Archive

દફતર


૨૦૦૭-૧૦ '૧૧-'૧૩ '૧૪


'૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

Train-the-Trainer Program - 2015 (Announcement)

Dear Wikimedians,

Apologies for posting this in English. If any friends could translate this in Gujarati please help in translating.

As most of you are aware, the Centre for Internet and Society's Access To Knowledge program (CIS-A2K) conducted the first Wikipedia Train-the-Trainer (TTT) programme in 2013 with an aim to support and groom leadership skills in the community members. We are extremely thankful to all the senior Wikimedians who acted as Resource Persons for the 2013 event. Achal, Arjuna, Hari, Shymal, Tinu and Viswa! Without your help we could not have conducted it so successfully.

This message is to let you all know that we have scheduled to conduct the second iteration of this program at the end of February 2015. We are inviting applications from interested Indian Wikimedians. Please see this page on Meta for more details.

Some important dates: January 27, 2015 - Last date for registration.
January 30, 2015 - Confirmation of selected participants
February 26 to March 1, 2015 - TTT-2015 workshop

We are working on the schedule and other details. You are welcome to leave your suggestions and inputs here. Please write to us at tanveer cis-india.org and vishnu cis-india.org if you have any further queries.

Best,
--Psubhashish (talk) ૦૮:૪૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Accesss To Knowledge (CIS-A2K),
Centre for Internet and Society

બગસરા ખાતે વિકિપીડિયા પ્રચાર-પ્રસાર કાર્યક્રમ (અહેવાલ)

તા:૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ, અમરેલી જિલ્લાના બગસરા ગામે, બાળ કેળવણી મંડળ સંકુલમાં વિકિપીડિયાના પ્રચાર-પ્રસાર ઉપક્રમે અન્ય બે સંસ્થાઓ, સાયન્સ મ્યુઝિયમ, જૂનાગઢ અને સૂરજબા મેમોરિયલ, પેટલાદના સહયોગથી વિશ્વના દેશોના રાષ્ટ્રધ્વજોનું પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું. જેનો બગસરાની સઘળી શાળાઓના બાળકો અને શિક્ષકગણે લાભ લીધો હતો. વિકિપીડિયા ગુજરાતીના પ્રબંધક સભ્ય અશોક મોઢવાડીયા અને સભ્ય વ્યોમજી તથા સાયન્સ મ્યુઝિયમના ભાવેશભાઈ, વિદ્યાર્થી ગૃપના રાજુભાઈ ઓડેદરા તથા હિરેનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા સેવાઓ આપી હતી. ઉપરોક્ત સ્થળે બપોર પછી ૩ વાગ્યાથી ૫-૩૦ સુધી પ્રદર્શન અને સંલગ્ન વિકિપીડિયા અને સ્રોત વિશે માહીતિ આપવાનું આયોજન થયેલું.
બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ, વિકિસ્રોત પર આપણા મિત્રોએ બહુમહેનતે ચઢાવેલા મેઘાણી સાહિત્ય વિશે જાણી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને બાળકોએ આનંદ અનુભવ્યો હતો અને સ્રોત પર કાર્યરત સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. અહીં આ કાર્યક્રમની ચિત્રઝલક આપી છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૦, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચિત્ર ગેલેરી

પ્રતિભાવો

જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન

તા:૩૦-૧-૨૦૧૫ અને ૩૧-૧-૨૦૧૫ એમ બે દિવસ માટે જૂનાગઢ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં, ગ્રંથાલય અને અભિવ્યક્તિ ફોરમના સહકારથી ગાંધીજીના સમગ્ર જીવનને દર્શાવતું, ગાંધીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સનું, પ્રદર્શન યોજાયું હતું. બે દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં તા:૩૦-૧-૨૦૧૫ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૦૦ સુધી વિકિસ્રોત પર ઉપલબ્ધ ગાંધી સાહિત્ય વિશે ગુજ.વિકિપીડિયાનાં પ્રબંધક અશોક મોઢવાડીયાએ માહિતી આપી હતી. વિકિપીડિયા અને વિકિસ્રોતની કામગીરી, તકનિકી જાણકારીઓ અને ઉપલબ્ધ કૃતિઓ વિશે જિવંત નિદર્શન અપાયું હતું. આ પ્રદર્શન બંન્ને દિવસ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૨-૦૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાયું હતું. વિકિપીડિયા અને અભિવ્યક્તિ ફોરમ દ્વારા આયોજીત આ પ્રદર્શન અને વિકિસ્રોત પર ઉપલબ્ધ સાહિત્ય વિશે મુલાકાતીઓએ ભારે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શિક્ષણવિદ્‌ અને બહાઉદિન કોલેજનાં નિવૃત પ્રિન્સિપાલ ધોળકિયા સાહેબે કર્યું હતું. તેમણે તથા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ રાવલ સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી ગાંધીજીનાં જીવનકવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શહેરનાં મેયર, ડે.મેયર સમેત અગ્રગણ્ય નગરજનો અને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રંથાલયનાં નિયમીત વાચકોએ આ પ્રદર્શન અને વિકિપીડિયાના નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. અગ્રગણ્ય અખબારો (દિવ્યભાસ્કર, પાના-૭ પર જાઓ) અને સ્થાનિક ટી.વી.ચેનલોએ આ પ્રસંગની યોગ્ય નોંધ લીધી હતી. (જો કે, અખબારીનોંધમાં પ્રબંધકના પ્રવચનના અંશોની થોડી સેળભેળ થયેલી છે, ટૂંકાવેલી વિગતોને કારણે કેટલીક બાબતો અસ્પષ્ટ રહી છે, પણ વિકિસ્રોતની વેબકડી સાથે આપણાં કાર્યક્રમની નોંધ લેવાઈ એ બાબતે આપણે આભારી છીએ.) નીચે આ પ્રસંગનાં થોડાં ચિત્રો આપેલાં છે.

અહેવાલ---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચિત્ર ગેલેરી

પ્રતિભાવો

  1. ખૂબ સુંદર કાર્ય અશોકભાઈ! આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. સો સલામ! --KartikMistry (talk) ૧૭:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

સક્રિય સભ્યો અને લેખો?

હેલો (હેલો સાંભળો એમ ગાવું...) વિકિમિત્રો,

છેલ્લાં કેટલાક સમયથી હું ગુજરાતી વિકિપીડિયામાં જોઇ રહ્યો છું કે સક્રિય સભ્યોની સંખ્યા ઘટતી જાય છે (જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7%3AActiveUsers&limit=90&username=&hidebots=1). ભૂતકાળમાં સક્રિય અને ઉત્સાહી રહેલાં સક્રિય સભ્યો શા કારણે અહીં આવતા અટકે છે અને એ બાબતે આપણે શું કરી શકીએ એ માટે આ ચર્ચા રજૂ કરેલ છે. ટીપ્પણીઓ આવકાર્ય છે.

વિકિપીડિયા દ્વારા નવીન સાધન - દા.ત. કન્ટેન્ટ ટ્રાન્સલેશન - ગુજરાતી વિકિપીડિયા માટે મદદરૂપ બની શકે? (ખાસ નોંધ: આ સાધનનાં ડેવલોપમેન્ટમાં હું જોડાયેલ છું એટલે મારો મત ન ગણવો, પણ કેટલાંક લેખો મેં આ વડે બનાવેલ છે, જે મને સીધા ભાષાંતર કરતાં વધુ ઝડપી, ઉપયોગી નીવડ્યા છે.) જો કોઇને વધુ માહિતી જોઇતી હોય તો મને ઇ-મેલ અથવા અહીં પૂછી શકે છે. ખાસ નોંધ ૨: આ મારો અંગત પ્રસ્તાવ છે, તેમજ વિકિમીડિઆ ફાઉન્ડેશન આ પ્રસ્તાવ સાથે જોડાયેલ નથી :)

--KartikMistry (talk) ૧૭:૪૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

સાચી વાત છે. અમારે માટે પ્રબંધક તરીકે આ બાબત ચીંતાનો વિષય ગણાય ! શક્ય છે કે આપણાં કેટલાંક જૂના સક્રિય સભ્યો વ્યવસાયીક કે અંગત કારણોસર હાલ વધુ સમય ફાળવી શકતા ન હોય પણ નવા સભ્યો બનનારને જરૂરી પ્રોત્સાહક અને હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરાય તો સ્થિતિમાં થોડો ફરક પડી શકે ખરો (અંગત માન્યતા !). કેટલાંક સભ્યશ્રીઓ (જેમાં આપનો પણ સમાવેશ થાય છે !!) બહુ હોહા કર્યા વગર પોતાનાથી બનતું યોગદાન આપ્યે જાય છે એ પ્રશંસાપાત્ર વાત છે. ધવલજીને સમયાનુકૂલન હોય ત્યારે સાથે મળી વધુ વિચારીએ. (હવે ત્રણ દહાડા હું ભાવનગરના કાર્યક્રમમાં જઈશ એટલે એ પછી જ ! પણ આપે એક વિચાર આપ્યો છે તો એકાદ સત્રમાં ત્યાં એકત્ર થનારા લોકો સમક્ષ પણ આ મુદ્દાની અછડતી ચર્ચા કરીશ અને નવાસવા સભ્ય બની યોગદાન આપવા ઈચ્છતા લોકો આપણી પાસે કયા પ્રકારનાં પ્રોત્સાહન કે જાણકારીની અપેક્ષા ધરાવતા હોઈ શકે અને એમને વિકિ પર કયા પ્રકારનું યોગદાન આપવામાં વધુ રસ પડે એ જાણવા પ્રયાસ કરીશ.) હવે વાત આપના સૂચનની.......તો જે ઉપયોગી જણાતું હોય એનો સ્વીકાર કરવામાં આનંદ થશે. કૃપયા આ ’કન્ટેન્ટ ટ્રાન્સલેશન’ વગેરે વિષયોની અમને પ્રાથમિક જાણકારી આપો, વપરાશ વિશે સમજણ આપો તો સૌને લાભદાયી નિવડે અને ભાષાંતરમાં રસ ધરાવતા મિત્રો તેનો ઉપયોગ કરી શકે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૫, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ કન્ટેન્ટ ટ્રાન્સલેશન ઉર્ફે ભાષાંતર સાધન શું છે તે ટૂંકમાં સમજવા અમારી ટીમે નાનકડો વિડીઓ બનાવ્યો છે. જુઓ: https://www.mediawiki.org/wiki/File:Content_Translation_Screencast_(English).webm હવે, આમાં અંગ્રેજી-ગુજરાતી મશીન ભાષાંતરનો હાલમાં સમાવેશ નથી, પણ તમે જોઇ શકો છો કે લેખ બનાવવા માટેના અન્ય સાધનો જેવા કે આપમેળે કડીઓ, સંદર્ભ, ચિત્રો વગેરે ઉમેરવા આપણને મદદરૂપ બની શકે છે. મશીન ભાષાંતર માટે હું મારા બનતાં પ્રયત્નો કરીશ, પણ હાલમાં એ માટેનો ફ્રી-ફાજલ-મુક્ત સમય મળવો મુશ્કેલ છે. તેમ છતાંય, આ વર્ષમાં અમુક ભારતીય ભાષાઓ જેવીકે હિંદી-ઉર્દુ વગેરેનો સમાવેશ થયા પછી કેવા પ્રતિભાવ આવે છે એના પર અન્ય ભારતીય ભાષાઓ ઉમેરવી કે નહી તે જોઇશું. ગુજરાતી માટે મશીન ભાષાંતર વગર પણ આપણે આ સાધન ઉમેરી શકીએ છીએ. અત્યારે તો હું તેનો પ્રસ્તાવ નથી મુકતો પણ ભવિષ્યમાં ક્યારેક :) --KartikMistry (talk) ૧૦:૨૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

[Global proposal] m.વિકિપીડિયા.org: (બધા) પાનાઓમાં ફેરફાર કરો

 
MediaWiki mobile

Hi, this message is to let you know that, on domains like gu.m.wikipedia.org, unregistered users cannot edit. At the Wikimedia Forum, where global configuration changes are normally discussed, a few dozens users propose to restore normal editing permissions on all mobile sites. Please read and comment!

Thanks and sorry for writing in English, Nemo ૦૪:૦૨, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

અહિં જુઓ, આ બહુ ઉત્સાહજનક લાગતું નથી :/ --KartikMistry (talk) ૧૪:૪૪, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર કાર્તિકભાઈ, આજકાલ મોબાઈલ સહુ કોઈને માટે રમકડા જેવું સાધન થઈ ગયું છે. હું વ્યક્તિગત રીતે મોબાઈલ પરથી લોગઈન થયા વગર ફેરફાર કરવા દેવાના નિર્ણયના મતનો નથી. એનું કારણ એ કે આપણી પાસે રોજેરોજ થનારા એ સંભવિત વેન્ડલિઝમને પહોંચી વળવા માટેની તાકાત અને સમય નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા. મોબાઇલથી થતાં ફેરફારો પર તો હું ચોક્કસ નજર રાખું છું :) --KartikMistry (talk) ૦૯:૦૯, ૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
તો ભાઈલોગ આપેલ કડી પર ટિપ્પણી કરો અહીં લખવાથી વાત નહિ બને. આભાર.--Vyom25 (talk) ૧૪:૧૨, ૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

New Wikipedia Library Accounts Available Now (March 2015)

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Many other partnerships with accounts available are listed on our partners page. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૦૨:૪૪, ૩ માર્ચ ૨૦૧૫ (IST)

Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator page.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

Inspire Campaign: Improving diversity, improving content

This March, we’re organizing an Inspire Campaign to encourage and support new ideas for improving gender diversity on Wikimedia projects. Less than 20% of Wikimedia contributors are women, and many important topics are still missing in our content. We invite all Wikimedians to participate. If you have an idea that could help address this problem, please get involved today! The campaign runs until March 31.

All proposals are welcome - research projects, technical solutions, community organizing and outreach initiatives, or something completely new! Funding is available from the Wikimedia Foundation for projects that need financial support. Constructive, positive feedback on ideas is appreciated, and collaboration is encouraged - your skills and experience may help bring someone else’s project to life. Join us at the Inspire Campaign and help this project better represent the world’s knowledge!

(Sorry for the English - please translate this message!) MediaWiki message delivery (talk) ૦૧:૩૧, ૫ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

SUL finalization update

Hi all,apologies for writing in English, please read this page for important information and an update involving SUL finalization, scheduled to take place in one month. Thanks. Keegan (WMF) (talk) ૦૧:૧૫, ૧૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ContentTranslation/ભાષાંતર માટેનું સાધન

પ્રિય મિત્રો,

ગુજરાતી વિકિપીડિયામાં વિકિમિડીઆ ફાઉન્ડેશને તાજેતરમાં બીટા ફિચર તરીકે અમુક વિકિમાં આ સાધન સક્રિય કરેલ છે. આની મદદથી અંગ્રેજી કે અન્ય ભાષાઓમાંથી નવાં લેખો સહેલાઇથી (મશીન ભાષાંતર સાથે કે વગર) બનાવી શકાય છે. સાથે-સાથ, કડીઓ, ચિત્રો, સંદર્ભ વગેરે આપમેળે સહેલાઇથી મૂકી શકાય છે. ગુજરાતીમાં મશીન ભાષાંતર અત્યારે ઉપલબ્ધ નથી અને ડિક્શનરી અંગેનું કાર્ય હાલ ચર્ચા હેઠળ છે. તેમ છતાંય, આને બીટા ફિચર તરીકે આપણે મુકવું હોય તો આપણે અહીં ચર્ચા કરી શકીએ. સહમત? અસહમત? મત આપવા વિનંતી!

આ સાધન અંગેનો નાનકડો વિડિઓ અહીં જોઇ શકાશે: https://commons.wikimedia.org/w/index.php?title=File%3AContent_Translation_Screencast_(English).webm

આ પણ જુઓ: https://blog.wikimedia.org/2015/01/20/try-content-translation/

--KartikMistry (talk) ૧૦:૪૦, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

  • સહમત:
  1. --KartikMistry (talk) ૧૦:૪૦, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. --ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  3. --Vyom25 (talk) ૧૪:૧૨, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  4. --Sushant savla (talk) ૨૨:૧૦, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  5. --સતિષચંદ્ર (talk) ૦૦:૩૧, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  6. -- (talk) ૦૨:૩૫, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  7. તમારું નામ, સહી.
  • તટસ્થ:
  1. તમારું નામ, સહી.
  • અસહમત:
  1. તમારું નામ, સહી.

નોંધ

આ ટુલ વિકિપીડિયામાં ઉમેરવા માટે https://phabricator.wikimedia.org/T93999 બગ-ટાસ્ક ઉમેરેલ છે. જો કોઇને રસ હોય તો સબસ્ક્રાઇબ કરીને પ્રગતિનો અહેવાલ મેળવી શકશે. સૌપ્રથમ આપણે તેને બીટા વિકિપીડિયામાં અને ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયામાં ઉમેરીશું. વધુમાં હું અહીં અપડેટ આપતો જ રહીશ.

આભાર કાર્તિકભાઈ! બીટામાં ઉમેરાય એટલે જણાવજો તો ટેસ્ટ કરવામાં મદદરૂપ થવાય--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૨, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

બીટા

મિત્રો, કન્ટેન્ટ ટ્રાન્સલેશન (કોઇ સારું મસ્ત ગુજરાતી નામ સૂચવશો? :)) હવે, ગુજરાતી ભાષા માટે બીટા વિકિપીડિયામાં પ્રાપ્ત છે. ટેસ્ટ-ચકાસણી માટે તમારે નીચેનાં પગથિયાંઓ અનુસરવા પડશે.

  1. બીટા વિકિપીડિયામાં (http://en.wikipedia.beta.wmflabs.org/) પ્રવેશ કરો. જો તમારું ખાતું ત્યાં ન હોય તો, http://en.wikipedia.beta.wmflabs.org/w/index.php?title=Special:UserLogin&type=signup પર જઇને નવું ખાતું બનાવો. વિકિપીડિયાનું હાલનું તમારું સભ્ય ખાતું ત્યાં નહી ચાલે.
  2. પ્રવેશ પામ્યા પછી, બીટા/Beta Preferences માં જઇને કન્ટેન્ટ ટ્રાન્સલેશન સક્રિય કરો. સંગ્રહ-સેવ કરો.
  3. ત્યારબાદ, http://en.wikipedia.beta.wmflabs.org/wiki/Special:ContentTranslation પર જાઓ.
  4. નવું ભાષાંતર શરુ કરવા માટે, વાદળી રંગના બટન, એટલે કે નવું ભાષાંતર બનાવો ઉપર ક્લિક કરો.
  5. ખૂલેલા પોપઅપ બોક્સમાંથી અંગ્રેજી - ગુજરાતી ભાષા પસંદ કરો. જે લેખનું ભાષાંતર કરવું હોય તેનું નામ અંગ્રેજીમાં લખો (દાત. California), આ વખતે આ આપમેળે તમને સજેસ્ટ કરશે. ie ઓટોકમ્પલિટ.
  6. જો ગુજરાતીમાં લેખ હાજર હશે તો તમને ચેતવણી અપાશે. તે તમે અવગણી શકો છો (હાલ પૂરતી, કારણ કે બીટામાં લેખ નહી હોય!).
  7. ત્યારબાદ અંગ્રેજી લેખ ડાબી બાજુ અને ભાષાંતર માટેનો ગુજરાતી લેખ જમણી બાજુ ખૂલશે. વિવિધ સાધનો ત્રીજા ભાગમાં દેખાશે.
  8. કોઇ પણ ફકરા પર ક્લિક કરતાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તે આપમેળે કોપી-પેસ્ટ થશે. તમારે તેનું ગુજરાતી કરવાનું રહેશે.
  9. કોઇપણ કડીઓ, સંદર્ભો આપમેળે ઉમેરાઇ જશે, તમે ક્લિક કરીને કડી ઉમેરી શકો છો. હાલમાં જરુરી એવા ફોરમેટિંગ માટે આધાર અપાયેલ છે.

કોઇપણ મુશ્કેલીઓ, બગ્સ(!), ગમેલ કે ન ગમેલ બાબતો માટે મારો સંપર્ક કરવો અથવા અહીં નોંધ મૂકવી.

બધું બરાબર જશે તો આપણે એકાદ અઠવાડિયામાં વિકિપીડિયા પર મૂકી શકીશું. ધ્યાનમાં રાખો કે આ સાધન, લોગીન કરેલ અને બીટા ફિચર સક્રિય કરેલ હોય તો જ કામ કરશે (જેથી આપણે સ્પામ કે ભાંગફોડિયા પ્રવૃત્તિ ખાળી શકીએ). તેમજ આ માટેનાં વિવિધ આંકડાઓ પણ જોવા મળી શકશે.

--KartikMistry (talk) ૧૦:૨૨, ૨૭ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન -૬ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ બીટા ફિચર તરીકે!

વ્હાલા વિકિમિત્રો,

ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન સક્રિય કરવાની પસંદગી માટે આભાર. અગાઉની ચર્ચામાં જણાવ્યું તેમ આ સાધન હાલમાં http://en.wikipedia.beta.wmflabs.org/wiki/Special:ContentTranslation પર ચકાસણી માટે પ્રાપ્ત છે. હાલમાં કોઇ મહત્વનાં બગ્સ મળ્યા નથી તેમ છતાં, અમે ગુજરાતી વિકિપીડિયામાં તેને ૬ એપ્રિલ, ૨૦૧૫ના રોજ સક્રિય કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. ધ્યાનમાં રાખો કે, ગુજરાતી વિકિપીડિયામાં પણ તે "બીટા" ફિચર તરીકે જ સક્રિય થશે. જેથી તમારે તેને જાતે સક્રિય કરવું પડશે. તમે કોઇપણ લેખ પ્રાપ્ત ભાષામાંથી ભાષાંતરિત કરી શકશો. કોઇ પણ ટીપ્પણી કે સૂચન માટે પ્રોજેક્ટનું ચર્ચા પાનું કે ફેબ્રિકેટરનો ઉપયોગ કરવાની વિનંતી. --KartikMistry (talk) ૧૯:૨૬, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વાહ, કાર્તિકભાઈ ખૂબ સરસ.--Vyom25 (talk) ૨૩:૧૬, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન - બીટા ફિચર તરીકે સક્રિય!

કેમ છો? કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન હવે ગુજરાતી વિકિપીડિયા પર બીટા ફિચર તરીકે સક્રિય થઇ ગયું છે. ભાષાંતરની શરુઆત માટે, બીટા ફિચરને સક્રિય કરો અને પાનાં પર જાઓ અથવા તમારા યોગદાન પાનાં પર જાઓ અને નવું ભાષાંતર બનાવવા પર ક્લિક કરી, સ્ત્રોત ભાષા (દાત અંગ્રેજી), લેખનું નામ અને લક્ષ્ય ભાષા (દાત. ગુજરાતી) પસંદ કરીને શરુઆત કરો. જો લેખ ગુજરાતી વિકિપીડિયામાં પહેલેથી હાજર હશે તો, તમને ચેતવણી અપાશે. લેખ પૂર્ણ કર્યા પછી તમે તેને વિકિપીડિયામાં પ્રકાશિત કરી શકશો. જો કોઇ બીજો સભ્ય, તમે જે લેખનું ભાષાંતર કરી રહ્યા છો તેના પર પહેલેથી કામ કરતો હશે તો તમે લેખ તમારા સભ્ય પાનાં હેઠળ પ્રકાશિત કરી શકશો. વિકિપીડિયામાં કુલ બનાવેલ પાનાં આંકડાઓ પર જોઇ શકાશે.

આ સાધન વિકિપીડિયામાં પ્રથમ વખત સ્થાપિત થયેલ છે, એટલે શક્ય છે કે તેમાં કોઇ સમસ્યા આવી શકે જે અમને ખ્યાલ ન હોય. અમે હાલમાં કોઇ સમસ્યા ન આવે એ માટે સતત નિગરાણી રાખીએ જ છીએ, તેમ છતાંય તમને કોઇ મુશ્કેલી પડે તો કન્ટેન્ટ ટ્રાન્સલેશન ચર્ચા પાનું પર અમને જણાવી શકો છો. વધુ માહિતી માટે, જાહેરાત અને બ્લોગ પોસ્ટ વાંચવા વિનંતી. તમે આ સાધન કઇ રીતે વાપરવું તેનો વિડિઓ જોઇ શકશો.

તા.ક. પ્રથમ ટેસ્ટ લેખ તરીકે કસ્તુરભાઇ લાલભાઇ બનાવેલ છે. તમારા સૂચનો સહર્ષ સ્વિકાર્ય છે! --KartikMistry (talk) ૨૧:૫૨, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચક્રવાક‎ નામનો લેખ બનાવવામાં ઉપયોગમાં લીધું.
કેટલાક સુચનો:
૧. લખાણ ને ઘાટું કરવા માટે ''' જ્યાં પણ ઉમેર્યા હોય ત્યાં એ nowikiની વચ્ચે સેન્ડવીચ કરીને મુકે છે જેના લીધે લખાણ ઘાટું થવાને બદલે શરૂવાતના ત્રણ અને છેલ્લા ત્રણ સિંગલ-ક્વોટેશનમાર્ક એમને એમ દેખાય છે.
૨. કોઇ કોઇ વખતે કોઇ કારણ વગર br tag ઉમેરી દે છે.
૩. ટેબલ માંથી ચિત્રો ગુમ કરી નાખ્યા.
૪.સંદર્ભોનું ભાષાંતર કરવા નથી દેતું.
બાકી, ખુબ સરસ છે. ધન્યવાદ અને આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૦૦:૦૯, ૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર!
૧. આ અંગે બગ ઉમેરી દેવામાં આવેલ છે.
૨. ચકાસણી ચાલુ છે.
૩. ટેબલ અંગે પણ કામ ચાલુ છે.
૪. સંદર્ભો હાલ પૂરતા જાતે જ ભાષાંતરિત કરવા પડશે
 :) --KartikMistry (talk) ૨૦:૧૫, ૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ, મેં અખતરો કર્યો (મહાબત મકબરો), જામ્યું ! કેટલાંક વાંધા છે તે ઉપર ચર્ચાયા છે, નિરાકરણ થશે એવી આશા છે, અનુભવે વધુ કંઈ ધ્યાને આવશે તો આપને શ્રમ આપશું. બાકી બહુ મજેદાર છે. આપણને ફાવશે ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૭, ૧૩ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  1. એક વખત કોઈ છબી ઉમેરી તેમાં કોઈ ફેરફાર કરીએ તો પછી દૂર કરવામાં તકલીફ પડે છે. જો છબીમાં ફેરફાર ન કરીએ તો દૂર કરી શકાય છે.
  2. આંતરકડી કઈ રીતે ઉમેરવી તે વિશે વધુ સ્પષ્ટતાની જરૂર લાગી કારણ મેં ભાષાંતર કરેલ લેખમાં ન ઉમેરાઇ.
  3. ઈન્ફોબોક્ષ ભાષાંતરની સખત જરૂરિયાત.
  4. આંતરવિકિ આપોઆપ નથી ઉમેરાતી વિકિડેટા સાથે લેખને અલગથી જોડવો પડે છે તે જો આપોઆપ થઈ શકે તો સારું.
  5. મેં ભાષાંતર કરેલ લેખમાં ફેરફાર કરોમાં જતાં આંતરવિકિ કડીઓના સ્થાને એક જ અજાણી ભાષાની કડી આવે છે. (સુધારો: કોઈપણ લેખમાં ફેરફાર કરવા જતાં આ કડી દેખાય છે; ધવલભાઈ અને અશોકભાઈ તમે પણ નજર નાંખશો)
  6. આ સિવાય અંતે જો એક વિભાગ એવો આપવામાં આવે જેમાં સ્ર્તોત લેખમાં ન હોય તેવી માહિતી ઉમેરી શકાય તો મજા આવી જાય.

આ કેટલાક મુદ્દાઓ નજરે ચડ્યા બાકી સાધન બહુ કામનું છે.--Vyom25 (talk) ૨૦:૨૫, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

  • આભાર, વ્યોમભાઇ!
  1. ગેલેરી-છબીનો બગ અમારા નજર હેઠળ છે!
  2. કડીઓ પણ ટૂંક સમયમાં સુધારાઇ જશે. કડી ઉમેરવા માટે અંગ્રેજી (કે સોર્સ ભાષાની) કડી પર ક્લિક કરતાં તમે કડી ઉમેરી શકો. જે લેખ ગુજરાતીમાં હશે એની આંતરવિકિ કડીઓ આપો-આપ ઉમેરાઇ જશે.
  3. વિકિડેટા સાથે જોડાણ પણ ટૂંક સમયમાં આવે છે :)
  4. અજાણી કડીઓનો મુદ્દો જોવો પડશે. તમે મને diffનું URL આપી શકશો?
  5. છેલ્લો મુદ્દો - આભાર. આ માટે જોકે વધુ રાહ જોવી પડશે :/

--KartikMistry (talk) ૧૧:૫૧, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ભાષાંતરના પાનાં પર પહોંચ્યા બાદ ઘણા સમય સુધી ગુજરાતીમાં ટાઈપ થઈ શકતું નથી. હું ફાયરફોક્સ બ્રાઉઝર વાપરું છું; તેની સાથે કોઈ સમસ્યા આપની જાણમાં છે?--Vyom25 (talk) ૦૦:૦૩, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
ના. ફેબ્રિકેટરમાં બગ ઉમેરશો, પ્લીઝ? (અહીંથી, https://phabricator.wikimedia.org/maniphest/task/create/?projects=MediaWiki-extensions-ContentTranslation) :) --KartikMistry (talk) ૧૧:૫૨, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ આ કાર્યવાહી/સેવા તમારે જ કરવી પડશે કારણ કે મને ફેબ્રિકેટરનો કે બગ ફાઈલ કરવાનો કોઈ અનુભવ/આવડત નથી માટે સમય મળ્યે કાર્યવાહી કરશો.--Vyom25 (talk) ૧૨:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ રામાસ્વામી પરમેશ્વરન હજુ વિકિડેટા સાથે નથી જોડ્યો તમે ડાબી આંતરવિકિ કડીની જગ્યાએ આફ્રિકાન્સ ભાષાની લાલ કડી જોઈ શકશો.--Vyom25 (talk) ૨૦:૨૯, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા, આ લાલ-કડીઓ વિકિડેટા જોડે કન્ફ્યુઝન કરે છે. ખરેખરમાં તો તે સભ્યને બીજી ભાષામાં લેખ બનાવવા માટે આકર્ષવાનો પ્રયોગ છે. તેના પર હજુ કામ ચાલુ છે. ફાયરફોક્સ અને IME નો પ્રશ્ન હલ થઇ ગયો છે. ચકાસી જોવા વિનંતી! --KartikMistry (talk) ૨૨:૧૮, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
તો પછી આપણને ભારતીય ભાષાઓ જ સૂચવે તેવી કાંઈક વ્યવસ્થા ગોઠવો જેમ કે હિન્દી, મરાઠી, સંસ્કૃત વગેરે. અને હા હું ફાયરફોક્સથી જ યોગદાન કરું છું અને આજે બરાબર કામ કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25 (talk) ૦૦:૨૪, ૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રેણીઓનું મેપિંગ

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન આપમેળે શ્રેણીઓ ઉમેરી શકે છે, પરંતુ એ માટે ગુજરાતી વિકિપીડિયાની શ્રેણીઓ અંગ્રેજી (અને અન્ય) વિકિપીડિયાની શ્રેણીઓ સાથે 'મેપ' થયેલી હોવી જોઇએ. જો તમારા ધ્યાનમાં આવે કે કોઇ શ્રેણી એકલી-અટૂલી છે તો wikidataમાં જઇને અંગ્રેજી શ્રેણીઓને સંબંધિત ગુજરાતી શ્રેણીઓ ઉમેરવા વિનંતી છે, જેથી ભવિષ્યમાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન તેમજ અન્ય સાધનો આપણને વધુ મદદરૂપ બની શકે. --KartikMistry (talk) ૧૭:૦૬, ૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

એકલી ગુજરાતી શ્રેણીઓની યાદી (જેની સાથે કોઈ અન્ય ભાષાની શ્રેણી જોડાયેલ નથી તેવી) હું ઉપલબ્ધ કરાવી શકું.--Vyom25 (talk) ૧૨:૪૦, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
ચોક્કસ. આ યાદી બહુ મદદરૂપ થશે. --KartikMistry (talk) ૧૩:૦૪, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
d:User:Vyom25/ફક્ત ગુજરાતી વિકિની કડીઓ ધરાવતી શ્રેણીઓની યાદી--Vyom25 (talk) ૧૪:૧૮, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ. હવે મુશ્કેલીએ છે કે આ શ્રેણીઓ હાલની શ્રેણીઓથી અલગ પડે છે. એટલે કે વિકિડેટામાં આ નામની શ્રેણીઓ હાજર છે જ. બંનેને મર્જ - ભેળવવી કેવી રીતે. દા.ત. Q9808475 એ Q6647839માં ભેળવવી જોઇએ. વિકિડેટાનો પ્રશ્ન અહીં પૂછવા બદલ પહેલેથી માફી :) (મર્જ માટેનો જવાબ મારા ચર્ચા પાનાં પર મૂકી શકો છો) --KartikMistry (talk) ૧૬:૪૦, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
KartikMistry and Vyom25, મેં શ્રેણી:હિંમતનગર તાલુકો સિવાય શ્રેણી:હિંદી સાહિત્યકારથી નીચેના બધા પાના મેપ કરી લીધા છે. (મેં નીચેથી લીસ્ટ ચાલુ કર્યું.) -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૩, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

અપડેટ:


અપડેટ

હવે અહિયાં બાકી શ્રેણીઓના લીસ્ટ બનાવવાનું બંધ કર્યું છે. મર્જ માટેની શ્રેણીઓ હું નીચે મુકીશ.

Stewards confirmation rules

Hello, I made a proposal on Meta to change the rules for the steward confirmations. Currently consensus to remove is required for a steward to lose his status, however I think it's fairer to the community if every steward needed the consensus to keep. As this is an issue that affects all WMF wikis, I'm sending this notification to let people know & be able to participate. Best regards, --MF-W ૨૧:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિ લવ્સ ફૂડ - ફોટોગ્રાફી સ્પર્ધા

મિત્રો, વિકિમીડિયા ઈંડિયા દ્વારા એક ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય છે ખોરાક - ભોજન. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ભાષામાંથે બે સ્પર્ધકોનું નામાંકન કરવા વિનંતિ કરવા માં આવી છે. તો આપણી ગુજરાતી કોમ્યુનીટીમાંથી જે સભ્યો આમાં રસ ધરાવે તેઓ પોતાનું નામ જણાવી શકે છે. પ્રબંધકોતે નિર્વાચિત સભ્યોના નામ વિકિમીડિયાને જણાવી શકે છે. આ સ્પર્ધાની વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે. સ્પર્ધા ૧૫ એપ્રિલથી શરૂ થાય છે માટે આ કાર્ય ઝડપથી કરવા વિનંતી. --Sushant savla (talk) ૨૨:૧૯, ૧૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

નામાંકન

  1. હું આ ફોટોગ્રાફી સ્પર્ધામાં રસ ધરાવું છું, પ્રબંધકોને યોગ્ય લાગે તો મારું નામ નોંધાવી આગળની કાર્યવાહી કરશોજી.--દેવેન્દ્રસિંહ ગોહિલ ૧૫:૪૭, ૧૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
    1. મિત્રો, હું દેવેન્દ્ર ભાઈના નામનું અનુમોદન કરું છું. આપણે તેમને નોમિનેટ કરીએ. --Sushant savla (talk) ૧૨:૨૫, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    2.   તરફેણ દેવેન્દ્ર ભાઈના નામાંકનને મારો ટેકો છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    3.   તરફેણ મારો દેવેન્દ્રસિંહજીના નામને પૂરો ટેકો છે. તેઓ આપણા જૂના અને સક્રિય સભ્ય છે અને હવે કોમન્સ પર ફોટા ચડાવી રહ્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    4.   તરફેણ મારો દેવેન્દ્રસિંહજીના નામને પૂરો ટેકો છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    5.   તરફેણ--Vyom25 (talk) ૧૩:૦૭, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. હું આ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવું છું. આપ મિત્રોને યોગ્ય લાગે તો મારી અરજીનો સ્વીકાર કરશો. એજ લિ. - Nizil Shah (talk) ૨૩:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    1.   તરફેણ મારો નિઝિલભાઈને સંપૂર્ણ ટેકો છે. તેઓ કોમન્સ પર સક્રિય છે, અને ઘણા ફોટા ચડાવી ચુકેલા છે. --ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    2.   તરફેણ--એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    3.   તરફેણ મારો ટેકો છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    4.   તરફેણ --KartikMistry (talk) ૦૯:૨૨, ૨૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    5.   તરફેણ અંગ્રેજી વિકિ પર ગુજરાતને લગતા લેખો ચડાવવામાં અને સુધારવામાં અગ્રેસર.--Vyom25 (talk) ૧૩:૦૭, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

અન્ય ચર્ચા

  • સ્પર્ધામાં પ્રથમ ૫૦ સ્પર્ધકો સીધી નોંધણી કરાવી શકે છે. મેં સ્પર્ધાની ચર્ચામાં અહિં પ્રશ્નો પૂછ્યા છે એના કોઈ જવાબ હજુ મળ્યા નથી. સુશાંતભાઈ, તમે હમણા વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું તેમ તમે સ્વયંસેવક છો, તો શું તમે અહિં જણાવશો કે એ પ્રથમ ૫૦ લોકોમાં સ્થાન પામવા માટે કેવી રીતે એનરોલમેન્ટ કરાવવાનું? જેથી દેવેન્દ્રભાઈ ત્યાં નામાંકન કરી શકે?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • જો કોઈ રીતે આપણા કોઈ સભ્યને તે પ્રથમ ૫૦માં સ્થાન ન મળે તો પછી આપણે આ સમુદાય નામાંકનનો માર્ગ અપનાવવો જોઈએ એવું મારું માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • એક Observation: દેવેન્દ્રભાઇએ એમણે ૧૩એપ્રિલથી નામાંકન માટે વિનંતિ કરેલી છે. ૧૫મી તારીખ તો જતી રહી તો પણ એમનું નામ નથી પહોચ્યું અને બદલે અન્ય નામ ત્યાં સીધુ કેવી રીતે પહોચી શકે? --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૮, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • ભાઈઓ અને બહેનો, આ લિંક પર રજીસ્ટ્રેશન ચાલુ છે. તા-૧૫ થી ચાલુ થયું તે ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે....જો કે રજી. કરાવનાર પ્રથમ ૫૦ ને જ ભાગ લેવા દેવામાં આવશે....તો સૌ પ્રથમ જેને ભાગ લેવો હોય તે સૌ અહીં રજીસ્ટ્રેશન કરાવી લે. (ત્યાં Phase 1: April 15 - April 30 હેઠળ Registration for Phase 1 હેઠળ Please register here પર ક્લિકતાં ફોર્મ ખુલશે) તે ઉપરાંત Registration for Community Nominated Participants in Phase 1 હેઠળ Please register here પર ક્લિકતા જે ફોર્મ ખુલે તેમાં કમ્યુનીટીએ સર્વાનુમતે પસંદ કરેલા બે મિત્રો (હી ઓર શી) નાં નામનું રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. એ પછી ૧ મે થી ફેઝ ૨ ચાલુ થશે, જેમાં દરેક મિત્ર ભાગ લઈ શકે છે. આ હું સમજ્યો તે કહ્યું...મેં રજીસ્ટ્રેશન કરી લીધું છે. (પ્રથમ ૫૦માં આવે કે ન આવે તે ખ્યાલ નથી !) અહીં, કમ્યુનિટિ નોમિનેટેડ સભ્ય પેજ પર ગુજરાતી સામે એક સભ્યનું નામ દર્શાવાય છે, આમાં કોણ નામ મુકી શકે કે કમ્યુનીટીએ કોને નોમિનેટ કર્યા છે, જેવી બાબતોમાં મને હજુ સમજાયું નથી !!! પણ આપણે અહીં મતદાન કરીને બે નામ મોકલવાના હોય તો જેને આ નોમિનેટેડ વિભાગ દ્વારા તેમાં જવું હોય તેઓ જરૂર અહીં ઉપર નામ નોંધાવે, બાકી બધા સૌ પ્રથમ તો ત્યાં ઉપર આપેલી લિંકે ક્લિકીને રજીસ્ટ્રેશન કરી દે એટલે કામ પતે ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • ધવલભાઈ, ત્યાં તમે તા-૧૨ ના રોજ પ્રશ્ન પુછ્યો (જો કે કદાચ કોઈએ જવાબ આપવાની દરકાર નથી કરી !) પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા-૧૫ થી ચાલુ થવાની હતી એટલે હવે મેં ઉપર જણાવ્યું તેમ રજી. ફોર્મ ખુલે છે. એમાં મંડો ભરવા ! ને બે નોમિનેશન વાળા મિત્રોની કેટેગરીમાં જેને ભાગ લેવો હોય તે મંડે અહીં નામ લખવા ! આ સમગ્ર પ્રક્રિયા થોડી ગરબડગોટાળા વાળી છે, અથવા કદાચ આપણે એ પ્રક્રિયા હજુ સરખી સમજી શક્યા નથી, પણ ત્યાર પછીના ફેઝ ૨ માં તો સૌ ભાગ લઈ શકશે જ. એટલે શુભસ્ય શિઘ્રમ અને ઘરે કહી દો કે રોજ કંઈક અવનવું બનાવે અને કેમેરા તૈયાર રાખો. ફોટા સ્પર્ધામાં મોકલો એટલે એના સારાસારનો નિર્ણય જ્યુરી કરે અને વાનગી પ્રબંધકોને ચખાડો એટલે એની ગુણવત્તા બાબતે પ્રબંધકો નિર્ણય લેતા થાય !!!!! બેય હાથમાં લાડવા એ આનું નામ ;-) ! બોલો કોણ શું જમાડશે ?! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • ધવલભાઈ, રજીસ્ટ્રેશન કેમ કરવું તે વિષે પ્રોજેક્ટના પાના પર માહિતી ન હતી તે માત્ર મેઈલિંગ લીસ્ટમાં હતી, તે બાબતે ધ્યાન દોરવા બદ્દલ આભાર. પણ તે સુઝાવ મળતા, રજીસ્ટ્રેશન કરવાની લિંક ત્યાંના વ્યવસ્થાપકોએ મૂકી છે.--Sushant savla (talk) ૨૧:૧૨, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • ધવલભાઈનો સુઝાવ પહેલા ૫૦માં નામાંકન કરવાનો સારો છે. તેમ છતાં કોમ્યુનીટી નોમિનેશન કે જનરલ નોમિનેશનની પસંદગી, ભાગ લેનારની ઇચ્છા પર મૂકીએ તો કેવું રહેશે? --Sushant savla (talk) ૨૧:૩૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
    • સુશાંતભાઈ, કોઈ નિર્ણય કોઈની ઉપર છોડતા પહેલા આપણે તેમને હકિકતથી વાકેફ કરવા એ આપણી ફરજ છે. આપણે કોઈને એક વાતનો આગ્રહ કરીએ અને બીજી વાત તરફ ધ્યાન ન દોરીએ, તો એમ ન કહી શકીએ કે એ નિર્ણય તેમનો હતો. ખેર.
    • અશોકભાઈ, મારો ઉદ્દેશ્ય તો ફક્ત અને ફક્ત એટલો જ હતો કે આપણે અહિંથી શક્ય એટલા વધુ લોકો ભાગ લઈ શકે. કેમકે કોમ્યુનિટિ નોમિનેશન ફક્ત બે જ લોકોનું થઈ શકે તેમ છે, જો આપણી પાસે બે કરતા વધુ સભ્યો હોય તો આપણે સૌને ન્યાય ન આપી શકીએ, અને મતદાતાઓ માટે પણ ધર્મસંકટ પેદા થાય. ઝઘડા અને મનમોટાવ પણ થઈ શકે. એ બધું નિવારવા માટે જ મારો સુઝાવ હતો કે જેને ભાગ લેવો હોય તે પહેલા પ્રથમ ૫૦માં નોંધણી કરાવી જુએ, જો ત્યાં સફળતા ન મળે તો આપણે કમ્યુનિટિ તરીકે તેમની સહાયે આવીએ અને તેમનું નામાંકન કરીએ. તમે જણાવ્યું તેમ, તમે ત્યાં નોંધણી કરાવી છે, જો તમે તેમ ન કર્યું હોત અને એને બદલે અહિં જ તમારું નામાંકન કર્યું હોત તો આપણી પાસે ત્રણ સભ્યો હોત, દેવેન્દ્રસિંહભાઈ, નિઝિલભાઈ અને અશોકભાઈ આપ. હવે તમે જ કહો કે શું આપણે સૌને ત્યાં સ્થાન અપાવી શકીએ?
    • સૌને પોતાની સમજ છે, એટલે હું કશું વધારે કહેવાનો નથી. અહિં નામાંકન કરનાર સૌને મારો મત છે. બે હશે કે ૧૨, હું તો ચાહિશકે આપણા બધા ગુજરાતી વિકિમિત્રો સ્પર્ધામાં ભાગ લે જ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૪, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
      • ધવલભાઇ, આપનો વિચાર હું અગાઉ જ સમજી ગયો હતો અને એ સાથે સંપૂર્ણ સહમત પણ છું. એટલે જ મેં ઉપર યોગ્ય લિંક્સ આપી અને રજી.પ્રક્રિયા પણ ક્રમબદ્ધ સમજાવી. હું તો ઓપન કેટેગરીમાં વારો આવે તો જ ભાગ લઈશ એટલે ત્યાં અગાઉ જ નોંધણી કરી લીધી. અહીંથી તો દેવેન્દ્રભાઇ અને નિઝિલભાઇ જેવા એ ક્ષેત્રના અનુભવી મિત્રો જ પ્રતિનિધીત્વ કરે એ ગૌરવવંતુ ગણાય. જો કે આપણે સૌને અહીં નોંધણી કરવા જણાવેલું જ પણ અત્યાર સુધીમા આ બે મિત્રોએ અહીં ઇચ્છા દર્શાવી જે સાથે આપણે સહમત છીએ જ. જો કે મારા નામેરી એવા કોઇ અશોકભાઇએ પણ ત્રીજું નામ લખ્યું જણાયું છે પણ તેઓએ ખરેખર તો લોગઈન થઈ અહીં લખવું જોઇએ, સભ્યઓળખ સ્પષ્ટ ન હોય તો આપણે તેને અવગણવું રહ્યું. અને પ્રબંધક લેખે જ્યારે આપણે બેઉ અને અન્ય કેટલાંક મિત્રો ઉપરોક્ત બે નામને ટેકો આપ્યો છે તો હવે ત્રીજા નામ પર વિચારવાનું રહેતું પણ નથી. સુશાંતભાઇ ઉપરોક્ત બે મિત્રોને માટે કમ્યુનિટિ નોમિનેટેડ શ્રેણીમાં નોંધાવવાની યોગ્ય પ્રક્રિયા શરૂ કરે એવી વિનંતી. અને દેવેન્દ્રભાઇ તથા નિઝિલભાઇને હાર્દિક શુભકામનાઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૯, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
      • ધવલભાઇ તથા મિત્રો, એક ચોખવટ, ઉપર ત્રીજું નામ 'અશોકભાઇ' લખાયું તે મેં લખ્યું નથી...! આમાં કોઇએ ભયાનક ગેરસમજ ઊભી કરી છે. મેં તો અગાઉ જ ઓપન કેટેગરીમાં નોંધણી કરાવી છે. હાલ હું મોબાઇલ પર છું અને કમ્યુટર ઉપલબ્ધ નથી તેથી એ જાણવું અઘરું પડશે કે એ નોંધણી અહીં કોણે કરી, ધવલભાઇ કૃપયા એ જાણી અને જો અન્ય કોઇ દ્વારા એ લખાયું હોય તો ચર્ચા કરી હટાવે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૧, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
        • અશોકભાઈ, કદાચ એ નામ તમારા કોઈ નામેરીનું નહિ પણ તમારું જ લાગતું હતું. તમારા સાગરીત પાસે આવાં કામો કરાવીને પછી આવું નામેરી, ગેરસમજ, એવું બધું લખી નાખવાનું? માફ કરજો, મજાક કરું છું. મિત્રો, આગળના બે વાક્યો ફક્ત અને ફક્ત મજાક ખાતર લખ્યા છે. અશોકભાઈ સાથે આટલી મજાક કરી શકું અને તેઓ ખમી શકે તેમ છે એ વાતની ખાતરી છે એટલે જ કરી છે.
        • હવે જરા ગંભીર વાત, અશોકભાઈનું નામ એ.આર. ભટ્ટે ઉમેર્યું હતું તેમ ફેરફારોના ઇતિહાસ પરથી જણાયું. તેમણે એવું કેમ કર્યું હશે તે તો તેઓ જ જણાવી શકે, પરંતુ નામાંકન જે તે વ્યક્તિ પોતે જ નોંધાવે તે ઇચ્છનિય છે અને અશોકભાઈ મોઢવાડીયાએ ચોખવટ કરી તેમ એ તેમણે નહોતું ઉમેર્યું અને નથી તો તેમને સ્પર્ધામાં અહિં થયેલા નામાંકનને આધારે ભાગ લેવાની ઇચ્છા માટે તે નામ મેં એમની આજ્ઞા અને અનુમતિથી હટાવ્યું છે.
        • ભટ્ટભાઈ આમ કરવા પાછળનો આપનો આશય (વિશ્વાસ છે કે શુભ આશય જ હશે) જણાવશો તો અહિં ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ શકે છે.
          • ગેરસમજ, ક્યાં સુધી ઉભી રહીશ, બકુડી? બેસી જા.. ઉભેલી ગેર-સમજને બેસી જવા માટે આદેશ આપી દીધો છે. અશોકભાઇના નામની આગળ સમ્રાટ નહોતું લખ્યું એટલી વાતમાં તો એ ક્યા અશોકભાઇની વાત છે એ બાબતે વાતાવરણ શોક-ગ્રસ્ત થઇ ગયું. હકીકત એમ છે કે આ જીવને એમ થયું કે અશોકભાઈ અહીં પોતાનું નામ ઉમેરતા ભુલી ગયા લાગે છે એટલે એમના વતી ઉમેરીને પરમાર્થનું કામ કરૂ. મગજરૂપી શહેરના કમાડ ગરમીને કારણે વહેલા વાસી દીધેલા એટલે અહીં ફક્ત બે જ નામ ઉમેરવાના હતા એ વાત ધ્યાન બહાર (મગજના દરવાજાની બહાર) રહી ગઇ. આટલી અમસ્તી વાત છે એમાં ચોતરાને પાણીપત ના બનાવશો મિત્રો.--એ. આર. ભટ્ટ (talk) ૧૦:૪૪, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
            • ભટ્ટજી, પાણીપત તો આપે બનાવી જ કાઢ્યું !!! ઉપર સભ્યશ્રીએ વિનંતી કરી તેમાં જ લખ્યું છે કે, ’પ્રબંધકોને યોગ્ય લાગે તો મારું નામ મોકલે’ ટુંકમાં માન.સભ્યશ્રીઓને પ્રબંધકો પર વિશ્વાસ હોય છે, અને પ્રબંધકોની નૈતિક ફરજ બને કે ભુવા બની નાળિયેર ઘર ઢારાં ન ફેકતાં ખરેખર જે આ કાર્ય માટે નિપૂણતા ધરાવતા હોય તેવા મિત્રોને બધી જ રીતે પ્રોત્સાહન આપે અને માત્ર વ્યક્તિગત ન વિચારતા સમગ્ર કમ્યુનિટિનું કાર્ય ઉત્તમોત્તમ દેખાય તેમ કામ કરે. આપે કેમ વિચાર્યું કે "હું" અહીં મારું નામ લખતા ભુલી ગયો હોઈશ ?? તો પછી ધવલભાઈ, સુશાંતભાઈ, કાર્તિકભાઈ વગેરે જેવા અન્ય વધુ યોગ્ય મિત્રો પણ નામ લખતા ભુલી ગયા હશે એમ કેમ ન ધાર્યું ?? અને સ્વયં આપ સાહેબ જ કેમ આપનું નામ લખતાં ભુલી ગયા ?! આપણે હળવાશપૂર્ણ ઢબે કામ અને ચર્ચા કરીએ જ છીએ પણ કૃપયા જ્યારે આ પ્રકારના ગંભીર નિર્ણયની કે અન્યત્ર આપણી ગુજ.વિકિ કમ્યુનિટિના પ્રતિનિધિત્વની વાત હોય ત્યારે ભુલથી પણ કોઈ ગેરસમજભર્યો કે ખોટો સંદેશ ન જાય તેની આપણે દરકાર રાખવી જોઈએ. આપના ઈરાદા બાબતે કશો સંદેહ ન જ હોય પણ આ અયોગ્ય હતું એ આપે સ્વીકાર્ય કરવું રહ્યું. જો કે હવે ઘી ના ઠામમાં ઘી પડી ગયું એ આનંદની વાત છે. ધવલભાઈનું સુચન માન્ય રાખી એક-બે દિવસ હજુ કોઈ મિત્રોને પોતાનું નામ અહીં લખવા ઈચ્છા હોય તો તક આપીશું અને પછી સૌ જે નિર્ણય લે તે માન્ય ગણીશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૯, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
              • અશોકભાઇ, તમે લખેલું કે મેં પેલા ૫૦માં નામ નોંધાવ્યું છે એના સંદર્ભમાં મને લાગ્યું કે તમે નામ લખતા ભુલી ગયા લાગો છો. અને એટલા માટે જ મેં ઉમેર્યુ હતું. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૨૩, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
                • અશોકભાઈ અને સુશાંતભાઈ, આ નામો સ્પર્ધાના આયોજકોને જણાવીએ એ પહેલા એકાદ દિવસ રોકાઈ જઈએ તો સારું રહેશે. કારણ ફક્ત એ જ છે કે, વાત જ્યારે ગુજરાતી સમુદાય તરફથી નામાંકનની થઈ રહી હોય ત્યારે આપણે આપણી અન્ય સક્રિય કમ્યુનિટીને ભૂલી જઈએ એ યોગ્ય ન ગણાય. મેં હમણા જ વિકિસ્રોતના સભાખંડમાં આ વિષેની ઘોષણા કરી છે, એ કામ પહેલા કેમ ન સુઝ્યું તે વિચારીને ખેદ થાય છે. જો આપ બંનેની અનુમતિ હોય તો કાલનો દિવસ રોકાઈ જઈએ અને જો લહિયાઓમાંથી કોઈ પોતાનું નામ નોંધાવે તો શું કરવું તેનો નિર્ણય લઈને આગળ વધીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

આભાર વ્યોમભાઈ! ભાઈઓ, વ્યોમભાઈના મતદાન સાથે વિકિસ્રોતના સમુદાયનું પણ રિપ્રઝેન્ટેશન થઈ ગયેલું ગણીને હવે આપણે આ મતદાનને બંધ કરીએ અને બંને નામોની નોંધણી સ્પર્ધામાં કરાવી દઈએ તો કશો વાંધો નહી આવે. સુશાંતભાઈ, તમે સ્વયંસેવક ને નાતે આપાણા મતદાનને પરિણામે તરી આવતા આ બે નામો (સભ્ય:Dkgohil અને સભ્ય:Nizil_Shah)નું નામાંકન સ્પર્ધાના પાને કરાવી દેશો કે તમે પછી પ્રબંધકને નાતે હું કે અશોકભાઈ તેમ કરીએ?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

તમે જ કરી દેશો. --Sushant savla (talk) ૧૮:૩૬, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સહમત.અને વ્યોમજી સમેત ભાગ લેનાર સર્વ મિત્રોને શુભકામનાઓ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૮, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, ધવલભાઈ સમુદાયના પસંદ કરેલા બંને સભ્યો ના નામ હજુ યોગ્ય જગ્યાએ મુકાયા નથી ફક્ત નિઝિલભાઈનું નામ જ દેખાય છે. નિઝિલભાઈ, દેવેન્દ્રભાઈ તમે કોમ્યુનિટિ નોમિનેટેડ સભ્યો માટેના રજિસ્ટ્રેશન કરાવ્યું કે નહિ.--Vyom25 (talk) ૧૧:૪૦, ૨૫ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
માફ કરજો મિત્રો, સુશાંતભાઈએ અમારા ઉપર છોડ્યું હતું એ મારા ધ્યાન બહાર જ જતું રહ્યું. હમણા જોયું તો ખ્યાલ આવ્યો કે દેવેન્દ્રભાઈએ એમનું નામ નોંધાવી દીધું છે. દેવેન્દ્રભાઈ, આપની સવિશેષ માફી માગું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૯, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

 

Greetings,

I am pleased to announce that nominations are now being accepted for the 2015 Wikimedia Foundation Elections. This year the Board and the FDC Staff are looking for a diverse set of candidates from regions and projects that are traditionally under-represented on the board and in the movement as well as candidates with experience in technology, product or finance. To this end they have published letters describing what they think is needed and, recognizing that those who know the community the best are the community themselves, the election committee is accepting nominations for community members you think should run and will reach out to those nominated to provide them with information about the job and the election process.

This year, elections are being held for the following roles:

Board of Trustees
The Board of Trustees is the decision-making body that is ultimately responsible for the long term sustainability of the Foundation, so we value wide input into its selection. There are three positions being filled. More information about this role can be found at the board elections page.

Funds Dissemination Committee (FDC)
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions being filled. More information about this role can be found at the FDC elections page.

Funds Dissemination Committee (FDC) Ombud
The FDC Ombud receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled. More information about this role can be found at the FDC Ombudsperson elections page.

The candidacy submission phase lasts from 00:00 UTC April 20 to 23:59 UTC May 5 for the Board and from 00:00 UTCApril 20 to 23:59 UTC April 30 for the FDC and FDC Ombudsperson. This year, we are accepting both self-nominations and nominations of others. More information on this election and the nomination process can be found on the 2015 Wikimedia elections page on Meta-Wiki.

Please feel free to post a note about the election on your project's village pump. Any questions related to the election can be posted on the talk page on Meta, or sent to the election committee's mailing list, board-elections -at- wikimedia.org

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery on behalf of the 2015 Wikimedia Foundation Elections Committee, 05:03, 21 April 2015 (UTC) • TranslateGet help

Please test VisualEditor in your language!

 

It is very important to us at the Editing Department that VisualEditor works in every language, for every user.

VisualEditor's editing environment is a browser ContentEditable element. This means that your input method editor (IME) should already know how to work with it. However, to make VisualEditor correctly edit wiki pages, we have to stop browsers in lots of ways from breaking the page.

Sometimes this can interfere with IMEs. To make sure we work in your IME, we need your help: please see wikimedia.github.io/VisualEditor/demos/ve/desktop-dist.html#!pages/simple.html. This is the core system inside VisualEditor which lets you write and edit. It is different from the full editor, and some of the tools you are used to will be missing.

We're interested in particular in whether you can write text at all, what happens when you select different candidate texts, and how VisualEditor behaves in general.

More details, and some early test results, are provided here: mediawiki.org/wiki/VisualEditor/IME_Testing#What_to_test.

We would love to hear from every language, and especially languages which use IMEs, like Japanese, Korean, Indic languages, Arabic and others. Thank you for your help.

Yours,

James Forrester (talk) ૧૩:૧૧, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Merchandise giveaways/Nominations સભ્ય:સતિષચંદ્ર

મિત્રો, આ સાથેની લિંક પર ક્લિક કરી ઉપરોક્ત વિષયના પાને જઈ ગુજ.વિકિ પર સૌથી વધુ લેખ સંપાદન કરનાર આપણા સભ્ય સતિષભાઇની તરફેણમાં મત નોંધાવવા વિનંતી. આભાર. (લિંક : અહીં ક્લિક કરો)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, અને કાર્તિકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
+૧ ધવલભાઈ. --Sushant savla (talk) ૧૮:૫૩, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
અશોકભાઈ, સતિષભાઈ આ વિકિ વાળાઓએ ભૂલથી સતિષભાઈના ચર્ચાનાં પાનાંને બદલે અહીં સંદેશ મૂકી દીધો છે. મેં સતિષભાઈનું નામ આપણે જ્યાં નોંધાવ્યું હતું ત્યાં લખ્યું તો છે પણ સંદેશમાં ફક્ત ઈમેલ કરવાનું જ લખ્યું છે તો આગળ શું કાર્યવાહી કરવી છે? અને નોમિનેશન પસંદ થયા બદલ સતિષભાઈ અને સૌ મિત્રોને અભિનંદન.--Vyom25 (talk) ૧૦:૪૯, ૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઉપ્સ. અશોકભાઇ-વ્યોમભાઇ-સતિષભાઇ ઘટતું કરશો? :) --KartikMistry (talk) ૧૨:૦૩, ૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
મેં એ સંદેશની કોપી સતિષભાઈના ચર્ચાને પાને મુકી છે. વ્યોમજીએ પણ જે તે સ્થળે સૂચના લખી જ નાખી છે. મારા મતે આ સંદેશ સભ્યશ્રી સુધી પહોંચે એ જ ઉદ્દેશ હોય અને એમાં આપેલ મેઇલ પર સતિષભાઈ કોન્ટેક્ટ કરે એટલે કાર્યવાહી આગળ ધપશે જ. સૌનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૧, ૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
મિત્રો, અભિનંદન બદલ ઘણો ઘણો આભાર. મેં મેઈલ કરી દીધો છે.--સતિષચંદ્ર (talk) ૦૦:૫૪, ૭ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

વરાઇ (ઓહ નો, અગેઇન!)

https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B_(%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF)#.22.E0.AA.B5.E0.AA.B0.E0.AA.BE.E0.AA.87.22_.E0.AA.8F_.E0.AA.B6.E0.AB.81.E0.AA.82_.E0.AA.9B.E0.AB.87_.3F પરની ચર્ચા પછી પણ વરાઇ પાનું દેખાતું નથી. શું હું એ ચર્ચા પરથી પાનું બનાવી શકું? આભાર. --KartikMistry (talk) ૨૨:૦૧, ૨૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

નેકી ઔર પુછપુછ ? આમ તો આ એ ચર્ચામાં ભાગ લેનારાઓની જવાબદારી ગણાય ! પણ હવે એ આપની ગણાશે !! કૃપયા બનાવી કાઢો. આપનો આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૮, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
 

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson. Questions and discussion with the candidates for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson will continue during the voting. Nominations for the Board of Trustees will be accepted until 23:59 UTC May 5.

The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions on the committee being filled.

The FDC Ombudsperson receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled.

The voting phase lasts from 00:00 UTC May 3 to 23:59 UTC May 10. Click here to vote. Questions and discussion with the candidates will continue during that time. Click here to ask the FDC candidates a question. Click here to ask the FDC Ombudsperson candidates a question. More information on the candidates and the elections can be found on the 2015 FDC election page, the 2015 FDC Ombudsperson election page, and the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 03:45, 4 May 2015 (UTC) • TranslateGet help

વિકિડેટા પર ટ્રાન્સલિટરેશન વડે બોટ દ્વારા લેબલ

આ જુઓ અહીં બોટ દ્વારા હિન્દી ભાષામાં ટ્રાન્સલિટરેશન વડે લેબલ આપોઆપ ઉમેરાયા તેના પ્રાયોગિક પરિણામ છે. મેં તે બરાબર હોવાની લીલી ઝંડી આપી છે આગામી થોડા દિવસોમાં ગુજરાતી, મરાઠી, સંસ્કૃત પર પણ પ્રયોગ થનાર છે. આ બાબત અહીં લખવાનું કારણ એ કે ખાસ તો ગુજરાતી માટે મારી ગેરહાજરીમાં આપણા અન્ય કોઈ સભ્ય એ લેબલ બરાબર છે કે નહિ તે ચકાસવા પડશે તો કોઈ આ જવાબદારી ઉઠાવે તો ક્યાં આ અંગે ચર્ચા ચાલે છે તેની કડી હું આપીશ. બીજું કાંઈ કરવાનું નથી ફક્ત લેબલ બરાબર છે કે નહિ તે જ જોવાનું છે. કેટલાક સમય માટે મારી પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ નહી હોય માટે હું આ સંદેશ લખું છું. આભાર.--Vyom25 (talk) ૧૩:૦૮, ૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

સરસ. હું ધ્યાન રાખીશ. મને ચર્ચાની વિગતો આપવા વિનંતી --KartikMistry (talk) ૧૪:૦૬, ૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ સભ્યશ્રી આ કામ પોતાના બોટ વડે કરી રહ્યા છે. તેમના ચર્ચાનાં પૃષ્ઠને ધ્યાનમાં રાખશો.--Vyom25 (talk) ૧૬:૦૧, ૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

New Wikipedia Library Accounts Available Now (May 2015)

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • MIT Press Journals — scholarly journals in the humanities, sciences, and social sciences (200 accounts)
  • Loeb Classical Library — Harvard University Press versions of Classical Greek and Latin literature with commentary and annotation (25 accounts)
  • RIPM — music periodicals published between 1760 and 1966 (20 accounts)
  • Sage Stats — social science data for geographies within the United States (10 accounts)
  • HeinOnline — an extensive legal research database, including 2000 law-related journals as well as international legal history materials (25 accounts)

Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, JSTOR, DeGruyter, Newspapers.com and British Newspaper Archive. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૦૩:૪૨, ૫ મે ૨૦૧૫ (IST)

We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at Global our new coordinator signup.
This message was delivered via the Mass Message tool to The Wikipedia Library Global Delivery List

ઢાંચો/ઢાંચા બનાવવા બાબત

આદરણિય પ્રબંધકશ્રીઓ, વિષયમાં દર્શાવેલ બાબત ટેકનીકલી ઉચ્ચ પ્રશિક્ષિત હોય એ અથવા પ્રબંધક શ્રી જ કરી શકે એમ હોઈ આપશ્રીનું ધ્યાન દોરું છું. વ્યક્તિ/લેખક/વિધાન સભ્ય/સાંસદ/ગ્રામ પંચાયત/નગર પાલિકા/પ્રાણી/વસ્તુ/કંપની વગેરેના મહત્તમ માહીતી સાથેના ઢાંચા બનાવવાની અથવા સુધારવાની જરૂર છે, જો શક્ય હોય તો. અધુરા ઢાંચાઓના કારણે પુરતી માહિતી આપી શકાતી નથી તેમજ ગુજરાત વિશે અને ગુજરાતને સંલગ્ન માહિતી વીકીની અંગ્રેજી અથવા અન્ય ભાષાઓની સાઈટ ઉપર હોય છે. { { Politics of India } } ઢાંચો ગુજરાતી ભાષાંતર માટે અધુરો છે. આ જ ઢાંચો હિંદી તથા અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. કોઈ પણ સભ્ય દ્વારા આધારભુત માહિતીઓ ભરવાનું સરળ રહેશે જો પુરતા પ્રમાણમાં ઢાંચા ગોઠવાયેલા મળશે. --વિમેશ પંડ્યા (ચર્ચા/યોગદાન) ૧૨:૩૦, ૦૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિમેશભાઈ, ઢાંચો કોઈપણ સભ્ય બનાવી કે સુધારી શકે છે. આપને કોઈ ઢાંચો જરૂરી જણાય તો વિનાસંકોચ અન્ય વિકિમાંથી અહીં લાવી શકો છો. હા, અહીં ઉપલબ્ધમાંના કેટલાંક, ભારે તકનિકી કે બહુ વપરાશ ધરાવતા, ઢાંચા માત્ર પ્રબંધકો સુધારી શકે એ રીતે રક્ષીત કરાયા હશે. એમાં પણ કશું ફેરફારલાયક જણાય તો જે તે ઢાંચાના ચર્ચાને પાને લખશો એટલે ફેરફાર કરીશું. નવો ઢાંચો બનાવવા માટે ગુજરાતીમાં ઢાંચો:અબક (યોગ્ય નામ) એ રીતે નવો ઢાંચો બનાવી શકાશે. જો કે એ પહેલાં એ પ્રકારનો ઢાંચો અહીં હયાત છે કે કેમ એ જરા ચકાસી લેવું. આ બધું છતાં, તકનિકી કારણોસર આપ ઢાંચો ન બનાવી શકો તો અમને કોઈને પણ જાણ કરશો એટલે આપને ઉપયોગી એવો ઢાંચો અહીં લાવતા/બનાવતા અમને આનંદ થશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૧, ૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
એ ઉપરાંત, આપે ઉપર લખ્યા તેમાંના ધ્યાને ચઢશે એવા ઢાંચાઓની કોઈ ક્ષતિ હશે તે નિવારવા પ્રયાસ કરીશું જ. આપને ધ્યાને કોઈ ચોક્કસ સુધારો જરૂરી ગણાય તેવું ચઢે તો કૃપયા અમારું ધ્યાન દોરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૩, ૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
 

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

 

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

બેવડાતા લેખ

સૌ પ્રથમ તો ધ્યાન દોરવા બદલ આભાર. લેખ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી આપણે અગાઉ એક નિબંધ સ્પર્ધા યોજેલી તે દરમિયાન લખાયેલો છે. ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ' એ મૂળ (અને વિકિડેટા વડે અન્યભાષા વિકિઓ સાથે જોડાયેલો) લેખ છે. નિબંધ સ્પર્ધાનાં લેખમાંથી ઉપયોગી સામગ્રીઓ આ લેખમાં લઈ લઈએ. નિબંધ સ્પર્ધાનાં આવા અન્ય લેખો પણ હશે. મારું સૂચન છે કે નિબંધ સ્પર્ધાના જે લખાણ/ણો છે તે મૂળ લેખનાં ચર્ચાના પાને, "નિબંધ સ્પર્ધા"નાં ઉલ્લેખસહ, રાખી દઈએ. પછી એ બેવડાતા પાના (કે ઘણે મૂળપાનામાંનું નિબંધનું લખાણ) દૂર કરીયે. ધવલભાઈ, સુશાંતભાઈની સલાહ આવકાર્ય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૦, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ચર્ચા પાને મુકવું યોગ્ય રેહશે. સહમત. -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૬, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
અશોકભાઈ, સહમત. નિબંધસ્પર્ધાનું લખાણ મૂળ લેખના ચર્ચાનાં પાને મુકવાનો સુઝાવ ઉત્તમ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૨, ૨૦ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રેણીઓ

નિઝિલભાઈ, આ તો બંન્ને એક જ છે, કઈ શ્રેણી સાથે મર્જ કરવાની છે ? કૃપયા જણાવશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
કદાચ શ્રેણી:હિન્દી સાહિત્યકારની વાત નિઝિલભાઈએ કરી હોય એવું લાગ્યું. જો કે એ શ્રેણી વર્ષો પહેલા મેં જ બનાવી હતી. બંને જોડણીઓ સાચી છે, અને મૂળ હિંદી ભાષા મુજબ ભલે હિન્દીએ સાચી જોડણી હોય, પરતુ ગુજરાતી ભાષામાં હિંદી વધુ પ્રચલિત જોડણી હોવાથી શ્રેણી:હિન્દી સાહિત્યકારના બધા લેખોને શ્રેણી:હિંદી સાહિત્યકારમાં તબદિલ કર્યા છે. જો આપ બંને સહમત થાવ તો હિંદી રહેવા દઈને હિન્દીને દૂર કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૭, ૨૦ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
એમ જ હશે. ધવલભાઈ, હું સહમત છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૧, ૨૦ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
OK. ટાઇપ કરવામાં લોચો થયો. તમે સમજી ગયા ઈ સરસ. હું શ્રેણીનું મેપિંગ કરું છું એટલે ધ્યાનમાં આવ્યું. શ્રેણી:હિન્દી સાહિત્યકાર રદ કરશો અથવા redirect કરશો. -Nizil Shah (ચર્ચા) ૨૨:૧૩, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
પ્રથમ તો નિઝિલભાઈ, આ ભગીરથ કાર્ય ઉપાડવા બદલ લાખ લાખ ધન્યવાદ. અને હવે મારી વાત : * "શ્રેણી:હિન્દી સાહિત્યકાર" ડિલિટ કરી નાખી. * શ્રેણી:શરીર અને શ્રેણી:માનવ શરીર મર્જ કરી બે માંથી આપ જે એક ખાલી કરશો તે અહીં જણાવશો એટલે ડિલિટ કરીશું. શ્રેણી:શરીરવિજ્ઞાન સંબંધે મને કોઈ આઇડિયા નથી આપ યોગ્ય અને ઓછી મહેનતે સુધારો થાય તેવો નિર્ણય કરી ફેરફાર કરશોજી. (અથવા કોઈ જાણકાર મિત્રનું સૂચન આવકાર્ય). * શ્રેણી:વિશ્વની ભાષાઓ અને શ્રેણી:ભાષાઓ માંથી પણ જે યોગ્ય લાગે તેમાં મર્જ કરી કહો એટલે અન્યને હટાવીએ. * શ્રેણી:સ્થાપત્યમાં વધુ લેખ છે, શ્રેણી:વાસ્તુકલાનો એકમાત્ર લેખ એમાં મર્જ કરી રિડાયરેક્ટ કરાય અથવા હટાવાય. જણાવશોજી. * શ્રેણી:રાજનીતિ‎ માં ખરેખર તો ’ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪’, ’ભારતીય ચૂંટણી પંચ’, ’ભારત સરકાર’ દેશના રાજકિય પ્રકારના (નીતિ વિષયક) લેખો જેવા રાજ્ય કારભાર કે વહિવટી બાબતોને લગતા લેખો જ હોવા જોઈએ. એમ જ શ્રેણી:રાજકારણ માં ’રાજકિય પક્ષો’, ’હોદ્દેદારો’, ’રાજકારણીઓ (વ્યક્તિઓ)’ જેવા લેખો રાખી શકાય. આ મારું અંગત મંતવ્ય છે. પણ એ બંન્ને શ્રેણીઓ અલગ અલગ રાખજો ખરા. * અને અંતે શ્રેણી:રૂપાંતરણ એજન્ટ્સ, તો એવી ઘણી શ્રેણી મળશે જે એકાદ લેખ જ ધરાવતી હશે. આ કદાચ ભાષાંતરને કારણે બનેલી શ્રેણીઓ હશે. અર્થપૂર્ણ ન જણાય તે હટાવી દેવી. જરૂર પડ્યે અન્ય અર્થપૂર્ણ અને અન્ય લેખ માટે પણ વાપરી શકાય એવું, જેમ કે, "શ્રેણી:રસાયણો" જેવું નામ આપશોજી. ફરી એક વખત, માથાકુટિયા કામને હાથમાં લઈ સુંદર રીતે કરવા બદલ આભાર. સહકારની જરૂર હોય ત્યાં આદેશ કરશો, હાથવાટકો કરવા લાગીશ ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૫, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
અશોકભાઈ, આભાર. તમને મર્જ કરી જે યોગ્ય લાગે એ શ્રેણી ડીલીટ કરશો, મને કોઈ વાંધો નથી. શ્રેણી:રૂપાંતરણ એજન્ટ્સને રદ કરી રસાયણો બનાવી દો. હું wikidata જોડે ગુજરાતી વિકિપીડિયાની શ્રેણીઓનું મેપિંગ કરું છું એટલે જેને પેરેલલ english વિકિપિડિયા category નહિ મળે તેનું લીસ્ટ પણ છેલ્લે તૈયાર થશે. મને જ્યાં શ્રેણી બાબતે ગૂંચવાડો કે બેવડાતી શ્રેણી મળી એ અહી મુકતો જઈશ એટલે સફાઈ થતી જાય. -Nizil Shah (ચર્ચા) ૦૨:૦૦, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભાઈઓ, અહિંથી કઈ શ્રેણી ખાલી કરવી છે અને કઈ શ્રેણી રાખવી છે તે નક્કી કરીને જણાવશો તો હું બૉટ મારફતે બિનજરૂરી શ્રેણીમાંના બધા લેખો આપણી નિર્ધારિત શ્રેણીમાં તબદીલ કરી દઈશ. એ કામ મેન્યુઅલી કરવાની જરૂર નહિ રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ચોક્કસ, એકીસાથે ઘણાં પાનાઓમાં એકસરખા ફેરફાર હોય તે બોટ દ્વારા કરીશું. બોટવિનંતી તમારા ચર્ચાના પાને મુકીશું. ઘણાં કેસમાં એક એક પાનું વિચારીને અલગ અલગ શ્રેણીમાં મર્જ કરવાનું થશે, એમાં મેન્યુઅલ કામ કરવું રહેશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૮, ૨૪ મે ૨૦૧૫ (IST)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૮, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

મુખપૃષ્ઠ

ગુજરાતી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ વધારે સુંદર બનાવવાની જરુર છે. તેમ જ પાનાંને અંતે bh: કરીને કોઇ કડી દેખાય છે દૂર કરવા વિનંતી (કદાચ બીજી ભાષાની આવી કડીઓ સ્ત્રોતમાંથી દૂર કરવાની પણ જરુર છે). આપણે કોઇ બીજી ભાષામાંથી મસ્ત મુખપૃષ્ઠ સીધું જ ઉઠાવી શકીએ છીએ, એ વાતમાં જરાય સંકોચ રાખવાની મારા મતે જરુર નથી :) --KartikMistry (ચર્ચા) ૧૩:૧૬, ૨૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

પ્રસ્તાવ સરસ છે. સૌ મળીને વધુ આકર્ષક લાગે તેવું મુખપૃષ્ઠ બનાવવા વિચારીએ. સૌ મિત્રો સલાહ-સૂચન અને માર્ગદર્શન આપી શકે છે. (અન્ય વિકિના દેખાવડા અને ઉપયોગી જણાતા મુખપૃષ્ઠો જેને ધ્યાને ચઢે તે તેના સરનામા અહીં લખે તો સરખામણી-ઊઠામણી (Copy !) સહેલી પડે.) તો હું બદલાવ વિશે સહમત છું. કેવા કરવા એ માટે ધવલજીની સલાહ-માર્ગદર્શન જરૂરી છે. (કેમ કે, આ મહત્વનો ફેરફાર ગણાશે, ઓછામાં ઓછું બંન્ને પ્રબંધકોની ૧૦૦% સહમતી તો ઈચ્છનીય છે જ.) પ્રસ્તાવ બદલ આભાર. (પેલા bh: નું નિરાકરણ થઈ ગયું.) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૬, ૨૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
પરિવર્તન એ સંસારનો નિયમ છે, એવું કશુંક વાંચ્યાનું યાદ આવે છે, એ નાતે હું પણ સહમત.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૧, ૨૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

મને તો ઘણા સમયથી એવું લાગતું હતું પણ એવું કહું એ પેહલા જ કાર્તિકે કહી દીધું. નવી ડીઝાઇન કરો તો એવું લાગે કે વીકીપીડીયા active છે. કેટલાક વિચારો:

  • એક તો ડાબી બાજુ આવેલ કડીઓ માં પણ ફેરફારની જરૂર છે. સમાજ મુખપૃષ્ઠ પર કેટલાય સમયથી કોઈ કશું ઉમેરતું નથી. એના સ્થાને "ચોતરો" જેવી કોઈ active અને કોઈ પોતાની ચર્ચા કરી શકે એવું પાનું મુકશો. "મદદ" માં english page ની લિન્કના બદલે આપડે મદદ નું પાનું બનાવી દઈએ અને એમાં નવા ભાષાંતર સાધન ને પણ ઉમેરી દેવું.
  • મુખ્ય પાને દર અઠવાડિયે કોઈ નાનો અને નવો લેખ મુકીએ તો? માત્ર પુષ્પોના ચિત્રો સિવાય જેના અંગે લેખ હોય તેવા પાના સાથે ચિત્રો મુકીએ તો?
  • હિન્દી વીકીપીડીયા પરથી થોડા ઉઠાંતરી કરવા યોગ્ય વિચાર મળી શકે. જેમકે "બંધુ પ્રકલ્પ અવં અન્ય ભાષાઓ મેં." આ ઉપરાંત નીચે શ્રેણીની મદદથી સહેલાઇથી શોધી શકાય એવો જ્ઞાનકોષ પણ.
  • મરાઠી વીકીપીડીયા જેવું તારીખ આધારિત રોજ લીંક કરવી: જેમકે ૨૮ મે : સચિન નો જન્મદિવસ
  • bpy.wikipedia જેવું સીધું કેલેન્ડર
  • bn.wikipedia નું મુખપૃષ્ઠ પણ સરસ છે.

કરો નવું કંઇક. :) -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૯, ૨૮ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

આભાર નિઝિલભાઈ, સૌ મિત્રોની જાણ માટે કે, હાલનું મુખપૃષ્ઠ તો સંરક્ષણ હેઠળ હોય સૌ મિત્રો પોતાને યોગ્ય લાગે એવા પ્રયોગો કે અખતરા કરી શકે એ માટે એક નવું પ્રાયોગીક મુખપૃષ્ઠ મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫ નામે બનાવ્યું છે. આ ઉપરાંત એના ચર્ચાના પાને સૂચનો વગેરે પણ કરી શકાય છે. એકવાક્યતા જળવાઈ રહે અને એકસાથે બધા સૂચનો-પ્રયોગો થઈ શકે એ માટે સૌ મિત્રોને વિનંતી કે હવેથી ત્યાંના ચર્ચાના પાને વધુ લખાણ કરે. ધન્યવાદ. (નિઝિલભાઈનું ઉપરોક્ત સૂચન હું એ પૃષ્ઠના ચર્ચાના પાને સાભાર કોપી કરું છું)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૨, ૨૮ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

Pywikibot compat will no longer be supported - Please migrate to pywikibot core

Sorry for English, I hope someone translates this.
Pywikibot (then "Pywikipediabot") was started back in 2002. In 2007 a new branch (formerly known as "rewrite", now called "core") was started from scratch using the MediaWiki API. The developers of Pywikibot have decided to stop supporting the compat version of Pywikibot due to bad performance and architectural errors that make it hard to update, compared to core. If you are using pywikibot compat it is likely your code will break due to upcoming MediaWiki API changes (e.g. T101524). It is highly recommended you migrate to the core framework. There is a migration guide, and please contact us if you have any problem.

There is an upcoming MediaWiki API breaking change that compat will not be updated for. If your bot's name is in this list, your bot will most likely break.

Thank you,
The Pywikibot development team, 19:30, 5 June 2015 (UTC)

Wikimania 2015 - India Booth

Hi Wikimedians,

Apologies for posting this text in English.

As you people might be aware, Wikimania 2015 which is going to be held in Mexico from July 14th to 19th. We, the Indian attendees at Wikimania, would like to represent Wiki Indic Community booth in the same. We are creating Leaflets and Posters for the community village at Wikimania 2015 to display in Wikimania 2015. We would like to invite you to gather the content and design(optional) for posters (Sample) and leaflets (Sample) about the Indic language project of your choice. We will take care of printing and displaying the posters/leaflets.

The maximum dimensions for your poster are 36 x 48 in (91.44 x 121.92 cm). We suggest using the A0 paper size, which is 33.11 x 46.81 in (~84 x 118 cm). The contents of the poster has to be in English. Posters and leaflets based on all Indic language Wikimedia projects are welcome. The design should be a media file uploaded to Wikimedia Commons. Please post the link to your content/design file on http://wiki.wikimedia.in/Wikimania_2015/Booth/Posters_Leaflets before 25th of June. In case if you face any issues please reachout to Dineshkumar Ponnusamy or Netha Hussain.

For guidelines regarding creating posters, please have a look at this link : https://meta.wikimedia.org/wiki/Grants:Learning_patterns/Posters_that_work

We look forward to receiving your posters/leaflets and displaying them while at Wikimania 2015!
Note: This is not a competition or contest, we expect at most 1 poster and 1 leaflet from each Community.

Thanks,
Indian Wikimania 2015 Participants

ચોતરો archive કરવા અંગે

આ ચોતરો છેલ્લા ઘણા વર્ષોની ચર્ચા સંઘરીને બેઠો છે. તેમાંથી મોટા ભાગની ચર્ચા હવે આ પાના પર ના હોય તો ચાલે એમ છે. technical જ્ઞાન ધરાવતા મિત્રોને આ પાનાની જૂની અને હવે જેની જરૂર ના હોય તેવી ચર્ચાને archive કરવા ઘટતું કરવા વિનંતી. હવે પાનું ઘણું લાંબુ થઇ ગયું છે અને ચર્ચા કરવા જરૂરી બાબતો પર જ ફોકસ રહે એ માટે આ સારું રહે. જો કોઈ બોટ દ્વારા ઓટોમેટીક એમ થતું હોય તો એ કરશો. આભાર -Nizil Shah (ચર્ચા) ૦૧:૦૯, ૧૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રી. નિઝિલભાઈ, જી ના, ઘણા વર્ષોથી ચર્ચા સંઘરીને નથી બેઠો આ ચોતરો, વર્ષોની ચર્ચાઓ દફ્તરમાં archive કરેલી જ છે અને સમયાંતરે કરતા જ રહીએ છીએ. હા, એ વાત સાચી કે અહિંની મોટાભાગની ચર્ચાઓ હવે દફ્તરે કરવાનો સમય થયો છે, જે હું કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૭, ૧૫ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલ, ઘણા સમયથી ચર્ચાઓ archive નથી થઇ એટલે કીધું. પણ તમારી જેહમત માટે આભાર. :) -Nizil Shah (ચર્ચા) ૨૨:૨૩, ૧૫ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

New Wikipedia Library Accounts Available Now (June 2015)

Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • Taylor & Francis — academic publisher of journals. The pilot includes two subject collections: Arts & Humanities and Biological, Environment & Earth Sciences. (30 accounts)
  • World Bank eLibrary — digital platform containing all books, working papers, and journal articles published by the World Bank from the 1990s to the present. (100 accounts)
  • AAAS — general interest science publisher, who publishes the journal Science among other sources (50 accounts)

New French-Language Branch!

  • Érudit (en Francais) — Érudit is a French-Canadian scholarly aggregator primarily, humanities and social sciences, and contains sources in both English and French. Signups on both English and French Wikipedia (50 accounts).
  • Cairn.info (en Francais) — Cairn.info is a Switzerland based online web portal of scholarly materials in the humanities and social sciences. Most sources are in French, but some also in English. Signups on both English and French Wikipedia (100 accounts).
  • L'Harmattan — French language publisher across a wide range of non-fiction and fiction, with a strong selection of francophone African materials (1000 accounts).

Many other partnerships with accounts available are listed on our partners page, including an expansion of accounts for Royal Society journals and remaining accounts on Project MUSE, JSTOR, DeGruyter, Highbeam Newspapers.com and British Newspaper Archive. If you have suggestions for journals or databases we should seek access to make a request! Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 22:08, 15 June 2015 (UTC)

We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List

HTTPS

૦૩:૩૦, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

HTTPS

૦૪:૩૮, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

ટેક્ષોબોક્ષ બચાવો

આજે નવા શરૂ કરેલા દરીયાઈ કાચબો‎‎ લેખમાં ટેક્ષોબોક્ષ બરોબર દેખાતું નથી. રસ્તો કરવા પ્રબંધકો શ્રીઓ ને વિનંતિ --એ. આર. ભટ્ટ ૨૩:૦૭, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)

કોઇ આમાં મદદ કરી શકશે ભાઇઓ? --એ. આર. ભટ્ટ ૧૮:૨૪, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)
મોડું થયા બદલ દિલગીરી ! તકનિકી કારણોસર ફરજીયાત રજા પર હતો, હું તુરંત પ્રયાસ કરું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
  કામ થઈ ગયું - અને હવે નાનકડું ભાષણ ! સાહેબજી, ટેક્ષોબોક્સ બરાબર જ હતું, સમસ્યા જે અંગ્રેજી લેખ (Sea turtle) પરથી આપ ઢાંચો લાવ્યા તે અહીં કાર્યરત "ઢાંચો:ટેક્ષોબોક્સ" ન હતો પણ "ઢાંચો:ઓટોમેટિક ટેક્ષોબોક્સ" (જે અહીં નથી, બહુ જટીલ હોય જરૂર ન હોય તો હાલ લાવવો પણ નથી) હતો ! પણ અહીં તેમાં આગળનું "ઓટોમેટિક" હટાવી દીધું એટલે એ બિચાડો શેક્સપીયર સ્ટાઈલમાં અવઢવમાં પડી ગયો કે To be or Not to be !!! હવે પછી કોઈ લેખમાં આવો "ઓટોમેટિક" વાળો ઢાંચો હોય તેને અહીં "ટેક્ષોબોક્સ" બનાવવો હોય તો માત્ર "જૈવિક વર્ગીકરણ" (અંગ્રેજી લેખમાં Scientific classification) નીચેની વેલ્યુઝ અહીં મેન્યુઅલ લખી કાઢવી. (એ ત્યાં એડિટ મોડમાં નહીં દેખાય માત્ર ’વાંચન’ મોડમાં જ દેખાશે !) કામ થઈ જશે. વધુ માટે લેખ દરીયાઈ કાચબોના ફેરફાર જુઓમાં તફાવત જોઈ જશો. જો કે આવું તો ક્યારેક જ બનતું હોય છે એટલે આવી કશી એરર આવે તો બીજા ઉપાય તરીકે નિઃસંકોચ અમ જેવાને જાણ કરી દેશો તો અમને સેવા આપતા આનંદ થશે. અને હા, અન્ય એક ઉપયોગી વાત, અંગ્રેજીમાંથી લવાયેલા દરેક લેખને શક્ય બને તો તુરંત અંગ્રેજી લેખ સાથે, વિકિડેટાના માધ્યમે, જોડી દેવો. આથી ખાંખાખોળા સહેલાં બને. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
પ્રબંધક શ્રી આપની મદદ માટે આભાર. ઓટો મેં ટકલી ટેક્ષોબોક્ષ ન ચાલ્યું અને મને પહેલા ટેક્ષોબોક્ષ વાપર્યાની આછી પાતળી સ્મૃતિ (ઇરાની નહી) હતી એટલે એવો ચાળો કરી જોયેલો. મદદ અને નનકડા ભાષણ માટે ફરી એક વખત ખરા હૃદયથી આભાર.--એ. આર. ભટ્ટ ૦૯:૦૦, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

સભ્ય: નોમુરા પ્રભાકર સોનું પર પ્રતિબંધ મૂકવા વિનંતી

આ નામનું સભ્ય ખાતું વારંવાર અમાન્ય સભ્ય પાનાં બનાવી રહ્યા છે. આજે તેમણે મારું સભ્ય ખાતું દૂર કરવાનો પણ પ્રયત્ન કર્યો! (જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry&action=history) પ્રબંધકોને વિનંતી કે આ સભ્ય પર કામચલાઉ પ્રતિબંધ મૂકે અને આ અંગે અહીં ચર્ચા કરે. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૩:૪૨, ૧૧ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ, તમારી વાત સમજી શકાય તેમ છે. હું તેમનું સભ્યપાનું દૂર કરીને એક ચેતવણી આપું છું, જોઈએ કે ભાઈ અંગ્રેજી પણ સમજે છે કે નહિ, જો ચેતવણીને અવગણીને એ કોઈ કામ કરશે તો એમના પર પ્રતિબંધ મૂકી દઈશું. આશા રાખું કે આપ આ એપ્રોચ સાથે સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૬, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સહમત, આ એક (અને અંતિમ !) પ્રયાસ નિષ્ફળ નિવડે તો તુરંત પ્રતિબંધ મુકવા હું પ્રબંધક લેખે સહમત છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૫, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

hakaratmak valan

Guj. Font ma lakhi shakva mate axam hovathi xama chahu chhu. Mei aaje joyu ke koi agyat sadasy koi gaam na lekh ma vasti vishyak mahiti muke to wiki na juna ane aadaraniy sadasyo te ferfar ne pachho vale chhe. Hal ma wiki ma je te gaam na lekho badha ek sarkha jeva robots type chhe, tyare sthanik vadhu mahiti umeray te aavkardayak chhe. Mahiti umernar agyat sadasy sthanik hoi shake. Biju joyu ke ekadashi, patola jeva page deletion mate nominate karaya chhe, aa shirshak hethal svatantra lekho bani shake chhe, aaje je ekadashi chhe teno lekh koike banavyo chhe te ekadashi ni tunk ma mahiti raju karine tene wiki yogy n banavi shakay ? Patola nu panu khali hoy to tene delete karva na badle te vishay par google mathi thodi mahiti melvine pn nanakda lekhni sharuaat kari shakay, baad ma te update thato rahe. Aa nakaratmak valan thi wiki ma sahyig aapnara nava juna sabhyo par nakaratmak asar pade chhe ane te wiki ma sahyog aapvanu maandi vale chhe. Aa rite ghana sakriy sabhyo pn nishkriy bani gaya chhe. Je wiki nu, gujarati bhashanu hit ichchhata hoy teo aa vishe jarur vichare tevi vinanti. Aabhar sah.

માનનિય ભાઈશ્રી/બહેનશ્રી, કદાચ તમારી ગેરસમજ થઈ લાગે છે, એવું હરગીઝ નથી કે ગામના લેખોમાં થતા કોઈપણ ફેરફાર (વસતિ વિષયક માહિતી સહિત) જે નવા સભ્યો કે અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોય તે પાછા વાળવામાં આવે છે. હા, શક્ય છે કે અમુક ફેરફાર અમારે પાછા વાળવા પડ્યા હોય, કારણકે અહિં વિકિપીડિયામાં સંદર્ભ કે પૂરાવા વગરની કોઈ માહિતીને સ્થાન આપવામાં આવતું નથી. જો વસ્તિની માહિતી ઉમેરવામાં આવી હોય અને અમે તેની ચોક્સાઈ ન કરી શકીએ તો તે માહિતી અહિં ન રાખી શકીએ. બીજી વાત એકાદશી, પટોળા જેવા લેખોની, તો હા, એ લેખો દૂર કરવાને બદલે તેમાં માહિતી ઉમેરીને તેને અવશ્ય સુદૃઢ કરી શકાય અને એ કારણે જ એ લેખો અહિં હાજર છે. એકાદશી વ્રત લેખમાં તો કોઈ ડિલિશન ટેગ પણ નથી. પરંતુ હા, મેં અગાઉ જણાવ્યું તેમ માહિતી સંદર્ભ વિના મૂકી ન શકીએ, ગૂગલ સર્ચમાંથી ગમે તે માહિતી ઉપાડીને અહિં ન મૂકી શકીએ. જે કોઈ સભ્યને એ વિષયમાં રસ હોય તે અવશ્ય પટોળાંમાં માહિતી ઉમેરવાનું ચાલુ કરી શકે છે. આપને અહિં યોગદાન કેવી રીતે કરવું, સભ્ય કેવી રીતે બનવું, ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું, વગેરે જેવી કે અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારાં ચર્ચાનાં પાને મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
માનનિય ભાઈશ્રી/બહેનશ્રી, થોડું વધુ ઉમેરું તો, આપે જણાવેલો એક લેખ, "પરમા એકાદશી" સંપૂર્ણ કોપી-પેસ્ટ હતો. જે અમાન્ય જ ગણાય અને લેખ "પટોળા" માત્ર મથાળું ધરાવતો ખાલી લેખ હતો જે બનાવવાનો શો અર્થ ? અને હા, જો અન્ય કોઈ સભ્ય પછી એમાં માહિતી ભરે એ ખાતર કોઈ માત્ર મથાળું લખીને મુકી દે તો એમ તો હજારો-લાખો ખાલી પાનાઓનો સંગ્રહ થાય જે જ્ઞાનકોશને ઉપયોગી નથી, કોઈ જે તે વિષય પર લેખ બનાવવા ઈચ્છે તો એ વિગતો લખવા સાથે મથાળું પણ બનાવી જ શકે છે. આથી કૃપયા માત્ર ખાલી લેખ કે માત્ર કોપી-પેસ્ટ લખાણ અહીં રાખવા દેવાનો આગ્રહ કોઈ ન રાખે પણ, ભલે પ્રાથમિક, ચારેક લીટીનું જાતે કરેલું લખાણ તો જરૂર કરે. વધુ માટે સૌ મિત્રોએ કૃપયા વિકિની નીતિઓ વિશેના થોડા લેખનો અભ્યાસ કરવો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૬, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Proposal to create PNG thumbnails of static GIF images

 
The thumbnail of this gif is of really bad quality.
 
How a PNG thumb of this GIF would look like

There is a proposal at the Commons Village Pump requesting feedback about the thumbnails of static GIF images: It states that static GIF files should have their thumbnails created in PNG. The advantages of PNG over GIF would be visible especially with GIF images using an alpha channel. (compare the thumbnails on the side)

This change would affect all wikis, so if you support/oppose or want to give general feedback/concerns, please post them to the proposal page. Thank you. --McZusatz (talk) & MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૩૭, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ટ્વીટર માટે

ભાઈઓ અને બહેનો, વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું તેમ આજથી એક અઠવાડીયા માટે ટ્વીટરનું @WeAreWikipedia હેન્ડલ આપણને સંચાલન માટે મળ્યું છે. હું એ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરતો રહીશ, તેને માટે આપ સૌની પાસેથી ટ્વીટ્સ માટેના સુઝાવ મંગાવું છું. આપણા ગુજરાતી વિકિ પ્રકલ્પો વિષેના અગત્યના સમાચાર, અપડેટ્સ, સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ, વગેરે આપણે તે એકાઉન્ટ દ્વારા જણાવી શકીએ. આ ઉપરાંત વિકિને લગતા અન્ય સમાચારો અને અન્ય ભારતીય ભાષાઓને લગતી વાતો પણ આપણે તેના દ્વારા લોકોને જણાવી શકીશું. તો આપના સુઝાવો નીચેના કોષ્ટકમાં ઉમેરતા જાવ.

દિવસ ટ્વીટ ૧ ટ્વીટ ૨
પહેલો ટ્વીટ ૧ Gujarati Wikipedia has more than 18000 articles covering almost every village and town of Gujarat -Nizil Shah (ચર્ચા) ૦૪:૪૪, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
બીજો Gujarati Wikipedia leads in creating new articles using tool Content Translation in Indic languages (123 articles as of now!) --KartikMistry (ચર્ચા) ૧૦:૪૦, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર] ટ્વીટ ૨
ત્રીજો Gujarati Wikisource has completed digitising 75 books, a lot of M.K. Gandhi and Zaverchand Meghani literature is now available... Sushant Savla (વોટ્સએપ મારફત ટ્વીટ ૨
ચોથો There are 60 active Gujarati Wikipedians who contributed at least once last month. --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૯, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર] Gujarati Wikipedia covers more than 200 authors who contributed to Gujarati literature --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૩, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
પાંચમો Gujarati Wikipedia has 25000+ articles and almost similar number of registered Wikipedians. --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૯, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર] ટ્વીટ ૨
છઠ્ઠો Gujarati Wikipedia covers 46 India cities with population more than 1 million --Nizil Shah (ચર્ચા) ૦૦:૩૪, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર] ટ્વીટ ૨
સાતમો A project is ongoing to update/verify lat-long coordinates for each and every town-village on which gu.wiki has article.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૫, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર] ટ્વીટ ૨

જો ઉપરના બધાજ ખાના ભરાઇ જાય અને આપની પાસે એથી પણ વધુ સુઝાવ હોય તો તે અહિં નીચે ફુદડીના કે # ના નિશાન સાથે જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

What does a Healthy Community look like to you?

 

Hi,
The Community Engagement department at the Wikimedia Foundation has launched a new learning campaign. The WMF wants to record community impressions about what makes a healthy online community. Share your views and/or create a drawing and take a chance to win a Wikimania 2016 scholarship! Join the WMF as we begin a conversation about Community Health. Contribute a drawing or answer the questions on the campaign's page.

Why get involved?

The world is changing. The way we relate to knowledge is transforming. As the next billion people come online, the Wikimedia movement is working to bring more users on the wiki projects. The way we interact and collaborate online are key to building sustainable projects. How accessible are Wikimedia projects to newcomers today? Are we helping each other learn?
Share your views on this matter that affects us all!
We invite everyone to take part in this learning campaign. Wikimedia Foundation will distribute one Wikimania Scholarship 2016 among those participants who are eligible.

More information


Happy editing!

MediaWiki message delivery (ચર્ચા) ૦૫:૧૨, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Wikidata: Access to data from arbitrary items is coming

(Sorry for writing in English)

When using data from Wikidata on Wikipedia and other sister projects, there is currently a limitation in place that hinders some use cases: data can only be accessed from the corresponding item. So, for example, the Wikipedia article about Berlin can only get data from the Wikidata item about Berlin but not from the item about Germany. This had technical reasons. We are now removing this limitation. It is already done for many projects. Your project is one of the next ones. We will roll out this feature here on August 12.

We invite you to play around with this new feature if you are one of the people who have been waiting for this for a long time. If you have technical issues/questions with this you can come to d:Wikidata:Contact the development team.

A note of caution: Please be careful with how many items you use for a single page. If it is too many pages, loading might get slow. We will have to see how the feature behaves in production to see where we need to tweak and how.

How to use it, once it is enabled:

Cheers Lydia Pintscher MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૧૬, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

શું આપણે ગુજરાતી કૉર્પસ બનાવી શકીએ?

હેલો,

હું ગુજરાતી (અને શક્ય હોય તો વધુ ભારતીય ભાષાઓ) માટે એક ઓપન સોર્સ, ઇન્ટેલિજન્ટ IME બનાવવા માંગુ છું. જેથી ક્વેર્ટી કીબોર્ડ દ્વારા કમ્પ્યુટર પર અને ભવિષ્યમાં મોબાઇલ પર પણ ગુજરાતીમાં લખવાનું વધુ સહેલું બનાવી શકાય, અને વધુ લોકોને ગુજરાતી લખતાં કરી શકાય.

આ માટે મને સારી એવી માત્રામાં ગુજરાતી લખાણ (Gujarati text corpus) ની જરૂર લાગી રહી છે. આ માટે લખાણ જો સારી રીતે લખાયેલ (well-written) હોય તો વધુ મદદરૂપ થાય.

આ માટે મને લાગે છે કે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત પરથી જોઈતું લખાણ મેળવી શકાય એમ છે. પરંતુ અહીં પણ અમુક લેખો અથવા પુસ્તકો જોઈએ એટલા સરસ રીતે લખાયેલ નથી (અથવા ભૂલશુદ્ધિ બાકી છે) અને એનો ઉપયોગ કરવાથી જોઈએ એટલું સરસ IME નહીં બને એવો મને ડર છે.

શું આપણી પાસે સારી રીતે લખાયેલ લેખોની યાદી છે? અથવા શું કોઈક રીતે આપણે નબળા લેખોને કાઢી શકીએ તેમ છીએ? શું કોઈ આ કામ માટે બીજા સ્રોત પણ સૂચવી શકે?

આવો ગુજરાતી કૉર્પસ જો આપણે બનાવી શકીએ તો એ આના સિવાય પણ ઘણી રીતે ગુજરાતી ભાષાને ઉપયોગી થઈ શકે એમ છે.

ઉપરાંત જો કોઇને IME બનાવવામાં મદદ કારવી હોય તો તમને વિનંતિ અને આવકાર છે! અહીં GitHub પર તેનું પ્રારંભિક કાર્ય શુરુ કર્યુ છે.

આ વાત સીધી વિકિપીડિયા પ્રબંધન સાથે જોડાયેલ નથી, અને જો આવી વાત માટે આ ખોટી જગ્યા હોય તો માફ કરજો. અને થઇ શકે તો સાચી જગ્યા પણ સૂચવવા વિનંતિ.

અને ખરી વાત તો રહી જ ગઈ, આ ગુજરાતી વિકિપીડિયા અને અન્ય કામો જે રીતે થાય છે તે ઘણાં જ આદરણીય છે, દરેક યોગદાનકર્તાઓનો ખૂબ ખૂબ આભાર! :)

આભાર નિર્સગ!

--Nisargjhaveri (ચર્ચા) ૧૪:૧૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

IME માટે તમે સ્વતંત્ર મલયાલમ કોમ્પયુટિંગ (SMC) નું ગુજરાતી કી-બોર્ડ જોઇ શકો છો. તે ઓપનસોર્સ છે અને કદાચ ગુજરાતી એસ્પેલ ડિક્શનરી વાપરે છે. કોર્પસ માટે અમારી ટીમ - લેંગ્વેજ એન્જિનિયરીંગ - કામ કરવાનો વિચાર ધરાવે છે, પણ હાલમાં તે મશીન ભાષાંતર ધરાવતી ભાષાઓ માટે જ પ્રાપ્ત કરવાનો વિચાર છે. ટૂંકમાં જ દરેક ભાષા માટે તે શરૂ કરવામાં આવશે. ના, હજી આ પર કામ શરૂ થયું નથી. અંગ્રેજી-ગુજરાતી મશીન ભાષાંતર માટે પેરેલલ કોર્પોરા મહત્વનો છે. --KartikMistry (ચર્ચા) ૧૪:૩૦, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સ્વતંત્ર મલયાલમ કોમ્પયુટિંગ (SMC) નું ગુજરાતી કી-બોર્ડ મેં જોયું. પરંતુ હજુ પણ એના દ્વારા કશું લખવા માટે મારે મારી ટેવમાં સુધારો કરવો પડે કે થોડા વધુ કી-મેપ્પીંગ્સ યાદ રાખવા પડે. મારો IME બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે કોઇ પણ વ્યક્તિ કે જે લેટિન લિપિમાં ગુજરાતી લખવા ટેવાયેલી છે, તે બહુ વધારે ફેરફાર કર્યા વગર સીધુ ગુજરાતી માં જ લખી શકે. ઉદાહરણ તરીકે, 'Gujarati' લખવાથી 'ગુજરાતી' લખાવું જોઇએ, નહીં કે 'ગુજરાતિ'. ઉપરાંત, આપે કહ્યું તેમ, મશીન ભાષાંતર માટે પેરેલલ કોર્પોરા મહત્વનો છે, પરંતુ એના સિવાયનાં ઘણા સંશોધન કામોમાં પણ ફક્ત એકભાષીય કોર્પોરા પણ ધણો જ કામ લાગી શકે. હું જેટલું શોધી શક્યો એ ઉપરથી મને કોઈ ઉચ્ચ ક્વાલિટીનો મુક્ત કોર્પોરા ન મળી શક્યો જેનો ઉપયોગ ઓપન સોર્સ એપ્લિકેશન્સ બનાવવામાં પણ થઈ શકે. મારા અંદાજે એ કામ બહુ અઘરું પણ ન હોવું જોઇએ. --Nisargjhaveri (ચર્ચા) ૧૭:૧૫, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Wikidata: Access to data from arbitrary items is here

શ્રેણી અને અન્ય

હમણાં શ્રેણીઓનું ભાષાંતર સાધન માટે મેપિંગ પૂર્ણ કર્યા બાદ કેટલાક વિચારો આવેલ જે રજુ કરું છું. આપણી પાસે વિશેષ:વણવપરાયેલી_શ્રેણીઓ અને વિશેષ:જોઇતી_શ્રેણીઓની લાંબી યાદીઓ છે. મારા મતે આપણા ગુજરાતી વિકિપીડિયા જેવા નાના વિકિપિડિયામાં ઓછી શ્રેણીઓમાં લેખોને વર્ગીકૃત કરવાથી અને જરૂરી તમામ શ્રેણીઓ બનાવી લેવાથી ખુબ ઓછી શ્રેણીઓ આ બંને યાદીમાં રહે. જે લેખો એક પણ કે માત્ર એક જ શ્રેણીમાં હોય તેની પણ યાદી બનાવવા જેવી છે જેથી તેમનું વર્ગીકરણ થઇ જાય. આ ઉપરાંત વિશેષ:વણવપરાયેલી_શ્રેણીઓ અને વિશેષ:જોઇતી_શ્રેણીઓની યાદીની ચકાસણી થઇ જય અને કામ પૂર્ણ થાય એટલે બોટ દ્વારા જે શ્રેણીઓ રદ કરવાની થતી હોય તે અને જેને લેખમાંથી રદ કરવાની હોય તે બંને કામ કરી સાફ-સફાઈ કરી દેવાય તો રેડ લીંક શ્રેણીઓ જે લેખના અંતે હોય તે ચાલી જાય. બેવડાતા લેખો અને શ્રેણીઓની યાદી મારા ધ્યાનમાં આવી તેમ મૂકી છે તેનું ઘટતું કરશો. રદ કરવાના ઘણા પાના થયા છે. લાયસેન્સ વગરના અને સોર્સ વગરના ઘણા ચિત્રો અહી છે એનું ઘટતું કરશો. મને ટેકનીકલ જ્ઞાન નથી નહીતર હું મદદ કરત. આભાર --Nizil Shah (ચર્ચા) ૦૩:૩૧, ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

નિઝિલભાઇ,
આપે ખુબ સુંદર કાર્ય કર્યુ છે.
સવિનય દ્યાન દોરવાનું કે વણવપરાયેલી શ્રેણીઓમાં ઘણી એવી છે કે જે એક અત્યંત મહત્વાકાંક્ષી યોજના વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા નો ભાગ છે અને એક ચોક્કસ ઢાંચામાં લખવામાં આવેલા કોડ દવારા આપોઆપ ઉમેરાય છે અને રદ્દ થાય છે. એ બધી શ્રેણીઓ ભરેલી હોય કે ખાલી હોય એનું એક ચોક્કસ અને બહુ ઉપયોગી પ્રયોજન છે. એ બધી શ્રેણીઓની મદદથી પરીયોજનાનું પ્રગતિપત્રક બને છે. કોઇ પણ ભારતીય ભાષાના વિકી પર એ આ પ્રકારનું પ્રથમ કાર્ય છે. હા, અપુરતા દસ્તાવેજીકરણને કારણે એને પુરતો સુર્યપ્રકાશ નથી મળ્યો પણ હું અંગત રીતે માનું છું કે પ્રબંધકો પણ આ વાત (ઉપયોગી હોવાપણા વિષે) સાથે સહમત થશે.
આભાર.
--એ. આર. ભટ્ટ ૧૧:૩૫, ૧૭ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

How can we improve Wikimedia grants to support you better?

My apologies for posting this message in English. Please help translate it if you can.

Hello,

The Wikimedia Foundation would like your feedback about how we can reimagine Wikimedia Foundation grants, to better support people and ideas in your Wikimedia project. Ways to participate:

Feedback is welcome in any language.

With thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation.

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) through MediaWiki message delivery. ૦૫:૪૮, ૧૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Introducing the Wikimedia public policy site

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) ૨૩:૪૨, ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Sent with the Global message delivery system)

Open call for Individual Engagement Grants

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. ૦૨:૨૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

Creative Commons license નું ભાષાંતર

હમણાં https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Farm-Fresh_cog.png પાના પર Creative Commons license નું ભાષાંતર ધ્યાનમાં આવ્યુ, અને કંઇક ગરબડ લાગી..

તમે મુક્ત છો:

  • વહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા
  • રીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા

નીચેની શરત હેઠળ:

  • આરોપણ – લેખક કે પ્રકાશન અધિકાર ધારકે વર્ણવેલી પરવાનગિ કે સત્તા અનુસાર જ આ રચના નો પ્રયોગ થવો જોઈએ. (તમારી મનગમતી રીતે નહી)

કોઇ એક વાર જોઇ લેશો? :)

--Nisargjhaveri (ચર્ચા) ૦૩:૫૬, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

જોડણી ભૂલો સુધારી છે. બીજી કઇ ગરબડ છે તે વિશે સ્પષ્ટતા કરવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૧:૪૫, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

कृष्णकांत पर प्रतिबंध मूको

भाईओ, आ कृष्णकांत आपणा धवलभाईनी पाछल पडी गयो छे. धवलभाई भले जाते फरियाद न करे के पगला न ले ते तेमनी भलाइ छे पण वारंवार आवी प्रवृत्ति करवा बदल आ सभ्य अने तेना द्वारा वपरायेला आईपी सरनामा प्रतिबंधीत करवा वनंति. मोबाईलमां गुज. फोन्ट वंचाय छे पण लखातुं नथी माटे देवनागरीमां लख्युं.क्षमा करशो.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૩૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આભાર. તેમને ચેતવણી આપી છે. --KartikMistry (ચર્ચા) ૨૧:૪૧, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

अाभार. कार्तिकभाई.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૦૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

New Wikipedia Library Database Access (September 2015)

Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • EBSCOHost - this is one of our largest access donations so far: access to a wide variety of academic, newspaper and magazine sources through their Academic Search Complete, Business Source Complete and MasterFILE Complete
  • Newspaperarchive.com - historical newspapers from the United States, Canada, UK and 20 other countries, and includes an Open Access "clipping" feature (1000 accounts)
  • IMF Elibary- a digital collection of the IMF's reports, studies and research on global economics and development (50 accounts)
  • Sabinet - one of the largest African digital publishers, based in South Africa, with a wide range of content in English and other European and African languages (10 accounts)
  • Numérique Premium - a French language social science and humanities ebook database, with topical collections on a wide range of topics (100)
  • Al Manhal - an Arabic and English database with a wide range of sources, largely focused on or published in the Middle East (60 accounts)
  • Jamalon - an Arabic book distributor, who is providing targeted book delivery to volunteers (50 editors)

Many other partnerships with accounts available are listed on our partners page, including expanded accounts for Elsevier ScienceDirect, British Medical Journal and Dynamed and additional accounts for Project MUSE, DeGruyter, Newspapers.com, Highbeam and HeinOnline. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 19:42, 16 September 2015 (UTC)

We need help! Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

Only one week left for Individual Engagement Grant proposals!

(Apologies for using English below, please help translate if you are able.)

There is still one week left to submit Individual Engagement Grant (IEG) proposals before the September 29th deadline. If you have ideas for new tools, community-building processes, and other experimental projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF), Community Resources ૦૨:૩૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

Reimagining WMF grants report

(My apologies for using English here, please help translate if you are able.)

Last month, we asked for community feedback on a proposal to change the structure of WMF grant programs. Thanks to the 200+ people who participated! A report on what we learned and changed based on this consultation is now available.

Come read about the findings and next steps as WMF’s Community Resources team begins to implement changes based on your feedback. Your questions and comments are welcome on the outcomes discussion page.

With thanks, I JethroBT (WMF) ૦૦:૦૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

પ્રોજેક્ટ્ અને ગ્રાન્ટ પ્રસ્તાવ

વ્હાલા મિત્રો,

કેમ છો?

હાલમાં મેં મેટા ઉપર એક પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુક્યો છે. એણેકરીને ગુજરાતી (અને બીજા અનેક ઇન્ડીક) વિકિપીડિયામાં નવા વનવા સદસ્યોદ્વારા હજૂ ફેરફાર કરાવવા માટેની પેરવી છે. તમે ત્યાં આવીને મારા પ્રસ્તાવને અનુમોદન આપશો એવી મારી તમને નમ્ર વિનંતી છે. એજ સાથે મારે માટે કાંઈ સૂચના હોય તો તે પણ્ જણાવજો.

ચાલો પછી મળીયે.

તમારો નમ્ર, અભય નાતૂ

-- अभय नातू (ચર્ચા) ૦૪:૪૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

જો તમે ગુજરાતીમાં વાત ન કરી શકતા હોવ તો (ઉપરોક્ત સંપૂર્ણ મશીન ભાષાંતર છે!) ગુજરાતી સમુદાય સાથે કેવી રીતે વિકિનો પ્રચાર કરશો? :) --KartikMistry (ચર્ચા) ૦૯:૩૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઉપરોક્ત મશીન ભાષાંતર નથી. હું ગુજરાતીમાં સારી રીતે વાત કરી શકું છું. અને સવાલ મારી ગુજરાતીનો નથી. સવાલ છે ગુજરાતીઓને આ પ્રકારની સંધિ મળવાનો. આ સંધિ મળે તે માટે તમારી પાસેથી સહકાર્યની અને ટેકાની અપેક્ષા છે.
તે શિવાય તમારી પાસે કોઈ સૂચના અથવા પ્રશ્ન હોય તો ચોક્કસ જણાવજો જે કરીને આ કાર્યક્રમ અધિક સફળ બની રહેશે.
તમારો નમ્ર,
અભય નાતૂ
ઓકે. આ "ગુજરાતીઓને આ પ્રકારની સંધિ" એટલે શું તે સમજાવવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૯:૧૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મેં પ્રોજેક્ટના પાન પર લખ્યામુજબ્ ઘણા ગુજરાતીઓને (અને ઇતર લોકોને પણ) વિકિપીડિયાપર સંપાદનો કરવામાં રસ હોય તો પણ તે બાબતે વધુપડતી માહિતી હોતી નથી. આવી માહિતી જોકે ઑનલાઇન ઉપલબ્ધ હોય તો પણ તે ક્યાં મેળવવી તે માટે સરળ માર્ગદર્શન મળી રહે, આવું સંપાદન કેવી રીતે કરવું અને તે કરવામાં કઈ કાળજી લેવી (અને અન્ય પ્રશ્નોબાબત) પહેલી ૧-૨ વાર અનુભવી વિકિપીડિયન સાથે વાતચીત કરવાનો મોકો મળે તો તેઓ ત્યાર પછી ગુજરાતી (અને અન્ય) વિકિપીડિયાપર સંપાદનો કરતા થઈ જશે.
મારો પ્રસ્તાવ આ માટે છે.
તમારો નમ્ર,
અભય નાતૂ
અભય, તમારું ગુજરાતી ઘણું અલગ લાગે છે. કદાચ વધારે શુદ્ધ શબ્દોવાળું. તમારી માતૃભાષા ન હોય/ગુજરાત સાથે સીધો સંપર્ક ના હોય તો થોડો ફરક રહે એ સમજી શકાય એવી વાત છે. તમારો પ્રોજેક્ટ એ વિકિપિડિયાનું પ્રમોશન કરવાની વાત કરે છે. ૮૦૦ ડોલર અર્થાત ૮૦૦X ૬૫.૭૫૪૫[]=૫૨૬૦૩.૦૬ રૂપિયાનો પ્રસ્તાવ છે. તમારો પ્રોજેક્ટ અંદાજે પચાસ લોકોને ભારતીય ભાષાના વિકિપીડીયાથી પરિચિત કરાવવાનો છે જેમાં ૧૦ એડિટ સેશન, ૫ એડિટથોન અને એક એડિટ સ્પર્ધાનો સમાવેશ થાય છે. ખર્ચમાં મુખ્યત્વે જાહેરાત+જગ્યાભાડું(૧૫૦ ડોલર), ઇનામો(૧૫૦ ડોલર), ખાણીપીણી(૨૫૦ ડોલર) અને ભાગ લેનારને અપાતા ગિફ્ટ(૨૫૦ ડોલર) સમાવિષ્ટ છે. આ બધું કર્યા પછી ૫૦ કે એમાંથી કેટલા લોકો કાયમી એડિટર બને એની કોઈ ગેરંટી નથી. કોઈ ખાસ ક્લીયર ટાર્ગેટ નથી. ૮૦૦માંથી ૪૦૦ ડોલર [જાહેરાત+જગ્યાભાડું(૧૫૦ ડોલર) અને ખાણીપીણી(૨૫૦ ડોલર)] માત્ર આયોજન ખર્ચ છે. ૫૨૬૦૩.૦૬/૫૦ અર્થાત એક વ્યક્તિ દીઠ ૧,૦૫૨.૦૬૧૨નો ખર્ચ. (ગુજરાતી હોય એટલે ગણતરી તો લગાવે જ.) પ્રોજેક્ટ ઘણો મોંઘો અને કોઈ ચોક્કસ ફળ આપે એવો લાગતો નથી. વળી આ પ્રોજેક્ટ કોલોરાડો અમેરિકામાં આયોજિત કરવાનો છે, જો ભારતમાં આયોજિત કરવાનો હોય તો વધુ ફળની આશા રાખી શકું. તમારો હેતુ ઉમદા છે પણ પ્રોજેક્ટ વાયેબલ લાગતો નથી. કોઈ વધુ સારો પ્રોજેક્ટ આઈડિયા લાવશો તો સારું. :) --Nizil Shah (ચર્ચા) ૦૨:૦૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  1. "૩૦-સપ્ટેમ્બર-૨૦૧૫ના રોજ ૧ US$ના ભાવ".
સરસ ગણતરી. આટલી મહેનત પછી કોઇ ગેરંટી ન હોય તો મારા મતે આ પ્રોજેક્ટનો કોઇ ફાયદો દેખાતો નથી. તેમ છતાંય, પ્રયત્ન માટે આભાર. --KartikMistry (ચર્ચા) ૦૯:૩૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
નિઝિલ,
તમારા ગણતરીપૂર્વકના જવાબ માટે આભાર.
૧. પ્રોજેક્ટ કૉલોરાડોમાં છે. તમે રૂપિયામાં જે ગણતરી કરી તે અહીં લાગૂ ન થાય. તમે ૪૦૦ ડૉલર ગણ્યા પણ એ પણ ગણજો કે તેમાં ઓછામાં ઓછા ૧૫ સેશન છે, એટલે કે દર સેશને ૨૬.૬૭ ડૉલર. દર સેશનમાં ૧૨-૧૫ લોકો. ૧૦ પણ ધારી લો તો પણ વ્યક્તીદીઠ ૩થી ઓછા ડૉલર થાય. આટલા પૈસામાં અમેરિકામાં ૧૦ મિનિટની પણ ગણતરી ન થાય. આમાં તમે મારો પોતાનો સમય, મહેનત અને બાકીના ફૅક્ટર ફાળવો તો આ બધું લગભગ મફતમાંજ ગણી લેવાય. હવે મારો સમય ન ગણો તો પણ આ ગણતરી દેવા કરતા લેવાવાળી છે. તમે ૬૫-૬૬થી ગુણાકાર કરશો તો તમને બધુંજ મોંઘુ લાગશે :-)
મેં પ્રોજેક્ટ ટારગેટ પ્રસ્તાવમાં લખેલા છે. ૫૦માંથી ૫ જણ સંપાદક બને તો તે આજની સંખ્યાકરતા પાંચ તો વધારેજ હશે, નહી? જ્યારે ગુજરાતી વિકિપીડિયા પર એકએક સંપાદક કિમતી કમોડિટી હોય ત્યારે સાવ સસ્તામાં મળણારા સંપાદકોને ના પાડવી તે તમારી ઇચ્છા!
તમારા વિચારપૂર્વકના જવાબ માટે ફરી એક વાર આભાર.
તમારો નમ્ર,
અભય નાતૂ
બીજો એક પ્રશ્ન: ગુજરાતી વિકિપીડિયામાં સંપાદનનો તમને અનુભવ ખરો? તમને કન્ટેન્ટ ટ્રાન્સલેશન જેવાં સાધનની જાણ છે? --KartikMistry (ચર્ચા) ૦૯:૩૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
તમારું યોગદાન અહીં જૂઓ. ચોતરામાં સંદેશ મૂકવા સિવાય તમે ગુજરાતી વિકિ.માં કોઇ યોગદાન અાપ્યું નથી. તમારી પોતાની ગુજરાતી ભાષા ગુજરાતી વિકિ. યોગ્ય નથી. તમે અમેરિકામાં નવા સભ્યોને ગુજરાતી વિકિ. વિશે શું શીખવશો ?--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૨૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]


મિત્રો,

અભયભાઈને હું બેંગ્લોરમાં કોમ્યુનિટી કન્સ્લટેશન વખતે મળ્યો છું. તેઓની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં તેઓ ઘણી સરસ ગુજરાતી બોલે છે. તે બે દિવસના સાનિધ્યમાં મને તેઓ ગંભીર અને વિનમ્ર સ્વયંસેવક લાગ્યા.

અમુક ભાષાના વિકિપીડિયાના પ્રસાર પ્રચાર કરવા માટે તે વિકિપર યોગદાન કરતા જ હોવા જોઈએ એવું કંઈ જરૂરી નથી. મને પણ મરાઠી નથી આવડતું પણ મારી ભાંગી તૂટી મરાઠીમાં રસ ધરાવનાર મરાઠીને હું મરાઠી વિકિપીડિયા વિષે સમજાવું છું. અહીં મુદ્દો ભાષાની જાણકારી નો નહી, પણ વિકી વિષેની અવગતતાનો - પ્રસારનો છે.

બીજો મુદ્દો સંપાદકોની ગૅરેંટીનો, તે મુદ્દો મને અવઢવમાં મૂકે છે. શું આપણે ભારતમાં પ્રચાર પ્રસાર કરીયે તો શું આપણે આટલા સ્વયંસેવકો મળશે જ તેની ગૅરેંટી આપી શકીએ? હા, કદાચ પ્રોબેબીલીટી વધશે તેટલું જ. એક ઉદાહરણ તરીકે, ધવલભાઈએ ગુજરાતના અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં એક પ્રચાર પ્રસાર કાર્યક્રમ કર્યો હતો, તેમાં હું પણ હાજર હતો, પણ તેમાંથી કોઈ કાયમી એડિટર મળ્યો નથી. માટે આવી ગૅરેંટી ના આધાર લેવો યોગ્ય નહીં ગણાય. હા ગૅરેંટી માત્ર એક વાતની હોય તે છે સ્વયંસેવકની મહેનત.

જો કાંઈ સારું થતું હોય તો તેને સમર્થન કરવું જોઈએ.

આભાર.

--Sushant savla (ચર્ચા) ૧૮:૩૫, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સુશાંતભાઇ, બે પ્રશ્નોના જવાબ તમે યોગ્ય રીતે આપ્યા છે. અભયભાઈનું મરાઠી વિકિપીડિયામાં યોગદાન અમૂલ્ય છે તે વિશે કોઇ બેમત નથી.
૧. ચોક્કસ પણે ગુજરાતીમાં યોગદાન જરૂરી નથી (હોય તો સારું. 'કુવામાં હોય તો હવાડામાં આવે' એવું. દા.ત. લંડન વિકિમેનિયામાં વિકિસ્ત્રોત પરની મારી ટોક પરનો અભિપ્રાય) પરંતુ દરેક વિકિની પોતાની ખાસિયતો હોય છે, તે વિશે જે-તે વ્યક્તિ જાણકાર હોવા જોઇએ.
૨. ગેરંટી કોઇ ન આપી શકે. ગુજરાતી વિકિમાં જંપલાવતા પહેલાં મને બહુ સમય લાગેલો :) ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાં હું કોઇ વ્યક્તિઓને કાયમી સંપાદક બનાવી શક્યો નથી એટલે આ પ્રોજેક્ટની સફળતા પર શંકા જાય તે સ્વાભાવિક છે.

--KartikMistry (ચર્ચા) ૧૮:૪૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ, મેં અને અશોકભાઈએ ગુજરાતમાં ઠેરઠેર કરેલા અનેક કાર્યક્રમો સ્વખર્ચે કર્યા છે. તેમાં જે વિકિપીડિયન્સ ઉપસ્થિત હતા તેઓ પણ સ્વખર્ચે આવ્યા હતા તે તમને યાદ દેવડાવી દઉં (તમે પોતે પણ ઉપસ્થિત હતા જ અને તમે વિકિમીડિયા ફાઉન્ડેશન પાસેથી ગ્રાન્ટ નહિ લીધી હોય એમ માની લઉં છું). માટે એ કાર્યક્રમની તુલના ખર્ચનું વળતર મેળવીને કરાતા અન્ય કાર્યક્રમ સાથે ન કરી શકાય. અહિં સવાલ ગેરંટી ખર્ચની સામે કેટલી એનો છે. જો મારી ભૂલ થતી હોય તો સુધારવા નમ્ર વિનંતિ.
રહી સમર્થનની વાત, તો એ સૌ પોતપોતાના અર્થઘટન અને મુલ્યાંકનને આધારે કરે, આપણે કોઈને ફોર્સ ન કરી શકીએ કે ન તો સમર્થન ન કરનારની ટીકા. મારી દૃષ્ટિએ જે સારુ થતું દેખાય તે બીજાની દૃષ્ટિએ સારુ ન પણ હોઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તીકભાઈ નમ્સ્કાર, આજે ઘણા દીવસે આપણે સૌ ચકલાંઓ બોલ્યાં કેમ? હા હા હા....

૧. જે તે ભાષાના વિકિની ખાસિયતો ની જાણકારી હોય તે સારું જ છે. હું તે બાબતે તમારી સાથે સહમત છું. જો કે આપણે આહીં ક્યાં પાણી પાવાનું છે? આપણે તો હવાડો બતાવવાનો છે અને હવાડો કેમ કામ કરે તે શીખવવાનું છે. હા હા હા..... ! અહીં તો નવા નર્સરીના બાળકોને પાટી પેન વાપરતા શીખવવાની છે. ;) કક્કો બારખડી અને નિતી વ્યાકરણની ખાસિયતો તો આવશે આગળ ઉપર. અને ખાસિયતો તો આપણે ઓનલાઈન પણ શીખવી દઈશું. હા હા હા....

૨. સફળતા નિષ્ફળતા તો કોઈ પણ સાહસમાં ૫૦% હોય જ છે. આવા કાર્યક્રમનો કોઈ પૂર્વ અનુભવ ન હોતા સફળતા નિષ્ફળતાનું આકલન કરવું અઘરું છે. તો શામાટે એક પ્રયાસ કરનારને ઉત્તેજન ન આપવું?

આમ પણ અમેરિકામાં મરાઠીઓ કરતાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હોવાનું. અમેરિકામાં આપણી પાસે અત્યારે કોઈ ગુજરાતી વિકિપીડિયન નથી. ત્યાં અમુક ચિનગારી ચેતવવા પ્રયાસ થાય તે સારું જ છે ને. શું ખબર કોઈ અખંડ દીવો પ્રકાશી રહે.  :)

--Sushant savla (ચર્ચા) ૧૯:૩૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સરસ મુદ્દો. ધ્યાનમાં રહે કે પણ કોલોરાડો સ્પ્રિંગમાં https://en.wikipedia.org/wiki/Colorado_Springs,_Colorado#Demographics મુજબ 445,830 ના ૩ ટકા એશિયન્સ છે. એટલે ૧૩,૩૭૪.૯૦ લોકો એશિયન મૂળના છે. --KartikMistry (ચર્ચા) ૨૦:૧૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
અમેરિકા કરતા મુંબઈમાં ગુજરાતીઓ વધુ હોવાના, તો ત્યાં જ કાંઈક કરીએ ને?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મિત્રો,
મેં માત્ર મારા વિચારો લખ્યા છે તેને "ફોર્સ" ન સમજશો.
"અમેરિકા કરતા મુંબઈમાં ગુજરાતીઓ વધુ હોવાના, તો ત્યાં જ કાંઈક કરીએ ને?" -- આ લખવાનો તાત્પર્ય સમજાવશો. --Sushant savla (ચર્ચા) ૧૯:૫૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
એટલે કે આપણે બંને મળીને એક ગુજરાતી વિકિ-મીટઅપ કોફી સાથે કરવી જોઇએ. આપણે બે બહુ થઇ ગયા :) (કોફી મારા તરફથી!!) --KartikMistry (ચર્ચા) ૨૦:૧૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, તમે મને પૂછેલા પ્રશ્નનો જવાબ: આ પ્રસ્તાવ જેના પર ચર્ચા થઈ રહી છે તે અમેરિકામાં કાંઈક કામ કરવા માટેની છે, જેના સમર્થનમાં તમે કહો છો કે ત્યાં ગુજરાતીઓ વધુ હોવાના, તો મારું એમ કહેવું છે કે ત્યાં છે એના કરતા પણ વધુ ગુજરાતીઓ (અને મરાઠીઓ) મુંબઈમાં હોવાના, તો (અમેરિકામાં શું કામ) ત્યાં જ (મુંબઈમાં આ કામ, કે એવું કાંઈક) કરીએ ને? આશા રાખું કે હું તાત્પર્ય સમજાવવામાં સફળ રહ્યો હોઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મારી જાણ મુજબ ગુજરાતી વિકિ.માં તો સ્વયમ સેવકો જાતે જ ખર્ચ ભોગવી લે છે તેથી તે કાર્યક્રમની સફળતા કે નિષ્ફળતા વિશે ચર્ચા અસ્થાને છે. અહીં ખર્ચ વિકિમીડિયા ફાઉન્ડેશને ભોગવવાનો છે અને રકમ રુ.૧ લાખ જેવી થાય છે. કાર્યક્રમ અમેરિકામાં થવાનો છે. ભાગ માત્ર 50 વ્યક્તિ લેવાના છે અને બધા ગુજરાતી નથી. શરુઆતમાં તો વિકિ. શુ છે, કેમ અેકાઉન્ટ બનાવવું, કઇ રીતે યોગદાન અાપશો, કોપીરાઈટ વગરે વિશે સમજાવી શકાય. પણ સામેથી જઈને પ્રચાર કરવામાં સંપાદક મળવાના ચાન્સ અોછા રહે છે. અગાઉ પણ વિકિ.ફા.અે ભારતમાં કરોડો રુપિયા વેડફી નાખતા વિરોધ થયો હતો . જે વિકિ.ના નવા સભ્યો બન્યા છે તેમને જો જરુર અને માગણી હોય તો ખર્ચ થવો અયોગ્ય નથી. બીજું કે જે હયાત સંપાદકો છે તેનો ઉત્સાહ વધે કે ટકી રહે તેબાબતે ધ્યાન અાપવાની વધુ જરુર છે ને તે સાવ મફત છે!--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
'ચમનું શ લ્યા' પરના ગુજ.વિકી. ગ્રુપમાં પરીયોજના દરખાસ્ત માટેની નવી જુક્તિ આવી છે. જલદી જુવો. --એ. આર. ભટ્ટ ૨૨:૦૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
વારુ, જે જેમ વિચારે તેમ. આભાર અભય ભાઉ. આજે તમારા કારણે અમારો ચોતરે સુંદર કલરવ થયો. :) --Sushant savla (ચર્ચા) ૨૨:૧૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મફતવાળી દરખાસ્ત વિશે પણ અભિપ્રાય અાવકાર્ય !--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૨૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

પેરેશુટ લેન્ડિંગ માટે માફ કરજો પણ અમેરિકાનું ઈન્ટરનેટ પેનિટ્રેશન અને કોમ્પ્યુટર લિટરશી ઘણી વધુ છે માટે આપણે આ પ્રકારનો કાર્યક્રમ ત્યાં થાય અને અહીં થાય તેમાં નવા સંપાદકો ત્યાં મળવાની વધુ સંભાવના છે. આમ પણ નવો ભૂવો વધુ ધુણે એમ માતૃભાષા અને માતૃભૂમિથી દૂર રહેલા લોકો તેના વધુ કટ્ટર સમર્થકો હોય છે તેમ મારું માનવું છે.--Vyom25 (ચર્ચા) ૧૧:૨૮, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

એકદમ સાચું અવલોકન, ગુજરાતી વિકિના શરૂઆતમાં ખૂબ સુંદર કામ કરનાર સ્પંદન (અમેરિકા), ધવલભાઈ (લંડન), મહર્ષિભાઈ (જર્મની) આ દૂર રહેતા માતૃભાષા પ્રેમીના સુંદર ઉદાહરણો. અને મારો પોતાનો પણ વિકિનો સંપર્ક માતૃભૂમીથી દૂર ચેન્નઈમાં હતો ત્યારે જ થયો.... :) --Sushant savla (ચર્ચા) ૧૩:૨૭, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

જોડિયા તાલુકામાં ઇન્ફોબોક્સ

જોડિયા તાલુકામાં અમુક ગામોમાં ઇન્ફોબોક્સ ખૂટે છે. બોટ ચલાવીને મૂકી દેવા વિનંતી છે! --KartikMistry (ચર્ચા) ૧૮:૪૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
ખાંભામાં પણ બોક્સ નથી. મૂકવા વિનંતિ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૪૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
એ પણ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૮, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
  કામ થઈ ગયું. જો કે ખાંભા તાલુકાના બધા લેખોમાં માહિતીચોકઠું હતું, ફક્ત ખાંભામાં જ નહોતું, તે હવે મૂકી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

WikiConference India 2016

Hi,

We welcome you to place a bid for hosting WikiConference India 2016. The bid consists of two rounds. The first round will be a simple round to encourage participation. The aim of the first round is to confirm the local community support and strength. The first 5 qualifying cities of the first round will participate in the second and final round of bidding with an elaborate plan.

First Round Bidding Criteria

  • City and proposed venue. This city should have at least a domestic airport.
  • Wikimedia signatures of active Wikimedia projects editors who commit to be involved in organizing this in your city
  • Link to any Wikimedia project village pump where the bid has been approved with community consensus (not mandatory but highly recommended)
  • Proposed overall budget to conduct an event with 500 registered participants (including the accommodation cost for 100 scholarship recipients for 3 days).
  • Prior experience conducting similar event(s)

Please place your bids here before 18th October 2015 11:59 PM IST.

Please do indicate the names and contact details of two people from whom any clarifications or queries can be sought regarding your city bid. Please do note that bids need to be supported by consensus from the community and the link to the discussion where this is forthcoming may please be indicated.

Regards,

WCI 2016 Volunteers

રોલબેક અને રિસ્ટોર રિવિઝન

અા સાથે ચિત્રોને જોશો. તે ઉપયોગી સુવિધા ગુજરાતી વિકિ. પર શરુ થાય તો સારું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૧, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

યોગેશભાઇ, ચિત્રો પરથી હું જેટલું સમજ્યો છું એ મુજબ આ સિવિધા તો ક્યારનીય અસ્તિત્વમાં કદાચ છે જ ---એ. આર. ભટ્ટ ૧૦:૪૨, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કદાચ ટ્વિંકલની વાત તેઓ કરી રહ્યા છે.--Vyom25 (ચર્ચા) ૧૧:૨૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કેમ છો વ્યોમ જી, ઘણા વખતે મળીને આનંદ થયો. આપની વાત સાચી છે કે યોગેશભાઇ શક્યતઃ ટ્વિંકલની વાત કરી રહ્યા છે.
મેં એ સાધન ઉપયોગમાં લીધુ નથી એટલે મને ખબર નથી કે એમાં વિશિષ્ટતા શું છે. પણ અહીં બીડેલા ચિત્રોમાં દર્શાવેલા બધી જ લાક્ષણીકતાઓ અને સગવડો "ઇતિહાસ જુવો" દ્વારા શક્ય છે એટલું જ મારૂ કહેવાનું તાત્પર્ય છે. --એ. આર. ભટ્ટ ૧૧:૩૨, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કેમ છો વ્યોમભાઇ . :-)

માફ કરજો વિવરણ હવે લખું છું. હા કદાચ અે ટ્વિંકલ છે. લેખનાં ઇતિહાસમાં બે સંપાદનો સરખાવવા સમયે ડાબી તરફ જૂની અાવૃત્તિ અને જમણી તરફ નવો ફેરફાર અને બન્ને સંપાદન વચ્ચેનો ભેદ દેખાય છે. નવા સંપાદનની ઉપરના ભાગે રદ કરો, સંપાદન કરો, અભાર માનોના વિકલ્પો હોય છે જે ગુજ. વિકિ.માં પણ છે. અા સસ્ક્રીનશૉટ હિન્દી વિકિ.નો છે. તેમાં નવા સંપાદનની ઉપરનાં ભાગે rollback AGF. rollback and rollback vandal અે ત્રણ વિકલ્પો છે, જેના પર કલીક કરવાથી ઝડપી રીતે ફેરફાર પાછો વળી જાય છે, કારણ કે તારણ પણ લખાઇ જાય છે. અા માટે અડીટ પાનું ખૂલે, ફેરફાર સાચવો પર ક્લિક કરવું પડે તેના બદલે અા સોફ્ટવેરથી અા બધું તે જ પાનામાં રહીને ત્વરીત રીતે થઈ જાય છે. જમણી તરફ જૂનાં અવતરણ વાળા ભાગની ઉપર restore revision પર ક્લિક કરવાથી અેક મેનું ખૂલશે જેમાં 10 revision backward, 50 revision backward, 500 સુધીના બધાં ફેરફાર પાછાં વાળો, ૧ કલાક, ૨-3 કલાક પહેલાંના બધા જ ફેરફારો અેક જ ક્લિકથી પાછાં વાળી શકાય છે--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૩૬, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST).

હા અે ટ્વિંકલ જ છે, બીજા પણ તેના ઉપયોગો છે જાણવા માટે विकिपीडिया:Twinkle--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૪૬, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
ટ્વિંકલ જોઈતી હશે તો લાવી દઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૩, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
સંસ્કારી અને રુપ।ળી છે :-) ઘર દીપી ઉઠશે :-) :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૧૭, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
સૌ મિત્રોને નમસ્કાર, હું મજામાં છું અને તમે સૌ મજામાં જ હશો એમ ધારી લઊં છું. હવે મુદ્દાની વાત રોલબેક માત્ર ભાંગફોડને પાછી વાળવા માટે છે અને વણજોઈતી કે ભૂલ વાળી એડિટ દૂર કરવા રદ કરો વપરાય છે અને ટ્વિંકલ વધુ સારી રીતે આ ભેદ પાડે છે. તેમાં એક કડી ભાંગફોડને વાળવા, એક સામાન્ય રદ કરો અને એક સારી ભાવનાથી કરાયેલ સંપાદનને પાછા વાળવા માટે કડી આપે છે અને સારાંશ પણ એ પ્રમાણે જ નક્કી થાય છે. માટે સાધન ઉપયોગી છે. લાવી શકાય તો લાવો.--Vyom25 (ચર્ચા) ૨૨:૦૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

ઢાંચો સંદર્ભો

લેખના અંતે સંદર્ભનું મથાળું અને નીચે સંદર્ભયાદીનો ઢાંચો ઉમેરવાની કડાકુટના બદલે ઢાંચો સંદર્ભો ઉમેરવાથી મથાળું અને નીચે રેફલીસ્ટ બન્ને અાવી જશે. સૌ મિત્રોએ તેનો લાભ લેવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૫૧, ૨ ઓકટોબર ૨૦૧૫ (IST)

સરસ.--Nizil Shah (ચર્ચા) ૨૨:૫૫, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
આભાર. સરસ. --KartikMistry (ચર્ચા) ૨૩:૦૮, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
અાભાર મિત્રો :-) --YmKavishwar (ચર્ચા) ૨૩:૪૮, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
ધન્યવાદ, સરસ કાર્ય--સતિષચંદ્ર (ચર્ચા) ૨૩:૫૫, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

શ્રેણી બદલી ગુજરાતી વાનગી અને ગુજરાતી ભોજન

અત્યાર સુધી ગુજરાતી વાનગીઓ સંબંધીત અમુક લેખો ગુજરાતી ભોજન એ શ્રેણીમાં અને અમુક લેખો ગુજરાતી વાનગી એ શ્રેણીમાં હતા. અત્યારે બધા લેખો માં એકીકરણ કરવા માટે તે બંને શ્રેણીઓ ઉમેરી છે. શું આ બંને શ્રેણી રાખવી છે? કે એક જ શ્રેણી રાખીયે? મને લાગે છે ગુજરાતી વાનગી એ શ્રેણી વિસ્તૃત હોવાથી તેને રાખીએ તો કેમ?--Sushant savla (ચર્ચા) ૨૦:૪૫, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

ગુજરાતી વાનગી શ્રેણી રાખવી સારી રેહશે કારણકે તે વિસ્તૃત છે.--Nizil Shah (ચર્ચા) ૨૩:૦૩, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
અામ પણ ગુજરાતી ભોજન અેટલે ગુજરાતી થાળી થાય જ્યારે ગુજરાતી વાનગીઅોનો અર્થ સ્વયમ સ્પષ્ટ છે. તે શ્રેણી વિસ્તૃત પણ છે.--YmKavishwar (ચર્ચા) ૦૯:૨૭, ૧૨ ઓકટોબર ૨૦૧૫ (IST)
ગુજરાતી ભોજન અેટલે ગુજરાતી થાળી થાય સાથે સહમત. વાનગી શ્રેણી અર્થ વધારે વ્યાપક હોવા સાથે સહમત. આભાર --એ. આર. ભટ્ટ ૨૩:૨૫, ૧૨ ઓકટોબર ૨૦૧૫ (IST)

Translitration in common.js

પ્રબંધકશ્રીઓ,

ગુજરાતી વિકિપીડિયાની common.js હાલમાં TRANSLITERATON નામની સ્ક્રિપ્ટ ધરાવે છે. વિકિસોર્સ તેમજ વિકિપીડિયામાં આને કારણે Universal Language Selector જોડે મુશ્કેલી ઊભી થાય છે. ULSમાં ટ્રાન્સલિટરેશન હોવાથી આ સ્ક્રિપ્ટને હટાવવા વિનંતી. આભાર. --KartikMistry (ચર્ચા) ૧૧:૧૫, ૧૫ ઓકટોબર ૨૦૧૫ (IST)

  કામ થઈ ગયું ફક્ત જાણવાના ઉદ્દેશથી પૂછું છું કે, શું મુશ્કેલી ઊભી થતી હતી?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૧૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
આભાર ધવલભાઇ. જોકે હજી પણ જાવાસ્ક્રિપ્ટની એરર 'Uncaught ReferenceError: translitonkey is not defined' કોન્સોલમાં દેખાય છે. એટલે આખી આ સ્ક્રિપ્ટને અવગણવા (ie કોમેન્ટ આઉટ કરવા‌‌) વિનંતી. ગુજરાતી વિકિસોર્સમાં પણ આ મુશ્કેલી ઉભી કરી રહી છે, ત્યાં પણ ચર્ચામાં આ વધુ ચકાસણી કરીને મુકીશ. મોટાભાગે આ સ્ક્રિપ્ટ જો Navigation Popup ગેજેટ સક્રિય હોય તો સર્ચબોક્સમાં ગુજરાતીમાં લખવામાં અડચણ ઉભી કરે છે. --KartikMistry (ચર્ચા) ૧૭:૧૪, ૧૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

તાલુકાના નક્શા

મિત્રો અહીં જુઓ, ગુજરાતના તમામ તાલુકાના ગામના રેવન્યુ વિસ્તાર નક્શા આપેલ છે. આપણે તેને તાલુકાના પાનાં પર મુકી શકીએ તેમજ કોમન્સ પર પણ મુકી શકીએ કારણ કે તે સરકારી નક્શા છે માટે પ્રકાશન અધિકાર હેઠળ ન આવે. આપના સૌના વિચાર જણાવશો. આભાર.--Vyom25 (ચર્ચા) ૧૩:૦૧, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)

સહમત. આવકારદાયક સુઝાવ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૪, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
સહમત--એ. આર. ભટ્ટ ૧૭:૫૦, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
આ એક નક્શો એક અખતરા સ્વરૂપે બનાવી જોયો.
 
Bhavnagar district Ghogha Taluka map

--એ. આર. ભટ્ટ ૧૯:૧૮, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
વાહ ભટ્ટ સાહેબ કરો કંકુના :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૨૨, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
સરસ. જ્યારે બધાં નકશાઓ અપલોડ થઇ જાય ત્યારે જણાવવા વિનંતી! :) --KartikMistry (ચર્ચા) ૨૦:૪૮, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
મારે એક જ જણે કરવાનું હોય તો ફક્ત પાંચેક વર્ષ થશે. :-) --એ. આર. ભટ્ટ ૨૦:૫૫, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
તો ચાલો, હું કાલથી બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરુ છું. સૌ મિત્રોને કોમન્સમાં જ અપલોડ કરવા વિનંતી. --KartikMistry (ચર્ચા) ૨૨:૧૧, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
અને હા, લાયસન્સ - પબ્લિક ડોમેઇન - લખવું. --KartikMistry (ચર્ચા) ૨૨:૧૨, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
મે જે ત્રણ બનાવ્યા તેમાં લાયસન્સમાં Creative Commons Attribution-Share Alike 3.0 Unported નાખેલું છે. કોઇ વાંધો આવશે? --એ. આર. ભટ્ટ ૨૩:૧૯, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
હા. ઓરિજનલ ફાઇલ પબ્લિક ડોમેઇનમાં છે એટલે પબ્લિક ડોમેઇન જ રાખવું (એટલે કે એને કોઇ લાયસન્સ નથી‌). --KartikMistry (ચર્ચા) ૦૯:૧૮, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઓકે કર્તિકભાઇ, પણ ફક્ત જાણ ખાતર લખવાનું કે ઓરિજનલ ફાઇલ પબ્લિક ડોમેઇનમાં નથી લાગતી. અંદર 'for office use only' એમ લખેલું છે. અને એટલે જ મેં એ એક પણ ફાઇલ નથી મુકી. એ નકશાઓનું Tracing કરીને મેં બનાવેલા નકશા મુક્યા છે.--એ. આર. ભટ્ટ ૧૦:૫૭, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઓહ. :/ અને હા, આ ટ્રેસિંગ કરતા અમને શીખવાડવા વિનંતી :) --KartikMistry (ચર્ચા) ૧૧:૦૭, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આમંત્રણ છે. અમદાવાદ પધારો, મને જે થોડુ ઘણુ આવડે છે, એટલું શીખવવા પ્રયત્ન કરીશ પણ સાચુ કહુ તો ત્યાં મોટા શહેરમાં કોઇ અન્ય વ્યક્તિ પાસે કદાચ વધારે સારૂ શીખી શકશો. --એ. આર. ભટ્ટ ૧૧:૨૦, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
મારે બે ત્રણ મહિના પછી કોમ્પ્યુટર ઉપલબ્ધ થઇ જશે, ત્યાં સુધી મોબાઇલમાં નાનકડા સુધારા સિવાય કંઇ થાય તેમ નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૯, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
ભટ્ટભાઈ, ટ્રેસિંગ મેન્યુઅલી કરો છો કે ઇએલેક્ટ્રોનિકલી? હું પણ આ કામમાં ટેકો આપી શકું એમ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૯, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
વ્યાસપીઠ પર વ્યાસજી બીરાજમાન થવાના હોય તો એથી રૂડું શું?--એ. આર. ભટ્ટ ૧૭:૪૧, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
અરે ભાઈ લોગ ક્યા તાલુકાઓમાં નક્શા મુક્યા અને આ ટ્રેસિંગ કઈ રીતે કરવાનું તેની કોઈ ઓનલાઈન ગાઈડ ખરી?--Vyom25 (ચર્ચા) ૧૦:૦૬, ૨૨ ઓકટોબર ૨૦૧૫ (IST)
 
Flood Affected Areas of Amreli District Gujarat India on 24 June 2015
  • મંતવ્ય: મને આ નકશાઓના કોપીરાઈટ અંગે શંકા છે. ૧) ભારતના બંધારણના કોપીરાઈટ એક્ટ મુજબ સરકારી ધોરણે તૈયાર કરાયેલા નકશા પબ્લિક ડોમેનમાં નથી, તેના કોપીરાઈટ સરકાર ધરાવે છે. એ નકશા પબ્લીશ થયાના ૬૦ વર્ષે પબ્લિક ડોમેનમાં આવે. ૨) રેવન્યુ ડીપાર્ટમેન્ટની વેબસાઈટ પર ક્યાય કોપીરાઈટ માટે કોઈ ચોખવટ નથી એટલે જાહેર ઉપયોગ અંગે કોઈ ચોક્કસ મત બાંધવો મુશ્કેલ છે. કેટલીક સરકારી સંસ્થાઓ આ અંગે છૂટછાટ આપે છે જેમકે એરફોર્સ અને નેવીની વેબસાઈટ જાહેર વપરાશ માટે માહિતી મુકે છે. દા.ત. ૨૦૧૫ના અમરેલી પૂર વખતનો આ બાજુનો ફોટો. ૩) નકશાની ડાઉનલોડ કરેલી pdf માં એ BISAG દ્વારા બનાવાયેલ હોવાનું અને માહિતી Settlement commissionerate and Land Record વિભાગ દ્વારા આપેલ હોવાનું સ્પષ્ટ લખ્યું છે અર્થાત આ બંને આ નકશાના કોપીરાઈટ ધરાવે છે એવું ગણી શકાય. ૪) કોઈ નકશામાંથી માત્ર કોપીરાઈટ હોલ્ડરના નામ દુર કરી એને પોતે બનાવેલો ના ગણી શકાય. અથવા નાના ફેરફારો કરવાથી એ નવું બનાવેલું ના ગણી શકાય. આને derivative work કહેવાય જેમાં પણ મૂળ નકશો બનાવનારના કોપીરાઈટ જળવાઈ રહે છે. જેમકે કોઈ ગીતનું રિમિક્સ બનાવીએ તો મૂળ ગીતકારના રાઈટ પણ રહે તેમ. આથી આ નક્શાનું ટ્રેસિંગ કરીએ તો એના મૂળ ચિત્ર જોડે સામ્ય જોતા એને પણ derivative work જ ગણવું પડે. (મને ખબર છે કે આ ટ્રેસિંગ કેમ થયું છે. ;) ) ૫) કોપીરાઈટ મુક્ત નકશા મળવા મુશ્કેલ નથી પણ ઘણું ટેકનીકલ જ્ઞાન જોઈએ. [openstreetmap.org ઓપન સ્ટ્રીટ મેપ] ફ્રી નકશા તૈયાર કરવા ઉપલબ્ધ છે. ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો કંઇક મદદ કરી શકે. ૬) કોમન્સમાં એવું મનાય છે કે જયારે તમને કોઈ ચિત્રના કોપીરાઈટ અંગે શંકા હોય તો એને કોપીરાઈટ મુક્ત ના ગણો અને કોમન્સ પર ના મુકો. અથવા તે અંગે હેલ્પ પર પૂછી સમાધાન કરો અને પછી જ મુકો. છે કોઈ જનાબ, જે નકશા બાબતે મદદ કરી શકે? --Nizil Shah (ચર્ચા) ૨૩:૪૩, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
કોમન્સ પર મેપ માટે ઘણી માહિતી/ટ્યુટોરીયલ્સ/રિસોર્સ છે. નજર નાખવા વિનંતી. દા.ત. [[૧]

અાંતરવિકિ આયાતકાર માટે નામાંકન

હિન્દી વિકિ. પરથી લેખો લાવીને ભાષાંતર દ્વારા ગુજરાતી વિકિ.ને વધું સમૃદ્ધ બનાવવા હું આ સુવિધા માટે નિવેદન કરું છું. આપના મત નીચે આપવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૫૩, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)

તમે કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનની મદદ લઇ શકો છો. એ માટે લેખ આયાત કરવાની જરૂર નથી. ભાષાંતર જ કરવાનું રહેશે. --KartikMistry (ચર્ચા) ૧૧:૦૫, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
કાર્તિકભાઇની વાતમાં +1, લેખ અહીં લાવવા માટે આયાતકાર હોવું જરૂરી નથી. --એ. આર. ભટ્ટ ૧૧:૦૮, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આમ તો જેની વિશે ચર્ચા ચાલતી હોય તે ટિપ્પણીઓ ન કરે અને સભ્યો જ નિર્ણય કરે તે યોગ્ય ગણાય. માત્ર પૂછાયેલા સવાલના જવાબ રુપે જણાવું કે, માત્ર લેખો જ નહિ પરંતુ ઉપયોગી ઢાંચાઓ પણ આયાત કરી શકાય છે. આ સુવિધા લેખોને તેના ઇતિહાસ સાથે આયાત કરવાની સુવિધા આપે છે. હું હિન્દી વિકિ. પર પણ સક્રિય છું, ગુજરાત સંલગ્ન લેખોમાં કામ કરું છું. બીજા લેખોમાં પણ કામ કરું છું. હિન્દી વિકિ. ઘણું જ સમૃદ્ધ છે, એવા હજારો લેખો છે જેને આપણે ગુજરાતી વિકિ.માં લાવીને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. સભ્યો પણ ભાષાંતરમાં મદદ કરશે.આ સુવિધાથી ફાયદો એ છે કે ત્યાં કામગીરી દરમ્યાન લેખોમાં સીધુ અહીં ખસેડવાનું બટન દેખાશે. આ સુવિધાથી ગુજરાતી હિન્દી વિકિ. વચ્ચે સેતુરુપ બનીને કામગીરી કરી શકીશ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૨૧, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આયાતકાર માટે તમે ઢાંચા આયાતકારનું નામાંકન નોંધાવી શકો છો. --KartikMistry (ચર્ચા) ૧૩:૧૩, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઢાંચા આયાતકાર માટે અલગથી નામાંકન અને ચર્ચા ઉપર શરૂ કરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૩, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]


  તરફેણ:-

  વિરુદ્ધ:-

  તટસ્થ:-

ઢાંચો:Indian Jurisdiction

આ ઢાંચામાં અક્ષાંસ રેખાંશ ઉમેરતાં બે વખત તે અ.રે. કોલ કરે છે અને તે ક્ષતિ બતાવે છે. આપણે તેમાં મારા મત મુજબ દશાંશીય પદ્ધતિ વાળા અ.રે. માટે latd એવી પેરામિટર છે અને સામાન્ય અ.રે. માટે latd, latm, lats એવી પેરામિટર છે અને તે ડિગ્રી માટે સમાન હોવાને કારણે આ એરર આવતી હોવાની શક્યતા છે માટે પ્રબંધકોને વિનંતી છે કે દશાંશ પદ્ધતિ માટે પેરામિટર latd માંથી lat કરી પ્રયોગ કરી જુએ.--Vyom25 (ચર્ચા) ૧૯:૫૧, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

અક્ષાંશ-રેખાંશ ૩૬૦ ડીગ્રીના ભાગ તરીકે વર્ણવાય છે. જેમાં વર્તળના ૩૬૦માં ભાગને એક ડીગ્રી કહે છે જે સૌથી મોટો એકમ છે, ૧ ડીગ્રીના ૬૦માં ભાગને એક મીનીટ અને ૧ મીનીટના ૬૦માં ભાગને એક સેકન્ડ કહે છે. આ બધા ભાગ ને છુટા છુટા દર્શાવવા માટે latd (latitude નો ડીગ્રી વાળો ભાગ), latm ( latitude નો મીનીટ વાળો ભાગ) અને lats ( latitude નો સેકન્ડ વાળો ભાગ) એમ અલગ અલગ દર્શાવી શકાય છે અથવા lat તરીકે દશાંશ પદ્ધત્તિમાં દર્શાવી શકાય છે. એટલે બેમાંથી એક જ રાખી શકાય. પ્રયોગ કરી જોવાની જરૂર છે. આભાર.--એ. આર. ભટ્ટ ૨૨:૫૧, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

Community Wishlist Survey

રીડાયરેક્ટ ઢાંચો?

રીડાયરેક્ટ ઢાંચા અથવા મોડ્યુલમાં કંઇ ખામી છે. જુઓ મારું ચકાસણી પાનું (અને સ્ત્રોત): https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry/Test#.E0.AA.B0.E0.AB.80.E0.AA.A1.E0.AA.BE.E0.AA.AF.E0.AA.B0.E0.AB.87.E0.AA.95.E0.AB.8D.E0.AA.9F_.E0.AA.9F.E0.AB.87.E0.AA.B8.E0.AB.8D.E0.AA.9F

ઘટતું કરવા વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૯, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

Wikimania 2016 scholarships ambassadors needed

Hello! Wikimania 2016 scholarships will soon be open; by the end of the week we'll form the committee and we need your help, see Scholarship committee for details.

If you want to carefully review nearly a thousand applications in January, you might be a perfect committee member. Otherwise, you can volunteer as "ambassador": you will observe all the committee activities, ensure that people from your language or project manage to apply for a scholarship, translate scholarship applications written in your language to English and so on. Ambassadors are allowed to ask for a scholarship, unlike committee members.

Wikimania 2016 scholarships subteam ૧૬:૧૮, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)

ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય કરવા માટે પ્રસ્તાવ

નમસ્તે મિત્રો,
આપે નોંધ્યું હશે કે ગુજરાતી વિકીપીડિયામાં સક્રિયતા ઘટી ગઈ છે. આ કરતાં વિકિસ્ત્રોત વધું સક્રિય છે. આપણા સક્રિય સદસ્યોને પણ રસ ઘટતો જાય છે. એકદમ સુસ્ત વાતાવરણ અને કંટાળાજનક સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ત્વરિત અટકાવવા અને વિકિપીડિયાને ફરી ધબકતું કરવા માટે નક્કર આયોજન સાથે પ્રસ્તાવ લઇને ઉપસ્થિત થયો છું. આ સાથે કેટલુંક સત્ય પણ રજૂ કરવા પ્રયત્ન કરીશ જે કડવું પણ હોઇ શકે. સૌ મોટું મન રાખીને તેનો સ્વીકાર કરશે અને આ નૂતન વર્ષે આપણી ક્ષતિઓ, સંકુચિત માનસિકતા બદલીને નવા જોમ, ઉત્સાહ સાથે ગુજરાતી વિકિપીડિયાને સફળતાના શિખરો સર કરાવવા માટે સુસજ્જ થઇએ. વિકિપીડિયાને હાલની સ્થિતિ ડૂબાડી શકે કારણ કે સદસ્યોનો ઉત્સાહ ઘટતા વધુ ને વધું કંટાળાજનક સ્થિતિનું નિર્માણ થશે. આ પડકાર આપણે ઝીલી લઇએ અને આળસ, સુસ્તી, સંકુચિતતાને ખંખેરીને કટિબદ્ધ થઇએ તો નવી સારી સ્થિતિનું નિર્માણ કરી શકીશું. હાલની આ કટોકટી આપણને જગાડવા માટે આવી છે.

વાતાવરણ બદલવું

વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા માટે આ પાયાની આવશ્યકતા છે. જાગૃતિપૂર્વક આ માટે નક્કર પગલાંની જરુર છે.
1. સદસ્યોને રસ વધે તેવી સ્થિતિનું નિર્માણ

  • નવા ઉપકરણો, ગેઝેટ, સદસ્ય અધિકારોમાં ગુજરાતી વિકિપીડિયા પાછળ છે. સમય સાથે આપણે બદલાશુ નહી તો ખોવાઈ જશુ.
  • ટ્વિંકલ ગેઝેટ ખૂબ સારુ છે, તે અહીં લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
  • આપણું મુખપૃષ્ઠ નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. આ માસનો ઉમદા લેખ દ્રાક્ષ કેટલાંક મહિનાથી બદલાયો નથી. ઉપરાંત શું આપ જાણો છો ? અને હાલની ઘટનાઓ જેવા નવા વિભાગો ઉમેરી સક્રિય કરવાની જરુર છે.
  • સદસ્યોને નવા અધિકારો આપી પ્રોત્સાહિત કરવા. સહયોગ આપવો.

2. હકારાત્મક અભિગમ અત્યારનું વાતાવરણ નકારાત્મક નહી તો પણ હકારાત્મક તો નથી જ. તેની સીધી જ અસર સદસ્યોની સક્રિયતા પર પડે છે. કોઇ સક્રિય સદસ્ય નવી સુવિધા માટે નામાંકન કરે તો સહયોગ આપવાના બદલે તેના ઉત્સાહ પર પાણી ફેરવી દેવું, કોઇ નવું કામ ચાલુ કરે ત્યારે પાદમાંથી પૂરા કાઢવા આવું નકારાત્મક વાતાવરણ મહેરબાની કરીને ખતમ કરવાની જરુર છે.
આપણો અભિગમ હકારાત્મક અને વલણ સહયોગપૂર્ણ રાખીએ તો ? સક્રિય સદસ્યોનો જ દુષ્કાળ છે ત્યારે જે કંઇ કામ કરે છે કે નવું કરવા માગે છે તે આવકાર્ય છે. તેને પ્રોત્સાહન આપીએ.

સદસ્ય અધિકારો આપો

વિકિપીડિયામાં અનેક સદસ્ય અધિકારોની જોગવાઈ છે પણ ગુજરાતી વિકિપીડિયામાં મોટા ભાગના સદસ્ય અધિકારો ઉપલબ્ધ નથી.
હાલમાં ઉપલબ્ધ સદસ્ય અધિકારો

  • અનામી સદસ્ય
  • સદસ્ય
  • સ્વતઃ સ્થાપિત સદસ્ય
  • આયાતક
  • પ્રબંધક

આ સદસ્ય અધિકારોની જરુર

  • સ્વતઃ પરીક્ષિત સદસ્ય (ઑટો પેટ્રોલર) (વિશ્વાસુ સદસ્ય જેનું યોગદાન ચકાસવાની જરુર નથી)
  • સ્વતઃ પુનરીક્ષિત સદસ્ય (અર્ધસુરક્ષિત પૃષ્ઠો સંપાદિત કરી શકે)
  • પુનરીક્ષક (રિવ્યૂઅર) (તે સદસ્યોના યોગદાન ચકાશે)
  • પ્રત્યાપનકર્તા (રોલબૈકર) (એક ક્લિકથી સંપાદનો પૂર્વવત થાય)
  • પ્રશાસક (ધવલભાઇને આ અધિકાર આપી શકાય)
  • ચિત્ર પ્રેરક

આ સદસ્ય અધિકારો આપવાની જોગવાઈ કરવામાં આવે. આ માટે દરેક અધિકાર મુજબ એક એક પૃષ્ઠ બનાવી ત્યાં કુશળ સદસ્યો યોગ્યતા મુજબ અન્યને નામાંકિત કરે કે સદસ્ય પોતે નામાંકન કરે. તેથી સક્રિયતા અને રસ વધશે. આ બધા સદસ્ય અધિકારો હાલ ગુજરાતી વિકિપીડિયા માટે સક્રિય છે કે નહીં તે પ્રબંધકો સદસ્ય અધિકાર બદલવાના વિકલ્પમાં જઇને ચકાશે. ન હોય તો સ્ટીવર્ડ સક્રિય કરી આપશે. વિકિ જે સુવિધા આપે છે તેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઇએ.

ઢાંચા આયાતકાર માટે નામાંકન

ઢાંચા આયાતકાર માટે હું મારું અને યોગેશભાઇના નામનું નામાંકન કરું છું. હાલનાં આયાતકાર નિષ્ક્રિય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૧, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ:

  1. હું મારા નામાંકનનો સ્વીકાર કરું છું અને કાર્તિકભાઇના નામાંકનમાં તેમની તરફેણમાં મારો મત આપું છું. કાર્તિકભાઇ સૌથી સક્રિય સદસ્ય છે અને રખરખાવ બાબતે આપણું વિકિપીડિયા પાછળ ન રહી જાય તે માટે નવા-નવા ઢાંચાઓ લાવીને ઉપયોગી થાય છે. આયાતકો સક્રિય ન હોવાના કારણે મુશ્કેલી પડે છે. એક ઢાંચા માટે તેને જોડતા બીજા ઢગલાબંધ ઢાંચાઓ પણ આયાત કરવા પડે છે. ત્યારે આ અધિકારની જરુરીયાત ઘણી છે.

હું પણ નવા-નવા ઉપયોગી ઢાંચાઓ લાવીને આપણા ગુજરાતી વિકિપીડિયાને અપગ્રેડ રાખવા માટે સક્રિય પ્રયત્નો કરું છું. આ અધિકારો મળવાથી કામગીરી સરળ બનશે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૩૩, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

  1. બન્ને માટે સહમતી --Sushant savla (ચર્ચા) ૧૫:૪૪, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. બન્ને માટે સહમતી --એ. આર. ભટ્ટ ૨૧:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
  3. બન્ને માટે સહમત --Nizil Shah (ચર્ચા) ૧૪:૪૫, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિરુદ્ધ:

  • તમારું નામ અને-અથવા સહી.

તટસ્થ:

  • તમારું નામ અને-અથવા સહી.

ફાઇલ ચઢાવવી

વિકિપીડિયામાં લોકલમાં ફાઇલ ચઢાવવાની પણ સુવિધા છે પરંતુ કમનસીબે કેટલાક જૂના સદસ્યોએ સામૂહિક નિર્ણય લઇને આ સુવિધા બંધ કરી દીધી છે. બીજા વિકિ પ્રકલ્પોમાં લાયસન્સ ઇત્યાદિ ચકાસણી માટે ચિત્ર પ્રેરકો છે. નવા સદસ્યો સુધી પ્રતિબંધ યોગ્ય પણ અહીં તો સુવિધા જ બંધ કરી દીધી છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા)

મોટાભાગે આ સુવિધાનો દુરઉપયોગ જ થાય છે. દા.ત. એ માટે વધુ સક્રિય સભ્યોની જરૂર પડે, પણ તે ન હોવાથી આપણે બધી જવાબદારી કોમન્સના માથા નાખીએ તો આપણો બોજો કંઇક અંશે વહેંચાય અને સરવાળે પરિણામ સારું જ મળે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૪, ૧૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મેં ઉપર એટલે જ લખ્યું છે કે નવા સભ્યો સુધી પ્રતિબંધ યોગ્ય છે, પણ અહીં તો સુવિધા જ બંધ કરી દીધી છે. દુરુપયોગ તો આઇ.પી. સરનામાઓને અપાતી સંપાદન સુવિધાનો પણ થાય છે. ગુજરાતી વિકિપીડિયામાં હવે લોકલમાં ફાઇલ ચઢાવવાની સુવિધા શરુ થશે જ નહી ને ? જો કે એક તરફ આપણે સક્રિય સદસ્યો જ ઓછા છે અને વધવાના બદલે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે આપણી પાસે ચડતી એકલ દોકલ ફાઇલ ચકાસવાનો સમય નથી ? ફાઇલો ચડાવવાથી એક્ટિવિટી વધશે. રોડ પર અકસ્માતમાં હજારો માણસો મરે છે પણ સરકાર વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકી દે તો ? હા. બાળકો પર પ્રતિબંધ છે તેમ આપણે આ સુવિધા વિશ્વાસુ સભ્યો સુધી મર્યાદિત કરી શકીયે. નકારાત્મક ના બદલે હકારાત્મક રીતે વિચારવાની જરુર છે. જો કે યાદ રહે કે આ ચર્ચાનો મુખ્ય મુદ્દો ફાઇલ ચડાવવી એ નથી. ફાઇલ ચડાવવા પર પ્રતિબંધ સામે વિરોધ માટે પણ આ ચર્ચા શરુ કરાઇ નથી. પણ મારો વ્યક્તિગત મત આવો છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૨૯, ૧૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

લેખ આયાત

બીજા વિકિ.માં સદસ્યો માટે લેખ આયાત અનુરોધનું પાનું છે ત્યા દરખાસ્ત કરવાથી આયાતકો લેખ આયાત કરી આપે અને સદસ્યો સામૂહિક રીતે અનુવાદ કરે અને નવા નવા લેખો બનાવે છે. આપણે આવી સુવિધા ચાલુ કરી શકીએ. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૧૨, ૧૪ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

પરિયોજના:વિશેષાધિકાર નિવેદન

ગુજરાતી વિકિપીડિયામાં જે તે વિશેષાધિકાર માટે નિવેદન કરવા કે જે તે સદસ્ય સ્તર અને તેના વિશે માહિતી આપતા પાના નહોતા તે બનાવ્યા છે. નવા અધિકારો સાથે વિશેષ સુવિધા મળવાથી સભ્યોનો ઉત્સાહ વધશે અને વધુ સારી રીતે કામ કરી વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવશે. યોગ્યતા ધરાવતા વધુ ને વધુ સભ્યો વિકિપીડિયા દ્વારા અપાતી આ સવલતોનો ઉપયોગ કરે તે વિકિપીડિયાના હિતમાં છે. આનાથી સભ્યોનો ઉત્સાહ અને સક્રિયતા વધશે.
આ પરિયોજના લાગુ કરવા માટે મતદાન વિકિપીડિયા ચર્ચા:વિશેષાધિકાર નિવેદન પર ચાલુ છે. તેમાં ભાગ લેવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૪૨, ૧૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

Harassment consultation

Please help translate to your language

The Community Advocacy team the Wikimedia Foundation has opened a consultation on the topic of harassment on Meta. The consultation period is intended to run for one month from today, November 16, and end on December 17. Please share your thoughts there on harassment-related issues facing our communities and potential solutions. (Note: this consultation is not intended to evaluate specific cases of harassment, but rather to discuss the problem of harassment itself.)

Regards, Community Advocacy, Wikimedia Foundation

This is a message regarding the proposed 2015 Free Bassel banner. Translations are available.

Hi everyone,

This is to inform all Wikimedia contributors that a straw poll seeking your involvement has just been started on Meta-Wiki.

As some of your might be aware, a small group of Wikimedia volunteers have proposed a banner campaign informing Wikipedia readers about the urgent situation of our fellow Wikipedian, open source software developer and Creative Commons activist, Bassel Khartabil. An exemplary banner and an explanatory page have now been prepared, and translated into about half a dozen languages by volunteer translators.

We are seeking your involvement to decide if the global Wikimedia community approves starting a banner campaign asking Wikipedia readers to call on the Syrian government to release Bassel from prison. We understand that a campaign like this would be unprecedented in Wikipedia's history, which is why we're seeking the widest possible consensus among the community.

Given Bassel's urgent situation and the resulting tight schedule, we ask everyone to get involved with the poll and the discussion to the widest possible extent, and to promote it among your communities as soon as possible.

(Apologies for writing in English; please kindly translate this message into your own language.)

Thank you for your participation!

Posted by the MediaWiki message delivery 21:47, 25 November 2015 (UTC) • TranslateGet help

Community Wishlist Survey

MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૦૮, ૧ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

New Wikipedia Library Accounts Available Now (December 2015)


Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • Gale - multidisciplinary periodicals, newspapers, and reference sources - 10 accounts
  • Brill - academic e-books and journals in English, Dutch, and other languages - 25 accounts
  • Finnish Literature Society (in Finnish)
  • Magiran (in Farsi) - scientific journal articles - 100 articles
  • Civilica (in Farsi) - Iranian journal articles, seminars, and conferences - 50 accounts

Many other partnerships with accounts available are listed on our partners page, including EBSCO, DeGruyter, and Newspaperarchive.com. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 01:01, 11 December 2015 (UTC)

Help us a start Wikipedia Library in your language! Email us at wikipedialibrary@wikimedia.org
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

કામ કરવા માટે મુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે અનુરોધ

નમસ્તે મિત્રો,
ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા, જુદા-જુદા રચનાત્મક ફેરફારો કરવા, વધુ ને વધુ નવી સુવિધાઓ તથા નવા gadget ઉપલબ્ધ કરાવવા, લાવવા, ઈન્ટરફેસમાં ફેરફારો કરીને વધુ સરળ તથા ઉપયોગી બનાવવા મારી પાસે ઘણી બધી યોજનાઓ છે જે હું કરવા માગું છું. આ કામ પ્લબંધન અધિકારો સાથે સરળતાથી થઈ શકે તેમ હોવાથી મેં નામાંકન કર્યું પણ સભ્યોનો સહયોગ મળ્યો નથી. મારે કરવાની કામગીરી હું સરળતાથી અને અવરોધ વગર પૂરી ધગશ સાથે કરી શકું તે માટે સૌના સહકારની જરુર છે.
વિકિપીડિયા ખરેખર મુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને આપણો અભિગમ પણ એવો જ હકારાત્મક રહ્યો છે. વિકિપીડિયા:"નિયમોને અવગણો"નો અર્થ નામનું નીતિવિષયક પાનું વાંચવા વિનંતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જે નિયમો તમને વિકિપીડિયા માં ચિંતાજનક કે હતાશ કરતા જણાય તો તમે એ નિયમ ને સંપૂર્ણપણે અવગણી ને તમારું યોગદાન વિકિપીડિયા માં કરી શકો છો.. અને વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે.
જિમી વેલ્સ ખુદ કહે છે કે કોઇ નિયમ વિકિપીડિયા માટે નુકસાન કરે છે અને વ્યાજબી કારણ છે તો તેને અવગણો. જો કે હકીકત એ છે કે, ગુજરાતી વિકિપીડિયામાં હાલની સ્થિતિમાં પ્રબંધન અધિકાર આપી ન શકાય તેવો કોઇ નિયમ નથી. મને આ અધિકારની ખરેખર જરુર છે અને તેનાથી વિકિપીડિયાને કોઇ નુકસાન થશે નહીં તેની બાંહેધરી આપુ છું. થોડો ઘણો પણ ફાયદો જ થવાનો છે. સૌના સહકારની અપેક્ષા સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

અહીં વાતાવરણ મુક્ત અને ચોખ્ખું જ છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા ખ્યાલ છે  :) એ આશા સાથે જ ફરી પ્રયત્ન.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૨૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર કાર્તિકભાઈ! યોગેશભાઈ, વિકિપીડિયા:"નિયમોને અવગણો"નું અર્થઘટન કરવામાં કદાચ તમારી કોઈ ભૂલ થતી લાગે છે. કોઈ પણ વિધાનને તેના પૂર્ણ પરિપ્રેક્ષ્યમાં જ મૂલવવું જોઈએ. દા.ત. મેં ક્યાંક એમ લખ્યું હોય કે, "કોલેજમાં મારા વિરોધીઓ એમ કહેતા કે મારામાં બુદ્ધિ નથી. પણ મારા મિત્રો એવું કહેનારનું જડબું તોડી નાખતા". હવે મારા આ લખાણનો ઉપયોગ મારી વિરુદ્ધ કરવો હોય તો, તમે કહી શકો કે ધવલ પોતે જ એક જગ્યાએ નોંધે છે કે "મારામાં બુદ્ધિ નથી", આમ કરવું વાચકને ગેરમાર્ગે દોરવાનું કામ છે. તમે ટાંકેલું અધુરું લખાણ હું અહિં પૂરેપુરું રજુ કરું છું:

વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે, અને યોગ્ય ન હોય તો પણ ચિંતા ન કરો. ખરાબમાં ખરાબ ક્ષતિઓ પણ સુધારવી સહેલી છે: દરેક પાનાની જુની આવૃત્તિઓ તે પાનાનાં ઇતિહાસમાં સચવાયેલી હોય છે અને સહેલાઈથી તેને પાછું વાળી શકાય છે. જો અમે તમારા સંપાદન/સુધારા સાથે અસહમત હઈશું તો અમે તે વિશે વિચારપૂર્વક અને સજ્જનતાથી વાત કરીશું, અને શું કરવું એ પણ દર્શાવીશું. એટલે ચિંતા કરો નહિ. હિંમતવાન, સાહસિક, આત્મવિશ્વાસુ બનો, અને આ મુક્ત જ્ઞાનકોશની રચનામાં સાનંદ મદદરૂપ બનો.

આના પરથી સ્પષ્ટ થાય છે કે તમે જે લખાણ અડધે સુધી જ કોપી કર્યું તે ગેરમાર્ગે દોરનારું છે. તમે જ્યાં પૂર્ણવિરામ મુક્યું છે ત્યાં ખરેખર તો અલ્પવિરામ છે. અને આખું લખાણ ફક્ત નવાસવા સભ્યો માટે જ છે, નહિ કે આપણા જેવા અનુભવીઓ માટે.
પત્રકાર હોવાને નાતે તમને ગુજરાતીમાં વપરાતા વિરામવિહ્નોની અગત્યતા સમજાતી જ હશે. અલ્પવિરામ ખસેડવાથી અર્થનો કેવો અનર્થ થઈ શકે છે તેનું એક ઉદાહરણ આપું. અહિં થુંકવું નહિ, થુંકનારને સજા થશે અને અહિં થુંકવું, નહિ થુંકનારને સજા થશે હવે તમે જ કહો, એક અલ્પવિરામ બદલવાથી આ લખાણનું પાટીયું જેણે પોતાની ભીંતે મૂક્યું હોય તેની શું હાલત થાય એ સમજી શકો છો?
જે પૃષ્ઠ પરથી તમે આ બે અધુરા વિધાનો લીધા છે ત્યાં "નિયમોને અવગણો"નો અર્થ શું નથી વિભાગ ખૂબ અગત્યનો છે, તે વાંચ્યા વગર અધુરા વિધાનોની એડ્વોકસી ન કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આપે એ તો જણાવ્યું જ નથી કે આમાં અર્થનો અનર્થ શું થઇ ગયો ? અને શું ગેરમાર્ગે દોરે છે ? શું અર્થનો અનર્થ થયો છે ? તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે. એ વાક્ય પાછળનું વાક્ય પણ આપે અહીં મૂક્યું તે માટે આભાર :) પણ એ વાક્ય ઉમેરવાથી કોઇ અનુભવી સદસ્ય પણ જે કરે છે તે વિચારવંતુ, અક્ક્લવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે અયોગ્ય ગણાય કે યોગ્ય ન ગણાય એવું સાબિત થતું નથી. આપે જે ઉદાહરણો આપ્યા યેમાં અર્થનો અનર્થ સ્ષષ્ટ છે પણ આ વાક્યમાં એવો કોઇ જ અનર્થ થતો નથી. વળી, ચર્ચાના વિષય કરતા આપની વાત અલગ છે અને મૂળભૂત ચર્ચા વિષે આપે કશું લખ્યું નથી. હું ખોટા વિધાનો મૂકું છું એવું સાબિત કરવાનો કેમ આપ પ્રયત્ન કરો છો ? મૂળ વિષય પર ચર્ચા આવકાર્ય જ છે. વળી આ તો નિયમ હોય થેને અવગણવાની જોગવાઈની વાત છે. અત્યારે પ્રબંધકની જરુર નથી તેવો કોઇ નિયમ ન હોવા છતાં આપ લાગુ કરી ચૂક્યા છો. જ્યારે મારું નમ્ર પણે માનવું છે કે મારે જે કામો કરવા છે તે માટે મારે ખરેખર જરુર છે. આપ કહો છો કે તેવા કામ અમને જણાવો અમે કરી આપશું યેવુઅં ફરી ન કહેવા વિનંતી. કારણ કે આપ તે કામો કરી આપવાના બદલે ચર્ચાને બીજી તરફ દોરી જાઓ તેવા પ્રકારના જ આપના વલણનો મને અનુભવ થયો છે. આપ કહો છો કે વધુ પ્રબંધકની જરુર નથી તે આપ આપને ધ્યાને રાખીને કહો છો જ્યારે મારી રજૂઆત મારે કરવાના કામો માટે ખરેખર જરુર હોવાથી છે. વિકિપીડિયામાં કોઇ પ્રબંધકની જરુર બે રીતે નક્કી થાય છે, એક તો સમૂહને જરુરીયાત હોય તો કોઇને પણ આ માટે પ્રમોટ કરી શકાય છે. બીજી રીત એ કે કોઇ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે ખરેખર જરૂરિયાત હોય તો આ અધિકારો આપી શકાય છે. મારે મારી કામગીરી કરવા માટે ખરેખર પ્રબંધક અધિકારોની જરુર છે અને વિકિપીડિયાની જ કામગીરી માટે તેનો ઉપયોગ કરવો સર્વથા યોગ્ય જ છે એમ મને લાગે છે. આપનું વલણ અને અભિગમ નકારાત્મક છે તે મારા માટે આઘાતજનક છે. આપનો વિરોઘ સફળ થાય તેનાથી વિકિપીડિયાને કોઇ જ ફાયદો નથી અને મને આ અધિકારો આપવાથી કોઇ નુકસાન થવાનું છે ? ચામગીરી કરતા રોકવાનું આપનૌં કારણ મારા ગળે ઉતરતું નથી. હું આશા રાખુ છું કે આપને એક વડીલ તરીકે હકારાત્મક અભિગમ અપનાવીને આ માટે મદદરુપ થશો. --યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૨૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
યોગેશભાઈ મને ખેદ છે કે તમને હજુ એ સ્પષ્ટ થયું નહિ કે મેં આટલી લાંબી સમજૂતી કેમ આપી. તમે જે મુદ્દો ઉઠાવ્યો એના આધારમાં તમે જે વિધાનો ટાંક્યા તે આ મુદ્દાને જરાપણ લાગતાવળગતા નથી, અને અધુરા વિધાનો તમે ટાંક્યા હોવાથી મેં પૂરા ટાંક્યા જેથી એ સમજી શકાય કે તમે જે પૃષ્ઠ પરથી તે લીધા છે ત્યાં તે કયા સંદર્ભમાં વાપરવામાં આવ્યા છે. કોઇ અનુભવી સદસ્ય પણ જે કરે છે તે વિચારવંતુ, અક્ક્લવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે અયોગ્ય ગણાય કે યોગ્ય ન ગણાય એવું સાબિત થતું નથી. એની પાછળનું વાક્ય જે મેં પુરું પાડ્યું તે વાંચવાથી તમે સમજી શકશો કે અહિં આ વાક્યનો ઉદ્દેશ કોઈ લખાણને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાનો નથી, તે એમ સૂચવે છે કે તમને જે યોગ્ય લાગે તે કરો આખરી નિર્ણય અમે લઈશું. ચાલો તમને સવિસ્તાર ફરી એક વખત સમજાવું. એ લખાણનો અર્થ એવો નથી થતો કે તમે બધા જ નીતિ-નિયમોનો ભંગ કરીને જે કરવું છે તે કરો અને એના પર કોઈ પગલા નહિ લેવાય. એ લખાણ નવા આવતા સભ્યોને નીતિ-નિયમોથી ગભરાઈ ન જવા માટે એક આશ્વાસન માત્ર છે, અને ત્યાં જણાવ્યું છે કે જો અમે તમારા સંપાદન/સુધારા સાથે અસહમત હઈશું તો અમે તે વિશે વિચારપૂર્વક અને સજ્જનતાથી વાત કરીશું, અને શું કરવું એ પણ દર્શાવીશું અને એ જ હું અહિં કરી રહ્યો છું. તમને મેં મિત્ર માન્યા છે અને તમે પણ અત્યાર સુધી મને મિત્ર અને વડીલ માનતા આવ્યા છો, અચાનક શું થયું? તમારી એક વાતનો વિરોધ કર્યો એટલે મારું વલણ અને અભિગમ નકારાત્મક થઈ ગયું? તમે કેટલા લેખો બનાવ્યા અને તેમાંના કેટલામાં મેં તમારી ટીકા કરી? તમે બનાવેલા કેટલા લેખો મેં ડીલિટ કર્યા? તમે કરેલા કેટલા ફેરફારો મેં રિવર્ટ કર્યા? તમારા ચર્ચાનાં પાને મેં તમને હતોત્સાહ કરતા કે તમારી ભૂલો કાઢતા કેટલા સંદેશા મુક્યા? ભાઈ જો હું નકારાત્મક અભિગમ ધરાવતો હોત તો તમને પહેલા દિવસથી જ મારો કોઈ સાથસહકાર ન મળ્યો હોત. તમે જે સભ્ય-અધિકારોની વાત કરી તેમાં મેં સાથ આપ્યો, તમે મુખપૃષ્ઠ પર નવા વિભાગો મુકવાની વાત રજૂ કરી તેમાં પણ મેં તમને સાથ આપ્યો (સમાચાર પછી કૌંસમાં તેનો સ્રોત અને તારીખ આપવાનું કહેવું જો નકારાત્મક ગણાતું હોય તો મને ખબર નથી),શું આપ જાણો છો? વિભાગ મુકવાનો તમારો પ્રસ્તાવ મેં સહર્ષ સ્વીકાર્યો, મુખપૃષ્ઠ પર ચિત્રો બદલાતા હોવા છતા તમને જાણ નહોતી, છતા તમારા આગ્રહને માન આપીને મેં નવા ચિત્રો દેખાતા થાય તેવી ગોઠવણ કરી, શું આ બધું મારા નકારાત્મક વલણ કે નકારાત્મક અભિગમને કારણે?
અંગ્રેજી વિકિપીડીયા પર જઈને તમે પ્રબંધક અધિકાર માટે નામાંકન કરો, ત્યાં તમારી તરફેણમાં કેટલા મત મળે છે અને તમારી વિરુદ્ધમાં જે મત મળે તેમાં શું કારણો આપવામાં આવે છે તે જરા જોઈ જુઓ. મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યાં રોજના ૫૦થી પણ ઓછા ફેરફાર થતા હોય, માંડ પાંચ સક્રિય સભ્યો હોય અને ત્રણ (બે સક્રિય અને એક કામચલાઉ રજા પર) પ્રબંધકો હોય તેવા વિકિપીડીયામાં કેવી રીતે વધારાના પ્રબંધક લઈ શકીએ? વધુમાં આપને જણાવું કે મેં અહિં કોઈ જ નિયમ લાગુ કર્યો નથી. મમત છોડીને જરા ઠંડા મગજથી વિચાર કરી જુઓ, તમારા હજુ એક અઠવાડીયાથી પણ ઓછા સમય પહેલાના નામાંકનમાં તમને કુલ ૩ મત મળ્યા, અને તે ત્રણેય મત તમારા નામાંકનની વિરુદ્ધમાં,તો પણ તમે ફરી પાછું નામાંકન નોંધાવો છો અને તેના ટેકામાં તમે અધુરા સંદર્ભ ટાંક્યા જે તમારી દાવેદારીને કોઈ રીતે ટેકો આપતા નથી. વિકિપીડિયામાં પ્રબંધક હક્કો મળવા એનો અર્થ એવો થોડૉ થાય છે કે મનમાં આવે તેમ કરી શકીએ? મે અને અશોકભાઈએ પણ અત્યાર સુધીના બધા જ નિર્ણયો મતદાનને આધારે જ લીધા છે. તમે સમાચાર વિભાગ શરૂ કરવા ધાર્યું અને તેમાં મેં કહ્યું કે સમાચાર અઠવાડીયામાં એક વખત બદલાય તે ન ચાલે, અને સમાચારને અંતે સ્રોત અને તારીખ આપવા જોઈએ, તો તમને એ ન ગમ્યું અને તમે તરત જ નક્કી કર્યું કે તમે જાતે પ્રબંધક બનો અને પછી તમે ચાહો છો તે રીતે સમાચાર વિભાગ મૂકી શકો એવું તો નથી ને? ભાઈ, તમે પોતે જ એ મુદ્દો લઈને આવેલા કે મુખપૃષ્ઠ નિયમિત અપડેટ થતું નથી અને માટે તમે તમારા બે વિભાગના સુચનો આપેલા. દરરોજ ચિત્ર બદલાય તે તમને ઓછું લાગતું હતું તો પછી અઠવાડીએ એક વખત સમાચાર બદલાય એ કઈ રીતે નિયમિત અપડેટ લાગ્યું તમને? અને અઠવાડીયા સુધી એકના એક વાસી સમાચાર જોઈને કઈ રીતે ગુજરાતી વિકિપીડિયાની સક્રિયતા વધશે એમ વિચારતા હતા તે સ્પષ્ટ થયું જ નહિ.
આપ કહો છો કે તેવા કામ અમને જણાવો અમે કરી આપશું યેવુઅં ફરી ન કહેવા વિનંતી. કારણ કે આપ તે કામો કરી આપવાના બદલે ચર્ચાને બીજી તરફ દોરી જાઓ તેવા પ્રકારના જ આપના વલણનો મને અનુભવ થયો છે. કયો અનુભવ છે જેની તમે અહિં વાત કરી રહ્યા છો જરા ફોડ પાડીને જણાવશો? શું બધા જ વિકિપીડીયામાં દરેક સભ્યને પોતે જે કરવું હોય તે કરવા માટે પ્રબંધક બનવાની જ જરૂર પડતી હોય તો પછી કેમ વિકિમીડિયા ફાઉન્ડેશનવાળા બધાને જ પ્રબંધક હક્કો પહેલા દિવસથી જ નથી આપતા? ગુજરાતી વિકિપીડીયામાં પ્રબંધકો છે, અને તે પ્રબંધકોને તમારું કામ સોંપો એમ કહ્યું એમાં મેં શું અપરાધ કર્યો? એવું મારે ફરી ન કહેવું જોઈએ એનું શું કારણ?
આપ કહો છો કે વધુ પ્રબંધકની જરુર નથી તે આપ આપને ધ્યાને રાખીને કહો છો જ્યારે મારી રજૂઆત મારે કરવાના કામો માટે ખરેખર જરુર હોવાથી છે. તમારા એવા કયા કામો છે જે કરવા માટે તમારે પ્રબંધક અધિકારની જરૂર છે તે તો તમે હજુ સુધી જણાવ્યું જ નથી. જો જણાવ્યું હોય તો તે મારા ધ્યાન બહાર ગયું છે, ફરી એક વખત જણાવશો જેથી હું જોઈ શકું કે તેમાંના કયા અને કેટલા કામો એવા છે કે જે હું કે અન્ય પ્રબંધકો કરી શકીએ એમ નથી. આપનો વિરોઘ સફળ થાય તેનાથી વિકિપીડિયાને કોઇ જ ફાયદો નથી ભાઈ મારા, તમે જ અહિં ઘણા મતદાનો શરૂ કરાવ્યા અને તેમાં મારા મત વગર જ નિર્ણય પણ લેવાયો. હું તો હાજર પણ ન હતો અને જે તે વિશેષાધિકારો માટે બગ્સ પણ ફાઇલ થઈ ગયા હતા. તો પછી આપ કેવી રીતે કહી શકો કે મારો વિરોધ હોવાથી તમને કોઈ અધિકાર નથી મળતો? મારા મતની કિંમત ફક્ત ત્યારે જ છે જ્યારે મેં મત આપ્યો હોય, તમે અહિં આક્ષેપ કરો છો એવો આક્ષેપ ન થાય એ માટે તો હું કદી કોઈ મતદાનમાં સર્વપ્રથમ મત આપતો પણ નથી. તમે બેએક મહિના પહેલા એહિં શરૂ કરેલા મતદાન વખતે જ્યારે મને ઇમેલમાં કે વોટ્સએપ પર મત આપવા માટે વિનંતિ કરી હતી ત્યારે પણ મેં એ વાત તમને સ્પષ્ટ કરી હતી કે હું પ્રબંધક હોવાથી જો કોઈ મત આપું તો શક્ય છે કે અન્ય સભ્યો બાયસ્ડ થઈને મતદાન કરે અને માટે હું મતદાનની શરૂઆત કરતો નથી. યાદ આવે છે? તો પછી તમે કેવી રીતે આવો આક્ષેપ મૂકી શકો છો કે હું મારા વ્યક્તિગત સ્વાર્થને કારણે કે તમારો વિરોધ કરું છુ? કે પછી મારો વિરોધ સફળ કરવા માટેના ધમપછાડા કરું છું?
બીજી રીત એ કે કોઇ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે ખરેખર જરૂરિયાત હોય તો આ અધિકારો આપી શકાય છે. આ વાતની જાણ મને આજે પહેલી જ વખત થઈ. મને તો એમ હતું કે પ્રબંધક અમુક નિર્ધારીત કામો કરવા માટે હોય છે, જેમકે પાનાં ડિલિટ કરવા, સુરક્ષિત કરવા, ભાંગફોડીયાઓ પર પ્રતિબંઢ મુકવા, વગેરે. તમે જણાવ્યું તેવી કોઈ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે પ્રબંધક તરીકેના હક્કો આપવાની જોગવાઈ હોય એવું તો મને મેટાના પ્રબંધકની જાણકારી આપતા પાને પણ જોવા ન મળ્યું.
મારી આપને એક જ નમ્ર વિનંતી છે કે આપણે મિત્રો છીએ તો મિત્રો બની રહીએ અને દરેકને પોતપોતાના રોલમાં જે યોગદાન કરવું છે તે કરતા રહીએ. હા, તમારા કામમાં હું કારણ વગર રોડા નાખતો હોઉં તો અહિં અને આપણા વોટ્સ-એપ ગ્રુપમાં એ ચોક્કસ મુદ્દે ચર્ચા કરો, અન્ય સભ્યો પણ જો તમારી સાથે સહમત થાય કે હું તમારા બધા જ કામોમાં અવરોધ ઉભો કરું છું અને તમને ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન કરતા રોકું છું તો હું સામે ચાલીને મેટા પર જઈને મારા એડમિન રાઇટ્સ દૂર કરવાની અરજી કરીશ. બાકી અકારણ મને નકારાત્મક અભિગમ વાળો અને નકારાત્મક વલણ વાળો ન કહેશો, તમારા જેવી વ્યક્તિ કે જેને મેં મિત્ર માની હોય તેની પાસેથી અકારણ આવું સાંભળીને મને દુ:ખ થાય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૬, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the Wikimedia Foundation. Translations are available.

 

As many of you know, January 15 is Wikipedia’s 15th Birthday!

People around the world are getting involved in the celebration and have started adding their events on Meta Page. While we are celebrating Wikipedia's birthday, we hope that all projects and affiliates will be able to utilize this celebration to raise awareness of our community's efforts.

Haven’t started planning? Don’t worry, there’s lots of ways to get involved. Here are some ideas:

Everything is linked on the Wikipedia 15 Meta page. You’ll find a set of ten data visualization works that you can show at your events, and a list of all the Wikipedia 15 logos that community members have already designed.

If you have any questions, please contact Zachary McCune or Joe Sutherland.

Thanks and Happy nearly Wikipedia 15!
-The Wikimedia Foundation Communications team

Posted by the MediaWiki message delivery, ૦૨:૨૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)Please help translate to your languageમદદ[ઉત્તર]

આપણા ગુજરાતી વિકી તરફથી

 
સરસ!! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૦૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
સુંદર--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૦, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર.--એ. આર. ભટ્ટ ૨૧:૪૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

વિક્શનરી પર નવી ચર્ચા

ગુજરાતી વિક્શનરી પર Wiktionary:gu:વિક્શનરી:સમાજ મુખપૃષ્ઠ#પ્રકલ્પનાં નવા નામકરણ માટે પ્રસ્તાવ પર નવી ચર્ચા શરુ થઈ છે. ત્યાં આપનો અભિપ્રાય વ્યક્ત કરવા વિનંતી.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૦:૨૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ભગવદ્ગોમંડળ કોપીરાઇટની ચર્ચા

ભગવદ્ગોમંડળ એ ગુજરાતી ભાષાનો જ્ઞાનકોશ (એટલે કે એન્સાયકલોપિડિયા) છે. હાલમાં http://www.bhagavadgomandalonline.com/ (પ્રવીણ પ્રકાશન) અને http://www.bhagvadgomandal.com/ (ગુજરાતીલેક્સિકોન) એમ બે ઓનલાઇન રીતે આ કોશ પ્રાપ્ત છે. હવે, વિકિપીડિયામાં આનો ઉપયોગ કરવા માટે,

૧. કોશ કોપીરાઇટ મુક્ત હોવો જોઇએ.

૨. (૧) માટેની શરતો મુજબ,

અ. લેખકના મૃત્યુ પછી ૬૦ વર્ષે કૃતિ કોપીરાઇટ મુક્ત ગણાય. (જુઓ, http://www.bhagvadgomandal.com/index.php?action=BhagwatsinhjiMaharaja) (એટલે કે ૨૦૦૪)
બ. પ્રકાશનના ૬૦ વર્ષ પછી કૃતિ મુક્ત ગણાય. (http://www.bhagvadgomandal.com/index.php?action=whatisbhagvadgomandal) (એટલે કે ૨૦૧૫)

અહીં (૨) ની બંને શરતો લાગુ પડે છે. એટલે કે આપણે ભગવદ્ગોમંડળને વિકિપીડિયામાં મૂકી શકીએ. (અથવા વિક્ષનરીમાં). ચર્ચા કરવા અને ઉપરોક્ત વિગતોમાં સુધારો કરવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

નવમી અને અંતિમ ભાગ 1955માં પ્રકાશિત થયો હતો. કાયદા મુજબ ડિસેમ્બર 2015માં તેના કોપીરાઈટ પુરા થઇ જાય. તેને પબ્લિક ડોમેનમાં ગણી શકાય. આપણે તેને વિક્શનરીમાં સામેલ કરી શકીએ. કોપીરાઈટ મુક્ત ડિક્શનરીની ઓપન સોર્સ ટેક્નોલોજી માટે ખાસ જરૂર છે. -Nizil Shah (ચર્ચા) ૨૦:૧૧, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ગોંડલ નરેશ શ્રી ભગવત્‌સિંહજી ગોહિલનું અવસાન ૧૯૪૪માં થયું, એટલે એમની હયાતિ દરમ્યાન પ્રકાશિત થયેલા બધા જ અંકે/ભાગો/ગ્રંથો ૨૦૦૪ પછી પ્રકાશનાધિકાર મુક્ત (free of copyright) થઈ જાય અને પબ્લિક ડોમેનમાં આવે. ૧૯૫૫માં ભગવદ્ગોમંડલનો છેલ્લો અને નવમો ભાગ પ્રકાશિત થયો, તે ભારતીય પ્રકાશનાધિકાર ધારા (24. Term of copyright in posthumous works – Indian Copyright Act 1957) અનુસાર (In the case of a literary, dramatic or musical work or an engraving, in which copyright subsists at the date of the death of the author, or in the case of any such work of joint authorship, at or immediately before the date of the death of the author who dies last, but which, or any adaptation of which, has not been published before that date, copyright shall subsist until 1[sixty years] from the beginning of the calendar year next following the year in which the work is first published or, where an adaptation of the work is published in any earlier year, from the beginning of the calendar year next following that year. The Copyright Act, 1957) આવતા વર્ષે સંપૂર્ણપણે પ્રકાશનાધિકાર મુક્ત થઈ જાય. એટલે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી આપણે ભગવદ્ગોમંડલનો મુક્તપણે ઉપયોગ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]