અતુલ (તા. વલસાડ)
અતુલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે. અતુલ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, જીમખાના સંકુલ, દૂધની ડેરી, પંચાયતઘર, સિનેમા ઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અંહી રંગ અને રસાયણો બનાવવાનાં કારખાનાંઓનાં વિશાળ સંકુલો આવેલાં છે. ગામની નજીકમાં પાર નદી તેમ જ પારનેરાનો ડુંગર આવેલો છે. ગામમાંથી મુંબઇથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. મુંબઈ-વડોદરા રેલ્વે માર્ગ પર આ એક રેલ્વે સ્થાનક પણ છે.
અતુલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°32′42″N 72°55′39″E / 20.544913°N 72.927606°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | વલસાડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
આ ગામના લોકો અહીંના કારખાનાઓમાં નોકરી અથવા અન્ય રીતે સંકળાઇને પોતાનો વ્યવસાય કરે છે. આ સિવાય ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
વલસાડ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |