નડગધરી જંગલ
નડગધરી જંગલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. નડગધરી જંગલ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયત ઘર, સરકારી અનાજની દુકાન જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
નડગધરી જંગલ | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | ધરમપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | નાગલી, ડાંગર, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા |
આ ગામમાં ખેતી, અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અહીં તુવેર, મગફળી જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ, હાલના સમયમાં ડાંગર, અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |