ચાપલધરા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ચાપલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ચાપલધરા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ ચિખલી-વાંસદા રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪ ઉપર આવેલા પ્રતાપનગર ગામ નજીકના ચક્કરીયા નામના સ્થળથી ઉત્તર દિશામાં ધોળીકુવા જતા માર્ગ પર આવેલું છે. કુકેરી અને દોલધા ચાપલધરા ગામની પાડોશમાં આવેલાં ગામો છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. ગામમાં ડાંગર, શેરડી, તુવર તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે.
ચાપલધરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન, |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |