કકવાડીદાંતી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કકવાડીદાંતી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે. કકવાડી દાંતી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામમાં સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના મંદિર આવેલ છે. તેમજ રણછોડજી મંદિર, ખોડિયારમાતાનું મંદિર, હનુમાનજી મંદિર, જોગણીમાતા મંદિર અને મસ્જિદ આવેલ છે. અનાજ કરિયાણા, કપડા, વાસણ, ઈલેકટ્રોનિક વસ્તુઓ, શહેરમાં મળતી દરેક વસ્તુ ગામમાં મળી રહે છે.

કકવાડીદાંતી
—  ગામ  —
કકવાડીદાંતીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°42′59″N 72°52′24″E / 20.716500°N 72.873323°E / 20.716500; 72.873323
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી, મીઠુ પકવવું તેમ જ પશુપાલન છે. પડોશી ગામ ધોલાઈમાં મસ્ત્ય બંદર આવેલું છે.

ગામથી ૧૦ કિલોમીટરનાં અંતરે ડુંગરી રેલ્વે સ્ટેશન, ૧૮ કિલોમીટરનાં અંતરે બીલીમોરા રેલ્વે સ્ટેશન અને ૨૦ કિલોમીટરનાં અંતરે વલસાડ રેલ્વે સ્ટેશન આવેલાં છે. ૧૨ કિલોમીટરનાં અંતરે ડુંગરીથી વલસાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ ૫ કિલોમીટરનાં અંતરેથી કોસ્ટલ હાઈવે પસાર થાય છે. અત્યારે કકવાડી અને દાંતી એમ બન્ને ગામો અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. દાંતી ગામ દરિયા કિનારે આવેલું છે, જ્યારે કકવાડી ગામથી દરિયા કિનરો બે કિલોમીટરનાં અંતરે છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ