સાકરિયા (તા. મોડાસા)
સાકરિયા (તા. મોડાસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. સાકરિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સાકરિયા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
તાલુકો | મોડાસા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર અમદાવાદથી ૧૦૦ કિમી અને તાલુકા મુખ્ય મથક મોડાસાથી ૪ કિમીના અંતરે આવેલું છે.[૧] ગામમા બે તળાવ આવેલ છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં સાંકળેશ્વર મહાદેવ અને ભીડભંજન હનુમાન મંદિર આવેલાં છે.
હનુમાનજીનું ઐતિહાસિક મંદિર
ફેરફાર કરોસાકરિયા ગામમાં આવેલા શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આ મદિરમાં હનુમાનજીની ૧૦ ફૂટ લાંબી અને સૂતેલી મૂર્તિ છે. જે ભારતભરમાં માત્ર અલ્હાબાદ અને ત્યારબાદ સાકરિયા ખાતે જૉવા મળે છે.[૧] અહીં હનુમાન જયંતીના દિવસે મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ""મહાભારતના સાક્ષી છે, સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી!"". દિવ્ય ભાસ્કર. ૧૮ એપ્રિલ ૨૦૧૧. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |