વટામણ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વટામણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ છે. વટામણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં શ્રી મદ્લઘુરાજ માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક, પેટ્રોલ પંપ તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વટામણ
—  ગામ  —
વટામણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°31′37″N 72°24′58″E / 22.526987°N 72.416146°E / 22.526987; 72.416146
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધોળકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

આ ગામ વાસદથી બગોદરા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. અહીં આ માર્ગને ભાવનગરથી અમદાવાદ જતો રાજ્ય ધોરી માર્ગ મળતો હોઇ આ સ્થળ વટામણ ચોકડી તરીકે પ્રખ્યાત છે.

જૈન દેરાસર

ફેરફાર કરો

વટામણ અમદાવાદથી પ્રખ્યાત જૈન તીર્થ પાલીતાણા જવાના માર્ગ પર આવેલું હોવાથી પાલિતાણા જતા યાત્રિકો માટે સ્થળ છે. આથી અહીં જૈન દેરાસર આવેલું છે. આ દેરાસર ખાતે આદિનાથ અથવા ઋષભદેવ બિરાજમાન છે. આ દેરાસર પાલનપુર અને મુંબઇ નિવાસી અનિલાબેન અને સુરેશભાઈ બાપાલાલ શાહ તરફથી ઇસ ૨૦૦૩ના વર્ષમાં બંધાવવામાં આવેલું છે. અહીં આવેલા મુખ્ય દેરાસરમાં મહાવીર સ્વામી, પાર્શ્ચનાથ સ્વામી, વાસુપુજ્ય સ્વામી અને કુંથુનાથ સ્વામીની મૂર્તિઓ આવેલી છે.

ધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન