સંખેડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સંખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

સંખેડા
—  ગામ  —
સંખેડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°10′19″N 73°34′54″E / 22.171904°N 73.581758°E / 22.171904; 73.581758
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો સંખેડા
વસ્તી ૧૦,૮૩૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, સુથારીકામ
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

મહત્વ ફેરફાર કરો

 
સંખેડા રાચરચીલું (ફર્નીચર)

આ ગામ તેમાં બનાવાતા સંખેડા રાચરચીલા[૨] માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. આ રાચરચીલું સાગના અથવા અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવાય છે અને સાદા લાકડા ઉપર આ પ્રકારના કામને કારણે ઊભરી આવતી આ કલાને કારણે ફર્નિચર હસ્તકલાના અદ્ભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે.[૩]

ભૂગોળ ફેરફાર કરો

આ નગર ઓરસંગ નદી અને ઉચ્છ નદીના કાંઠે વસેલું છે. સંખેડા છોટાઉદેપુરથી ૫૫ કિમી દૂર આવેલું છે. નજીકમાં શહેરો ડભોઇ ‍(૨૧ કિમી), બોડેલી (૨૧ કિમી) અને વાઘોડિયા (૨૧ કિમી) આવેલાં છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sankheda Village Population, Caste - Sankheda Vadodara, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-10-03.[હંમેશ માટે મૃત કડી]
  2. Sarkar, Samir (૨ માર્ચ ૨૦૦૨). "Sankheda changes colours". Tribune India. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૬.
  3. "છોટા ઉદેપુર". મૂળ માંથી 2017-02-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૭.