વેડછી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. વેડછી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. અહીં શેરડી, ડાંગર, કેળાં તેમ જ અન્ય શાકભાજીની ખેતી થાય છે.
વેડછી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°02′57″N 73°15′37″E / 21.049117°N 73.260319°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | વાલોડ |
વસ્તી | ૧૬,૦૭૫[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, શેરડી, કેરી, પપૈયાં, કેળાં, શાકભાજી |
વેડછી ગામ નારાયણ દેસાઈના ગાંધીવાદી પ્રવૃત્તિથી જાણીતા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય માટે દેશભરમાં જાણીતું છે.[૨] અહીં સ્નાતક સુધીનો અભ્યાસ કરી શકાય છે. અહિં જુગતરામ દવેએ સ્થાપેલી ગાંધી વિદ્યાપીઠ પણ આવેલી છે જે આદિવાસી બાળાકોને શિક્ષણ પૂરું પાડતી બુનિયાદી નિવાસીશાળા છે અને ગાંધીવિચારસરણી પર આધારીત છે.[૩]
આ પણ જુઓ
ફેરફાર કરો- જુગતરામ દવે - વેડછીનો વડલો તરીકે જાણીતા ગાંધીવાદી નેતા, ગુજરાતી લોકનાટ્યકાર અને કવિ.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Valod Village Population, Caste - Valod Tapi, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-28.
- ↑ "જાણીતા ગાંધીવાદી નારાયણ દેસાઈનું અવસાન". ૧૬ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬.
- ↑ "ગાંધી વિદ્યાપીઠ, વેડછી". ગુજરાતી વિશ્વકોશ. જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૨૨.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |