બોકડધરા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બોકડધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. બોકડધરા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

બોકડધરા
—  ગામ  —
બોકડધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E / 20.538258; 73.174788
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ધરમપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા

આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ, હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.