વાઘલધરા
વાઘલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર ચિખલી અને વાપી વચ્ચે તેમ જ ચિખલીથી દક્ષિણ દિશા તરફ આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. વાઘલધરા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
વાઘલધરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°36′36″N 72°55′33″E / 20.610069°N 72.925858°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | વલસાડ |
વસ્તી | ૨,૯૯૭[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૯૯ ♂/♀ |
સાક્ષરતા | ૮૪.૬૩% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
આ ઉપરાંત અહીં એક જૈન ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની પંચગવ્ય આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ પંચગવ્ય (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને ઘી. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને પંચગવ્ય ચિકિત્સા કહેવાય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદ આધારીત હોય છે.) દર્દીને અહીં માત્ર ૧ રૂપિયામાં સારવાર મળે છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Vaghaldhara Village Population, Caste - Valsad Valsad, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |