આમોદરા (તા. બાયડ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આમોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા બાયડ તાલુકામાં આવેલું એક ગામ છે. આમોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામની ખેતીની જમીન કાળી છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, જીરુ, મકાઈ, બાજરી, તુવેર, વરિયાળી, ઘઉં, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આમોદરા
—  ગામ  —
આમોદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′19″N 73°13′00″E / 23.221913°N 73.216778°E / 23.221913; 73.216778
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો બાયડ
વસ્તી ૧૨,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો કપાસ, જીરુ, મકાઈ, બાજરી, તુવેર, વરિયાળી, ઘઉં
દિવેલી, શાકભાજી

ગામમાં ૨૪ કલાક વીજળી તેમજ ઇન્ટરનેટની સુવિધા છે.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

આમોદરામાં આવેલ ગોપનાથ મહાદેવમહોર નદી નું ઉદ્‌ગમસ્થાન છે. તેની બાજુમાં એક તળાવ પણ છે. વર્ષ ૨૦૨૨માં બહુચર માતાજીનું ભવ્ય મંદિર અહીં બનાવવામાં આવ્યું છે. ગામમાં ખોડિયાર માતાનુ મંદિર આવેલ છે. ખોડિયાર જયંતિએ અહીં રથનું આયોજન થાય છે.

પેટા પરાં

ફેરફાર કરો

આ ગામ બહુ મોટું છે, તેમાં ઘણા પેટા પરાં આવેલા છે જેવા કે ગબાજીના ઘરા, આમોદરા, શેઢા, નવાશેઢા, પીપળીયા, સારસિયા, બોરવાટો, કુબાના મુવાડા, મોકમજીના મુવાડા, મોતીપુરા, નાથાના મુવાડા, વાઘવલ્લા, કુંડવાડા, કાનપુરા કંપા, રામપુરા કંપા, મેઘપુરા કંપા જેવા ૧૬ અલગ અલગ પેટા પરા આવેલા છે, જેની કુલ અંદાજિત વસ્તી ૧૫,૦૦૦ થી વધુ છે.

  1. કેસરીસિંહ સોલંકી (૨૦૦૭-૧૧)
  2. મંગુબા બેચરસિંહ સોલંકી (૨૦૧૧-૧૬)
  3. બેચરસિંહ સોલંકી (૨૦૧૬-૨૧)
  4. ગીતાબા દેવાંગ સિંહ સોલંકી (૨૦૨૧-અત્યાર સુધી)