વાસણ (તા. પાલનપુર)
વાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] પાલનપુરની પૂર્વ દિશામાં ૧૦ કિમીનાં અંતરે આવેલા આ ગામની વસ્તી આશરે ૨૫૦૦ની છે. વાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વાસણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°10′56″N 72°31′56″E / 24.1822°N 72.5323°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વડગામ |
સરપંચ | |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ગામમાં અંબાજીનું અને ભગવાન શિવનું મંદિર અવેલું છે. નવરાત્રીની આઠમના દિવસે અંબાજી માતાનાં મંદિરે હવન થાય છે. ઉમરદશી નદીને કિનારે આવેલા આ ગામમાં હાથીપગા નામનું તળાવ છે. પગપાળા અંબાજી જતા લોકો અહીં વિશ્રામ કરે તે માટે વિશ્રામગૃહ બનાવેલું છે. અહીથી ૧૦ કિ.મી.નાં અંતરે બાલારામ નામનુ પર્યટન સ્થળ આવેલું છે. આ ઉપરાંત બાજોટીયા અને હર ગંગેશ્વર મહાદેવ પણ નજીકમાં આવેલાં છે. વાસણ ગામમા આવવા માટે પાલનપુરથી બસ સેવા મળી રહે છે. ગોળા, જલોત્રા, ધાણધા, માલણ એ આસપાસના ગામો છે.
વાસણ ગામ ૨૪° 18 ૨૨° N અક્ષાંશ-રેખાંશ પર આવેલુ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭.