ફાચરિયા (તા. જાફરાબાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ફાચરિયા (તા. જાફરાબાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું એક ગામ છે. ફાચરિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ફાચરિયા
—  ગામ  —
ફાચરિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°52′00″N 71°22′00″E / 20.8667°N 71.3667°E / 20.8667; 71.3667
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો જાફરાબાદ
વસ્તી ૧,૨૧૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ફાચરિયાથી રાજુલા ૨૫ કિમી, ઉના ૩૫ કિમી, ખાંભા ૨૫ કિમી, જાફરાબાદ ૨૫ કિમી અને તીર્થસ્થાન તુલસીશ્યામ ૩૫ કિમીના અંતરે આવેલા છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

અહીં ગેબી પરંપરાના સંત સામાત આપાનું સમાધી સ્થાન આવેલું છે. આ ઉપરાંત અહીં શ્રી સ્વામિનારાયણ મંદિર, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, હનુમાન મંદિર તથા બજરંગદાસ બાપાની મઢુલી આવેલી છે. ગામની પશ્ચિમે ધુવાંસનો ડુંગર આવેલો છે.

  1. "Fachariya Village Population, Caste - Jafrabad Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-06.