ઊંઢાઈ (તા. વડનગર)
ઊંઢાઈ (તા. વડનગર) (કે ઉંઢાઈ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ઊંઢાઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઊંઢાઈ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°47′00″N 72°38′12″E / 23.78339°N 72.636688°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | વડનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
લોકવાયકા પ્રમાણે આ ગામની સ્થાપના આશરે ૧૪૦૦ વર્ષ પહેલાં થયેલી. આ ગામમાં દોલતરામ જેઠાભાઇ નાયકના વંશજો ગણાતા નાયક પરિવારોની બહોળી વસતી હતી. નાયકોના કુળદેવી માવડીયાં માતાજીનું મંદિર અહીં આવેલું છે. રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકનો જન્મ આ ગામમાં થયેલો. ઉપરાંત કેશવલાલ કોમિકસ, પ્રહલાદજી કાળુભાઇ નાયક, બાપુલાલ ભભલદાસ નાયક, અંબાલાલ ભભલદાસ નાયક, કેશવલાલ કપાતર (કંપાઉન્ડર) અને વિસનગરમાં સૌપ્રથમ રંગભૂમિની સ્થાપના કરનારા જયશંકર 'સુંદરી' વગેરે અનેક કલાકારોનું વતન આ ગામ છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "વામન નટુકાકાની વિરાટ છલાંગ ઊંઢાઇથી મુંબઈ". www.Bhardwajnews.weebly.com. મેળવેલ 2019-03-19.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |