વારાહી (તા. સાંતલપુર)
વારાહી (તા. સાંતલપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા સાંતલપુર તાલુકામાં આવેલું એક ગામ છે. વારાહી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વારાહી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°45′48″N 71°10′01″E / 23.763241°N 71.167°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સાંતલપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ઇતિહાસ
ફેરફાર કરોવારાહી પર જાટ લોકોના આક્રમણ પહેલાં રવણિયાઓનું શાસન હતું. આ જાટ લોકો મૂળ બલૂચિસ્તાન અને મકરાણના નિવાસીઓ હતા અને ઇ.સ. ૭૧૧માં મહંમદ કાસિમના સૈન્ય સાથે આવીને સિંધના વાંગામાં સ્થાયી થયા હોવાનું કહેવાતું હતું. સિંધના શાસકે મલિક ઉમર ખાનની બે પુત્રીઓને પોતાના મહેલના રાણીવાસમાં સમાવેશ કરતા તેનો વિરોધ કરતાં જાટ લોકો પર આક્રમણ કર્યું હતું તેથી તેઓ પહેલાં કચ્છ રાજ્ય અને પછી ત્યાંથી કાઠિયાવાડમાં મૂળીના પરમારોના આશ્રય હેઠળ ગયા હતા. ઇ.સ. ૧૪૮૪માં ચાંપાનેરની ચડાઇ વખતે જાટ લોકોએ મહમદ બેગડાને મદદ કરતાં તેણે જાટોને ઝાલાવાડમાં બજાણાનું શાસન ભેટ આપ્યું હતું. ત્યારબાદ તેમણે માંડલ પર આક્રમણ કરીને કબ્જે કર્યું હતું. ત્યારબાદ માંડલ અમદાવાદ હેઠળ આવ્યું હતું અને તેમનું કુટુંબ વિવિધ શાખાઓમાં વિભાજીત થયું હતું, જેમાં મુખ્ય બજાણાનો મલિક હૈદર ખાન, સીતાપુર અને વાણોદનો મલિક લાખા[૧] અને વલિવડાનો મલિક ઇસાજી હતો. મલિક ઇસાજીએ રવણિયા ગોદર અને વારાહીના લાખા વચ્ચે સુલેહ કરાવ્યો હતો અને બંનેની લડાઇનો લાભ લઇને લુંખન ગામ અને ચોર વાઘરમાં કોણમેર કટારી ગામમાં સ્થાયી થયો હતો. રવણિયાઓ વારાહીમાં રહ્યા હતા અને તેમને મહેમુદાબાદ, જાવંત્રી અને અંતરનેસ ગામો અપાયા હતા અને મલિક ઇસાજીને વારાહી અપાયું હતું.[૨]
ઇ.સ. ૧૮૧૨માં વારાહી પર પેશ્વાની હકૂમતની મદદથી બ્રિટિશરોનું આક્રમણ થયું હતું અને વારાહીની હાર થતા તેનાં સરદાર ઉમર ખાનને જેલમાં લઇ જવાયો હતો અને રાધનપુર મોકલી દેવાયો હતો. ૧૮૧૫માં રાધનપુરના નવાબે તેને ફરી રાજ્યનું સંચાલન સોંપ્યું હતું. વારાહી ૧૮૧૯-૨૦ની સાલમાં બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ઠાકોર શદાદ ખાન ૧૮૪૭માં મૃત્યુ પામ્યો અને ત્રણ વિધવાઓને તેની પાછળ મૂકતો ગયો અને તેના આઠ મહિના પછી તેની બે સ્ત્રીઓને બાળકોનો જન્મ થયો જેના પર શંકા ઉઠાવવામાં આવી પરંતુ તેના મોટા પુત્રને ઠાકોર બનાવવામાં આવ્યો અને તેનું સંચાલન પોલિટિકલ સુપ્રિટેન્ડન્ટ વડે કરવામાં આવ્યું.[૨]
વારાહી બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ આવતું હતું,[૩] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુન:ગઠન થયું. ૧૯૬૦માં જ્યારે ગુજરાત બોમ્બે રાજ્યમાંથી અલગ થયું ત્યારે વારાહી મહેસાણા જિલ્લામાં આવ્યું અને ત્યાર બાદ પાટણ જિલ્લાનો ભાગ બન્યું.
સંદર્ભ
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરોગ્રંથસૂચિ
ફેરફાર કરો- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૧–૩૩૨.
- ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
આ લખાણ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૨૯–૩૩૧. માંથી લખાણના અંશો ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |