ચેંબુવા (તા. ભાભર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચેંબુવા (તા. ભાભર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ભાભર તાલુકામાં આવેલું એક ગામ છે. ચેંબુવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચેંબુવા
—  ગામ  —
ચેંબુવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°03′56″N 71°35′56″E / 24.065468°N 71.598831°E / 24.065468; 71.598831
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ભાભર
સરપંચ નારણભાઇ વાઘાભાઈ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

અહીં ઘંટાકર્ણ મહાદેવનુ મંદિર જોવાલાયક છે. ગામમાં પાણીની અછત અને ખેતી સિવાય અન્ય કોઈ રોજગારીનું માધ્યમ ન હોવાથી અહીના લોકો સુરતના હિરા ઉધોગને વધુ પસંદ કરે છે.