ભડવાણા (તા. લખતર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભડવાણા (તા. લખતર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા લખતર તાલુકામાં આવેલું એક ગામ છે. ભડવાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, ચણા, કપાસ, દિવેલા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભડવાણા
—  ગામ  —
ભડવાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°51′19″N 71°47′30″E / 22.855361°N 71.791766°E / 22.855361; 71.791766
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો લખતર
વસ્તી ૧,૬૨૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આયુર્વેદ દવાખાનું, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ભડવાણા ગામ વઢવાણ સ્ટેશનથી 12 miles (19 km) ઇશાન ખૂણે અને લખતર સ્ટેશનથી 5 miles (8.0 km) અંતરે દક્ષિણમાં આવેલું છે.

બ્રિટિશ શાસન સમયે ભડવાણા ગામ વઢવાણ સ્ટેશન થાણા હેઠળનું અલગ મહેસૂલી તાલુકો હતું. અહીંના ગરાસિયાઓ લીંબડીના ઝાલાઓ અને ભાયાત હતા. આ તાલુકામાં ભડવાણા અને ખજેલી એમ બે ગામોનો સમાવેશ થતો હતો.[]

ભડવાણાની દક્ષિણે મોટું તળાવ આવેલું છે. અહીંની જમીનની ગુણવત્તા નીચલી કક્ષાની છે અને મોટાભાગની જમીન ઉજ્જડ અને ખારી છે.[]

  1. "Bhadwana Village Population, Caste - Lakhtar Surendranagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-12.
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૧.

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૧. માંથી લખાણના અંશો ધરાવે છે.