સપ્ટેમ્બર ૧૮
તારીખ
૧૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૫૦૨ – ક્રિસ્ટોફર કોલંબસ કોસ્ટારિકા પહોચ્યાં. આ એમની યાત્રાનો પાંચમો અને આખરી પડાવ હતો.
- ૧૭૯૩ – જ્યૉર્જ વોશિંગ્ટન દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકાની રાજધાનીનો પાયો નંખાયો.
- ૧૮૦૯ – લંડનમાં રોયલ ઓપેરા હાઉસ ખુલ્લું મુકવામાં આવ્યું.
- ૧૮૫૧ – ધ ન્યુયાર્ક ડેઇલી ટાઇમ્સ અખબારનું પહેલું સંસ્કરણ બહાર પડ્યું.
- ૧૯૧૯ – હૉલેન્ડમાં મહિલાઓને મતદાન અધિકાર મળ્યો.
- ૧૯૨૨ – હંગેરી દેશનો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રવેશ.
- ૧૯૨૩ – ન્યૂયૉર્ક શહેરમાં સમાચારપત્ર પ્રકાશકોની હડતાળ પડી, જે સપ્ટેમ્બર ૨૩ સુધી ચાલી.
- ૧૯૩૪ – સોવિયેત યુનિયન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયું.
- ૧૯૪૮ – ભારતીય સેનાએ હૈદરાબાદની સેનાનું આત્મસમર્પણ સ્વીકાર્યા બાદ ઓપરેશન પોલોને સમાપ્ત કરવામાં આવ્યું.
- ૧૯૬૨ – બુરુન્ડી, જમૈકા, રવાન્ડા અને ટ્રિનિદાદ અને ટોબેગો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દાખલ થયા.
- ૧૯૬૭ – નાગાલેંડ રાજ્ય સરકારે કામકાજ માટે અંગ્રેજી ભાષાને માન્યતા આપી.
- ૧૯૭૩ – બહામાસ, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા.
- ૧૯૮૬ – મુંબઇથી પહેલી વાર મહિલા ચાલકોએ જેટ વિમાન ઉડાવ્યું.
- ૨૦૦૭ – મ્યાનમારમાં બૌદ્ધ સાધુઓ સરકાર વિરોધી દેખાવકારોમાં જોડાયા, જેને કેટલાક લોકો ભગવા ક્રાંતિ કહે છે.
- ૨૦૧૧ – પૂર્વોત્તર ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને દક્ષિણ તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
- ૨૦૧૪ – યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા સંબંધિત પ્રજામતમાં સ્કોટલેન્ડના નાગરિકોએ વિરુદ્ધમાં ૫૫% અને તરફેણમાં ૪૫% મત આપ્યા.
- ૨૦૧૬ – આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ દ્વારા ભારતના જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો. ઉરી હુમલા તરીકે જાણીતા આ આતંકી હુમલામાં ચાર આતંકી સહિત ભારતીય સેનાના ઓગણીસ સૈનિકોના મોત થયા.
જન્મ
ફેરફાર કરો- ૫૩ – ટ્રાજન, રોમન સમ્રાટ (અ. ૧૧૭)
- ૧૮૮૩ – મદનલાલ ધિંગરા, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૦૯)
- ૧૮૯૫ – દિગ્વિજયસિંહજી જાડેજા, નવાનગર રાજ્યના શાસક (અ. ૧૯૬૬)
- ૧૯૦૯ – મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા, ભારતીય કૃષિ અર્થશાસ્ત્રી અને શૈક્ષણિક લેખક (અ. ૧૯૯૮)
- ૧૯૫૦ – શબાના આઝમી, ફિલ્મ, ટેલિવિઝન અને રંગમંચના ભારતીય અભિનેત્રી
- ૧૯૫૪ – બિંદુ ભટ્ટ, ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને અનુવાદક
અવસાન
ફેરફાર કરો- ૧૮૩૦ – વિલિયમ હેઝલિટ, અંગ્રેજ લેખક, નિબંધકાર, વિવેચક, ચિત્રકાર અને તત્ત્વચિંતક (જ. ૧૭૭૮)
- ૧૯૪૫ – આર. શ્રીનિવાસન, અનુસૂચિત જાતિના કાર્યકર અને બ્રિટિશ ભારતના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન તમિલનાડુ)ના રાજકારણી (જ. ૧૮૬૦)
- ૧૯૫૮ – ભગવાન દાસ, ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર (જ. ૧૮૬૯)
- ૧૯૯૨ – મોહમ્મદ હિદાયતુલ્લાહ, ભારતીય વકીલ, ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ (જ. ૧૯૦૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.