માલવણ
માલવણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ અને સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે.[૧] આ સ્થળ ઘણી વખત સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી દક્ષિણના સ્થળોનું એક ગણાય છે.[૨]માલવણથી વધુ દક્ષિણે સિંધુ સંસ્કૃતિના સ્થળોમાં દાઇમાબાદનો સમાવેશ થાય છે.
માલવણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°43′53″N 72°55′42″E / 20.731264°N 72.928339°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | વલસાડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
માલવણ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
સમય ગાળો
ફેરફાર કરોસમય ગાળો ૧ – પાછલો હડપ્પીય અને હડપ્પા પછી[૧]
સમય ગાળો ૨ – ઐતહાસિક કામચલાઉ રહેઠાણો અને વસવાટ.[૧]
ખોદકામ
ફેરફાર કરોએફ. આર. ઓલચીન અને જે.પી. જોષીએ (ભારતીય પુરાતત્વ ખાતું) આ સ્થળની શોધ ૧૯૬૭માં કરી હતી, ત્યાં સુધીમાં આ સ્થળ પર ભારે નુકશાન થઇ ચૂક્યું હતું અને પ્રાચીન રહેઠાણોનો મોટો ભાગ નાશ પામ્યો હતો.[૧] ૧૯૬૭-૬૮ દરમિયાન ASI દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ૧૯૭૦માં જે.પી. જોષી અને તેમના સાથી સાયરસ ગુઝદેર, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ વધુ ખોદકામમાં જોડાયા હતા.[૧]
શોધખોળ
ફેરફાર કરોતાંબા અને જસતની વસ્તુઓ અને નાના સળિયા તેમજ બંગડીઓ અહીંથી મળી છે. પ્રાણીઓમાં ઘેટું, બકરી, ઢોર, ઘોડો, ભૂંડ, બારાસિંગા અને માછલીઓના પુરાવા મળ્યા છે.[૧] ટેરાકોટાની વિવિધ વસ્તુઓ, મણકાંઓ વગેરે પણ અહીંથી મળ્યા છે.[૩] બરણીઓ, વાટકીઓ, નાની બરણીઓ, લટકાવવાની વસ્તુઓ, ઘરેણાંઓ જેવાંકે શરીર અને ગળામાં પહેરવાના વગેરે અહીંથી મળ્યા છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Archaeological Survey of India. "Excavations – Gujarat – Malwan". Excavations at Malwan. Archaeological Survey of India. મૂળ માંથી 2011-10-11 પર સંગ્રહિત. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૨.
- ↑ Singh, Upinder (૨૦૦૮). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૧૩૭. ISBN 9788131711200.
- ↑ Archaeological Survey of India. "Indian Archaeology 1969–70" (PDF). Archaeological Survey of India. પૃષ્ઠ ૭. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૨.
- ↑ Archaeological Survey of India. "Indian Archaeology 1969–70" (PDF). Archaeological Survey of India. પૃષ્ઠ ૧૧. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૨.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |