વિસાવાડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વિસાવાડા પોરબંદર તાલુકાનું દરીયાકાંઠાનું ગામ છે જે મુળદ્વારકા તરીકે પણ ઓળખાય છે. અહીં પ્રાચીન મંદિરોનું મોટું સંકુલ આવેલ છે, જ્યાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. પોરબંદરથી હર્ષદ જતાં ૨૫ કિ.મી. દૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-ઇ પર આ ગામ આવેલું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મુખ્ય ખેત ઉત્પાદનો મગફળી, જીરૂ, ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ શાકભાજી છે.

વિસાવાડા
—  ગામ  —
વિસાવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°46′26″N 69°27′11″E / 21.774007°N 69.453009°E / 21.774007; 69.453009
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો પોરબંદર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મગફળી, જીરૂ, ઘઉં, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ફોટો ગેલેરી

ફેરફાર કરો