ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪
ભારતમાં ૧૬મી લોકસભાની સામાન્ય ચૂંટણી ૭ એપ્રિલ, ૨૦૧૪ થી ૧૨ મે, ૨૦૧૪ દરમિયાન કુલ નવ તબક્કામાં, ભારતના ચૂંટણી ઇતિહાસમાં સૌથી લાંબી ચૂંટણી હતી. કુલ ૫૪૩ લોકસભા બેઠકો માટે "લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪" યોજાઇ હતી.[૧] આ ચૂંટણીના પરિણામો ૧૬ મે, ૨૦૧૪ના દિવસે જાહેર કરવામાં આવ્યા. ૧૫મી લોકસભાનો સમયગાળો ૩૧ મે, ૨૦૧૪ના પૂર્ણ થયો હતો.[૨] ભારતનાં ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર ચૂંટણી ઉપરાંત આ સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી નોંધાઇ હતી. ચૂંટણી પંચના અંદાજ પ્રમાણે આ ચૂંટણીનો સરકારી તિજોરીમાંથી થનાર ખર્ચ, સલામતી દળો અને રાજકિય પક્ષો અને ઉમેદવારોના વ્યક્તિગત ખર્ચ સિવાયનો, આશરે ₹ ૩૫ અબજ (₹ ૩,૫૦૦ કરોડ, ₹ ૩૫ બિલિયન) થશે.[૩] સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ અનુસાર રાજકિય પક્ષો આશરે ₹ ૩૦ હજાર કરોડ (₹ ૩૦૦ બિલિયન)નો ખર્ચ કરવામાં આવ્યો હતી. પાછલી ચૂંટણી (સામાન્ય ચૂંટણી, ૨૦૦૯) કરતાં આ ખર્ચ ત્રણ ગણો અને ૨૦૧૨ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પછી ખર્ચની દૃષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમાંકે છે.[૪]
ભારતીય ચૂંટણી પંચની માહિતી અનુસાર ૨૦૧૪માં ચૂંટણી વસ્તી (મતદારો) ૮૧.૪૫ કરોડ છે, જે વિશ્વમાં સૌથી મોટી છે.[૫] ૧૦ કરોડ જેટલા નવા યુવા મતદારોનો વધારો થયેલ છે.[૬]
સમયપત્રક
ફેરફાર કરોપ્રદેશ | કુલ મતદારક્ષેત્રો | ચૂંટણી તારીખો અને મતદારક્ષેત્રોની સંખ્યા[૭] | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
|
|
|
|
|
|
| ||
આંધ્ર પ્રદેશ | ૪૨ | – | – | – | – | – | – | ૧૭ | ૨૫ | – |
અરુણાચલ પ્રદેશ | ૨ | – | ૨ | – | – | – | – | – | – | – |
આસામ | ૧૪ | ૫ | – | – | ૩ | – | ૬ | – | – | – |
બિહાર | ૪૦ | – | – | ૬ | – | ૭ | ૭ | ૭ | ૭ | ૬ |
છત્તીસગઢ | ૧૧ | – | – | ૧ | – | ૩ | ૭ | – | – | – |
ગોઆ | ૨ | – | – | – | ૨ | – | – | – | – | – |
ગુજરાત | ૨૬ | – | – | – | – | – | – | ૨૬ | – | – |
હરિયાણા | ૧૦ | – | – | ૧૦ | – | – | – | – | – | – |
હિમાચલ પ્રદેશ | ૪ | – | – | – | – | – | – | – | ૪ | – |
જમ્મુ અને કાશ્મીર | ૬ | – | – | ૧ | – | ૧ | ૧ | ૧ | ૨ | – |
ઝારખંડ | ૧૪ | – | – | ૪ | – | ૬ | ૪ | – | – | – |
કર્ણાટક | ૨૮ | – | – | – | – | ૨૮ | – | – | – | – |
કેરળ | ૨૦ | – | – | ૨૦ | – | – | – | – | – | – |
મધ્ય પ્રદેશ | ૨૯ | – | – | ૯ | – | ૧૦ | ૧૦ | – | – | – |
મહારાષ્ટ્ર | ૪૮ | – | – | ૧૦ | – | ૧૯ | ૧૯ | – | – | – |
મણિપુર | ૨ | – | ૧ | – | – | ૧ | – | – | – | – |
મેઘાલય | ૨ | – | ૨ | – | – | – | – | – | – | – |
મિઝોરમ | ૧ | – | ૧* | – | – | – | – | – | – | – |
નાગાલેંડ | ૧ | – | ૧ | – | – | – | – | – | – | – |
ઓરિસ્સા | ૨૧ | – | – | ૧૦ | – | ૧૧ | – | – | – | – |
પંજાબ | ૧૩ | – | – | – | – | – | – | ૧૩ | – | – |
રાજસ્થાન | ૨૫ | – | – | – | – | ૨૦ | ૫ | – | – | – |
સિક્કિમ | ૧ | – | – | – | ૧ | – | – | – | – | – |
તમિલનાડુ | ૩૯ | – | – | – | – | – | ૩૯ | – | – | – |
ત્રિપુરા | ૨ | ૧ | – | – | ૧ | – | – | – | – | – |
ઉત્તર પ્રદેશ | ૮૦ | – | – | ૧૦ | – | ૧૧ | ૧૨ | ૧૪ | ૧૫ | ૧૮ |
ઉત્તરાખંડ | ૫ | – | – | – | – | – | – | – | ૫ | – |
પશ્ચિમ બંગાળ | ૪૨ | – | – | – | – | ૪ | ૬ | ૯ | ૬ | ૧૭ |
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ૧ | – | – | ૧ | – | – | – | – | – | – |
ચંડીગઢ | ૧ | – | – | ૧ | – | – | – | – | – | – |
દાદરા અને નગરહવેલી | ૧ | – | – | – | – | – | – | ૧ | – | – |
દમણ અને દીવ | ૧ | – | – | – | – | – | – | ૧ | – | – |
લક્ષદ્વીપ | ૧ | – | – | ૧ | – | – | – | – | – | – |
દિલ્હી | ૭ | – | – | ૭ | – | – | – | – | – | – |
પોંડિચેરી | ૧ | – | – | – | – | – | ૧ | – | – | – |
સ્પર્ધામાં મતદારક્ષેત્રો | ૫૪૩ | ૬ | ૬ + ૧* | ૯૧ | ૭ | ૧૨૧ | ૧૧૭ | ૮૯ | ૬૪ | ૪૧ |
આ તબક્કા પછી કુલ મતદારક્ષેત્રોમાં પૂર્ણ થયેલું મતદાન |
૬ | ૧૭* | ૧૦૪ | ૧૧૧ | ૨૩૨ | ૩૪૯ | ૪૩૮ | ૫૦૨ | ૫૪૩ |
* ભારતના ચૂંટણી પંચે મિઝોરમમાં મતદાન તારીખ ૧૧ એપ્રિલ ઠેરાવી હતી.[૮]
આ પણ જૂઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ
- મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "India General Elections 2014".
- ↑ "Terms of Houses, Election Commission of India". મૂળ માંથી 9 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 June 2013.
- ↑ loksabha-2014.com/lok-sabha-election-2014-live/1/
- ↑ "India's spend on elections could challenge US record: report". NDTV.com. 10 March 2014. મેળવેલ 14 March 2014.
- ↑ "Number of Registered Voters in India reaches 814.5 Mn in 2014". news.biharprabha.com. Indo-Asian News Service. મેળવેલ 23 February 2014.
- ↑ "India announces election dates". Al Jazeera. મેળવેલ 14 March 2014.
- ↑ "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. મૂળ (PDF) માંથી 3 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2014.
- ↑ "EC defers Mizoram poll date on Bru voters issue". PTI. Times of India. April 8, 2014. મેળવેલ April 8, 2014.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |