બુહારી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બુહારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. બુહારી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. આ ગામ આસપાસના વિસ્તારનું કેન્દ્ર હોવાને કારણે અંહી નાના પાયે બજાર વિકાસ પામ્યું છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે.

બુહારી
—  ગામ  —
બુહારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°02′57″N 73°15′37″E / 21.049117°N 73.260319°E / 21.049117; 73.260319
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો વાલોડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, શેરડી, કેરી, પપૈયાં,

કેળાં, શાકભાજી

બુહારી ગામ વાપીથી શામળાજી જતા રાજ્ય ધોરી માર્ગ-૫અ પર આવેલું હોવાને કારણે વાહનવ્યવહારની સગવડ સારી છે. ગામની બાજુમાંથી પુર્ણા નદી પસાર થાય છે. બુહારી ગામમાં એક મોટું રામજી મંદિર છે અને એક મસ્જીદ પણ આવેલી છે. બુહારીમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે માધ્યમિક શાળા આવેલી છે, જેનું નામ બી. ટી. એન્ડ કે. એલ. ઝવેરી સાર્વજનિક હાઇસ્કુલ છે. ગામમાં એક એગ્રીંકલ્ચર માર્કેટ યાર્ડ આવેલું છે અને એક મોટું શોપિંગ સેન્ટર પણ બન્યું છે. બુહારી ગામ હાલ સતત વિકાસ પામી રહ્યું છે અને અહીં સોસાયટીઓ પણ બની રહી છે, જેવી કે શિવનગર સોસાયટી, વૃંદાવન સોસાયટી વિગેરે.

બુહારી ગામ નજીક જ શેરડીનું પીલાણ કરી તેમાંથી ખાંડ બનાવવાનું કારખાનું (કોપર સુગર ફેક્ટરી) આવેલું છે. અને બુહારી ગામમાં મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કેન્દ્ર આવેલું છે. જે બુહારી અને આજુ બાજુ ના ગામો ની બહેનોને ને રોજગારી પૂરી પડે છે.... મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કેન્દ્ર ઘણા વરસો થી બુહારી ગામ માં કાર્યરત છે. અને બધી બહેનો પોતાના ઘરે પાપડ વણી ને પોતાની રોજગારી મેળવે છે.