હાથબ (તા.ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(હાથબ થી અહીં વાળેલું)

હાથબ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા ભાવનગર તાલુકા[૨]માં આવેલું એક ગામ છે. ભાવનગરથી ૩૦ કિલોમિટર દૂર આવેલું આ દરિયાકિનારાના ગામ પાસે એક હવા ખાવાનું સ્થળ પણ છે.

હાથબ
हाथब/Hathab
સોનેરી રેતીવાળો સુંદર દરીયાકાંઠો ધરાવતું ગામ
—  ગામ  —
હાથબનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′18.1164″N 72°16′1.2180″E / 21.571699000°N 72.267005000°E / 21.571699000; 72.267005000
દેશ ભારત
પ્રદેશ કાઠીયાવાડ
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
તાલુકો ભાવનગર
નજીકના શહેર(ઓ) ભાવનગર
શહેરી વિકાસ સત્તાતંત્ર હાથબ ગ્રામ પંચાયત
નગર નિગમ હાથબ ગ્રામ પંચાયત
વસ્તી ૭,૯૩૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     932 mm (36.7 in)
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

કોડ
  • • પીન કોડ • ૩૬૪૦૭૦
    વાહન • GJ ૦૪

ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં માનવસંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવવાની શકયતા છે. ૧૯૮૫માં અહીંયા દરિયાઈ કાચબા ઊછેર કેંદ્ર દીપકભાઈ પ્ર. મેહતાએ ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું. હાથબ બંગલાની બાજુનાં મકાનમાં લોકશાળા ચાલે છે.

હાથબ બંગલા પારિસ્થિકી-પ્રવાસન સ્થળ ફેરફાર કરો

ભાવનગર રજવાડાંના સમયમાં અહીં ભાવનગરના રાજવીએ હાથબ ગામથી દોઢ કિ.મી.ના અંતરે સોનેરી રેતી વાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો જે હાથબ બંગલા તરીકે ઓળખાય છે. એ બંગલો હાલ જંગલખાતાનાં કબ્જા હેઠળ બંધ હાલમાં છે. એ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે એ બંગલાના પરિસરની બાજૂમાં આવેલી જમીન પર હાથબ બંગલા પારિસ્થિકી-પ્રવાસન સ્થળ સંકૂલ બનાવવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ માટે રહેવા - જમવા સહીતની સુવિધાઓ છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Hathab Village Population - Bhavnagar - Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૨ મે ૨૦૦૮.
  2. "તા.પં.ભાવનગરની વેબસાઇટ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-22.