મોજીદડ (તા. ચુડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોજીદડ (તા. ચુડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં વાંસળ નદીને કિનારે આવેલું એક ગામ છે. મોજીદડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, શ્રી શાહ એચ. એમ. હાઇસ્કૂલ, પંચાયતઘર, આંગણવાડી , સરકારી દવાખાનું (આરોગ્ય કેન્દ્ર), બેંક, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં ગેસની પાઇપલાઇનની સગવડ પણ પ્રાપ્ત છે.

મોજીદડ
—  ગામ  —
મોજીદડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E / 22.479481; 71.680817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચુડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર, બેંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ગામમાં વાંસળ નદી[] પર ચેકડેમ બાંધવામાં આવ્યો છે, જેના પાણીનો ખેડૂતો ખેતી માટે ઉપયોગ કરે છે.

મોજીદડ ગામમાં શ્રી નથુરામ શર્માનો આશ્રમ આવેલો છે.[]

  1. "તાલુકા વિષે". મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "માણાવદરનાં લીંબુડા આનંદ આશ્રમને કાલે ૧૦૦ વર્ષ પૂર્ણ". ૧૮ મે ૨૦૧૬. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]