ઉનાવા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે.

ઉનાવા
—  ગામ  —
ઉનાવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૧૨,૯૦૧ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

અમદાવાદ-પાલનપુર ધોરીમાર્ગ પર મહેસાણાથી ઊંઝા તરફ ૧૯ કિ.મી. ના અંતરે મુખ્ય રસ્તા પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઊંઝા છે જે ફક્ત ૫ કિ.મી.ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે.

ઉનાવા એક વિશાળ ગામ છે, જેમાં કુલ ૨૭૪૯ પરિવારો રહે છે. ઉનાવા ગામની વસ્તી ૧૨૯૦૧ છે, જેમાંથી ૬૭૦૧ પુરુષો અને ૬૨૦૦ સ્ત્રીઓ છે. ઉનાવા ગ્રામ વસ્તીમાં ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૧૩૮૪ છે, જે ગામની કુલ વસ્તીના ૧૦.૭૩% જેટલી છે. ઉનાવા ગામનું સરેરાશ લિંગનું પ્રમાણ ૯૨૫ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં ઊંચું છે. વસ્તી ગણતરી મુજબ ઉનાવા માટે બાળ જાતિ ગુણોત્તર ૭૭૨ છે, જે ગુજરાત સરેરાશ ૮૯૦ થી નીચો છે.

ગુજરાતની તુલનામાં ઉનાવા ગામની સાક્ષરતા દર વધારે છે. ૨૦૧૧માં, ઉનાવા ગામની સાક્ષરતા દર ગુજરાતની ૭૮.૦૩% ની તુલનાએ ૯૧.૬૬% હતી. ઉનાવામાં પુરુષની સાક્ષરતા ૯૫.૯૫% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૮૭.૧૨% છે.

ભારત અને પંચાયતી રાજ કાયદા મુજબ, ઉનાવા ગામનું સંચાલન સરપંચ દ્વારા કરવામાં આવે છે, જે ગામના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે.

  1. "Unava Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.