હરસોલી (તા. દહેગામ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

હરસોલી (તા. દહેગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે. હરસોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

હરસોલી
—  ગામ  —
હરસોલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°09′22″N 72°50′02″E / 23.15605°N 72.83385°E / 23.15605; 72.83385
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • ફોન કોડ • +૯૧

હરસોલી ગામ ગાંધીનગર થી ૩૦ કિમી અને દહેગામ થી ૮ કિમી દુર આવેલ છે. ગામની બાજુમાં મેશ્વો નદી અને નર્મદાની કેનાલ આવેલ છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

ગામની બાજુમાં તોતરાય માતાજીનું મંદીર આવેલ છે. જે કોઇ તોતળું બોલતુ હોય અથવા જીભ અચકાતી હોય તેની માનવાથી સફળ થાય છે એવી લોકવાયકા છે. આ સ્થળ પ્રવાસ માટે પણ જાણીતું છે.