પારનેરા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પારનેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે. પારનેરા ગામમાં પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં (આશરે ૪ કિલોમીટર) આવેલું છે.

પારનેરા
—  ગામ  —

પારનેરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′59″N 72°56′54″E / 20.549786°N 72.948468°E / 20.549786; 72.948468
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને પારનેરાનો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે, તેના પર પુરાણા ગાયકવાડી જમાનાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, કિલ્લા પારડી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે.

સ્થાનિક લોકોમાં જાણિતી કિવદંતી મુજબ પારનેરા ડુંગર પરથી છત્રપતિ શિવાજીએ પોતાના ઘોડાને દોડાવીને છલાંગ મરાવીને નજીકમાં આવેલ પાર નદીને પાર કરેલ[૧]. પારનેરા ડુંગર પર ચઢવા માટે બે માર્ગ છે. એક સીધેસીધાં પારનેરા ગામથી ડુંગર પર પગથિયા ચઢીને જવાય અથવા પાછળના રસ્તે અતુલ કંપની તરફથી મોટર માર્ગે અડધે સુધી ચડી ત્યાર બાદ ચઢીને જવાય. ચોમાસામાં આ ડુંગર વાદળોથી આચ્છાદિત થઇ જાય છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "વલસાડ જીલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | પારનેરા ડુંગર". valsaddp.gujarat.gov.in. Retrieved ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ