જુના જશાપર (તા. સાયલા)
જુના જશાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા સાયલા તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકો મોટે ભાગે ખેતી કરે છે. બીજા વ્યવસાયો કાળા પથ્થર (Black Stone) ની ખાણો અને ભડિયા (Stone Crushing factory) છે.
જુના જશાપર | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | સાયલા |
વસ્તી | ૨,૬૬૨[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગામની વસ્તી ૪૪૨ પરિવારો સહિત ૨૬૬૨ છે. જેમાંથી ૧૩૨૨ પુરુષો અને ૧૩૪૦ સ્ત્રીઓ છે. ૦-૬ વયના બાળકોની સંખ્યા ૫૪૧ છે, જે કુલ વસ્તીના ૨૦.૩૨% જેટલી છે. જુના જશાપર ગામનો સાક્ષરતા દર ૫૮.૭૯% હતો, જે ગુજરાતના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતા નીચો હતો. પુરુષ સાક્ષરતા દર ૭૫.૬૧% હતો, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૧.૯૩% હતો.[૧]
ઇતિહાસ
ફેરફાર કરોજુના જશાપર ગામ લગભગ ૬૩ વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે ગામના એક નામાંકિત વ્યક્તિ જહા ખવડ પરથી ગામનું નામ જહાપર રાખવામાં આવ્યું પછી લોકબોલીમાં એ જશાપર થઈ ગયું. ગામની બાજુમાં એક નવું ગામ (અત્યારે નવા જશાપર) બન્યું હોવાના લીધે આ ગામનું નામ જુના જશાપર થઈ ગયું. ગામના લોકો પહેલા હાલમાં જ્યાં થોરિયાળી ડેમ છે ત્યાં રહેતા હતા પછી સરકારે ત્યાં બંધનું નિર્માણ કરવા માટે લોકોને વર્ષ ૧૯૫૫ માં અહીંયા ખસેડ્યા. વર્ષ ૧૯૫૭ માં ગામમાં પહેલી શાળા બનાવવામાં આવી હતી.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Juna Jashapar Village Population - Sayla - Surendranagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2018-03-17.
- ↑ "જુન જશાપરનો ઇતિહાસ". junajashapar.sayla.in. મૂળ માંથી 2018-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૮.